Sports

SA20 માટે સુપર કિંગ્સની ટીમ ‘જોબર્ગ સુપર કિંગ્સ’ ના નામથી મેદાનમાં ઉતરશે

ચેન્નાઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડ (CSKCL), જોહાનિસબર્ગ સ્થિત ચેન્નાઈ સુપર કિંગ્સ અને ક્રિકેટ દક્ષિણ આફ્રિકાની SA20 લીગના માલિકે ગુરુવારે તેની ટીમના નામના નવા નામની જાહેરાત કરી. સાથે જ તેમણે ટીમના કેપ્ટન અને કોચની પણ જાહેરાત કરી હતી. ટીમને ‘જોબર્ગ સુપર કિંગ્સ’ નામ આપવામાં આવ્યું છે. યજમાન તરીકે પીઢ બ્રોડકાસ્ટર માર્ક નિકોલ્સ સાથે લીગ અને ટીમના કેટલાક ટોચના અધિકારીઓ તથા ગ્રીમ સ્મિથ, કેએસ વિશ્વનાથન, ફાફ ડુ પ્લેસિસ અને સ્ટીફન ફ્લેમિંગ વચ્ચેની ચર્ચા બાદ ટીમને ‘જોબર્ગ સુપર કિંગ્સ’ તરીકે નામ આપવામાં આવ્યું છે.

દક્ષિણ આફ્રિકામાં આવતા વર્ષે શરૂ થનારી T20 લીગ (SAT20) માટે સામેલ ટીમોએ તેમના નામ જાહેર કરવાનું શરૂ કરી દીધા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ લિમિટેડે પણ SA20 લીગમાં એક ટીમ ખરીદી હતી અને તે જોહાનિસબર્ગ હતી. આ ટીમ જોબર્ગ સુપર કિંગ્સ તરીકે ઓળખાશે. નામ સિવાય ટીમે તેનો લોગો પણ જાહેર કર્યો છે જેની ડિઝાઇન IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ જેવી જ છે.

દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યા છે. આઇપીએલની છેલ્લી સિઝનના સમયથી ડુ પ્લેસિસના સુપર કિંગ્સ ફ્રેન્ચાઇઝી સાથે સારા સંબંધો છે. તેમણે જણાવ્યું કે મારો ચેન્નાઈ સાથે ખૂબ જ ભાગ્યશાળી અને લાંબો સંબંધ છે. જ્યારે ફરીથી તક મળી ત્યારે હું ખુશ થઈ ગયો. મને લાગે છે કે આ (SA20 લીગ) દક્ષિણ આફ્રિકન ક્રિકેટની સ્થિરતા માટે અતિ મહત્વની બની રહેશે.

ડુ પ્લેસિસે લીગના મહત્વ વિશે વાત કરતા કહ્યું કે હું લગભગ સીધો જ તફાવત જોઉં છું કે લીગ ક્રિકેટનો કોઈ દેશની ક્રિકેટ પર પ્રભાવ હોઈ શકે છે. તેઓ છેલ્લા 10-11 વર્ષથી IPL સાથે જોડાયેલા છે. તમે જુઓ છો કે તે યુવા પેઢી અને યુવા ખેલાડીઓ માટે ખાસ કરીને ભારતીય ક્રિકેટ ટીમ અને વાતાવરણમાં તેનાથી ફરક પડે છે. ડુ પ્લેસિસે ગ્રીમ સ્મિથ, એબી ડી વિલિયર્સ અને સ્ટીફન ફ્લેમિંગના માર્ગદર્શન હેઠળ રમવા બદલ આભારી હોવા ઉપરાંત એમએસ ધોનીના નેતૃત્વના ગુણોની પણ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે એમએસ ધોનીએ નેતૃત્વના મામલે સૌથી સારું પ્રદર્શન કર્યું છે. તે શીખવા માટે શ્રેષ્ઠ વ્યક્તિ છે. એમએસ ધોનીની આસપાસ રહેવા માટે તે મેદાન પર અને મેદાનની બહાર શું કરે છે તે જોવા માટે તેઓ ઉત્સુક રહે છે. રમતમાં આવા ઘણા મહાન ખેલાડીઓ અને કેપ્ટન પાસેથી શીખવા બદલ હું ખૂબ આભારી છું.

બીજી તરફ પૂર્વ કિવી કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગ જે ચેન્નાઈ સુપર કિંગ્સના મુખ્ય કોચ હતા તેમની પણ જોબર્ગ સુપર કિંગ્સના કોચ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ફ્લેમિંગે જણાવ્યું કે વન્ડરર્સમાં હોવાની મારી છેલ્લી યાદ ચેમ્પિયન્સ લીગ જીતનાર ચેન્નાઈ (સુપર કિંગ્સ) સાથે હતી. હું તેને ખૂબ જ પ્રેમથી યાદ કરું છું. તે એક અદ્ભુત મેદાન છે. તેમણે કહ્યું કે પહેલી વાત જે મને યાદ છે તે દક્ષિણ આફ્રિકા દ્વારા અમને જે ટેકો મળ્યો તે અમારા બધા માટે આશ્ચર્યજનક હતું. તે માત્ર દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ ચાહકો માટે સારા ક્રિકેટને અનુસરવાનો જુસ્સો દર્શાવે છે અને અમને તે રીતે તૈયાર થવું ગમે છે. અમે ખરેખર આશા રાખીએ છીએ કે અમને જોહાનિસબર્ગ અને સમગ્ર દેશમાંથી સારો ટેકો મળી શકે.

લીગ કમિશનર ગ્રીમ સ્મિથે પણ જે રીતે લીગ ચાલી રહી છે અને સુપર કિંગ્સ જેવી ફ્રેન્ચાઇઝી લીગનો ભાગ બની રહી છે તેના પર ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ કે અમે સુપર કિંગ્સ જેવા ખેલાડીઓને દક્ષિણ આફ્રિકા તરફ આકર્ષવામાં સફળ રહ્યા છીએ. મારો મતલબ એ છે કે તેઓ એક અદ્ભુત ફ્રેન્ચાઇઝી છે જેનો વિશાળ ચાહક વર્ગ છે. તે એવા પ્રકારના લોકો છે જેમની સાથે અમે ટકાઉ ભવિષ્ય બનાવી શકીએ છીએ. તેથી અમારા દૃષ્ટિકોણથી અમે ખૂબ જ ઉત્સાહિત છીએ અને અમે જાન્યુઆરી (2023)ની રાહ જોઈ રહ્યા છીએ અને પડદા પાછળ ઘણું કામ થઈ રહ્યું છે. ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ આ ટુર્નામેન્ટ માટે લાંબા ગાળાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હવે 10 વર્ષ માટે ICC વિન્ડો છે. આ લીગ દક્ષિણ આફ્રિકામાં અમારી રમત માટે જે તક લાવવા જઈ રહી છે તે અંગે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ.

Most Popular

To Top