Entertainment

‘બ્રહ્માસ્ત્ર’ પર મેકર્સે ખર્ચ્યા અધધ પૈસા, રણબીર-આલિયાની ફી જાણીને ચોંકી જશો

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ (Ranbir Kapoor And Aliya Bhatt) સ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની (Brahmastra) ઘણા સમયથી ચાહકો રાહ જોઈ રહ્યા છે. લાંબા સમયથી બની રહેલી આ ફિલ્મ (Film) હવે રિલીઝ થવાની તૈયારીમાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું. જોકે ટ્રેલર જોયા બાદ દર્શકોની ઉત્સુકતા વધુ વધી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ બોલિવૂડની (Bollywood) અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મોમાંથી એક છે.

ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સિવાય અમિતાભ બચ્ચન અને નાગાર્જુન જેવા સુપરસ્ટાર પણ છે. આ સિવાય ડિમ્પલ કાપડિયા અને મૌની રોય પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના ટ્રેલરથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે રણબીર કપૂર પોતાની ખાસ શક્તિથી દુષ્ટ સામે લડતો જોવા મળશે. આ ફિલ્મમાં તે શિવા નામના યુવકનો રોલ કરી રહ્યો છે.

નવા યુગના નવા કલાકારોને ધ્યાનમાં રાખીને આ ફિલ્મમાં ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મના બજેટનો સૌથી મોટો હિસ્સો તેના VFX પર ખર્ચવામાં આવ્યો છે. કેટલાક લોકો ફિલ્મ વિશે દાવો કરે છે કે તેની આગળ બાહુબલીના VFX કંઈ જ નથી. મેકર્સ અનુસાર ફિલ્મનું બજેટ 500 કરોડની આસપાસ છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 2020માં રીલિઝ થવાની હતી પરંતુ કોરોના મહામારીને કારણે તેની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી અને ફિલ્મનું બજેટ વધતું જ ગયું હતું.

આ ફિલ્મ માટે મેકર્સે કલાકારો પર ઘણા પૈસા પણ ખર્ચ્યા છે. રિપોર્ટ્સ અનુસાર રણબીર કપૂરે લીડ રોલ માટે 25-30 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. જ્યારે આલિયાએ 10-11 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. આ ફિલ્મ માટે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનને પણ તગડી રકમ મળી છે. અમિતાભે આ ફિલ્મમાં પોતાના રોલ માટે 10 કરોડ રૂપિયા લીધા છે, જ્યારે નાગાર્જુનને 11 કરોડ રૂપિયા મહેનતાણું મળ્યા છે.

Most Popular

To Top