World

આઇએમએફ શ્રીલંકાને 2.9 અબજ ડોલરની લોન આપવા સંમત

કોલંબો: આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (International Monetary Fund) દ્વારા આજે જાહેરાત કરવામાં આવી હતી કે તે શ્રીલંકાને (SriLanka) એક પ્રાથમિક કરાર હેઠળ ચાર વર્ષ માટે ૨.૯ અબજ ડોલર જેટલી લોન (Loan) પુરી પાડશે, જે લોન આ દેવાળિયા ટાપુ દેશને તેની સૌથી ખરાબ આર્થિક કટોકટીમાંથી બહાર આવવા અને લોકોની જીવાદોરીનું રક્ષણ કરવા માટે આપવામાં આવી રહી છે.

શ્રીલંકા તેને ૧૯૪૮માં આઝાદી મળી તેના પછી સૌથી ખરાબ આર્થિક કટોકટીમાંથી પસાર થઇ રહ્યું છે જેના કારણે તેના વિદેશી હુંડિયામણ ભંડોળમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. શ્રીલંકન સરકાર અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની ટીમ એક સ્ટાફ લેવલના કરાર પર પહોંચી છે. આર્થિક અનુકૂલન અને સુધારાઓની નીતિને એક નવા ૪૮ મહિનાના એકસટેન્ડેડ ફંડ ફેસિલિટી વડે ટેકો આપવા માટેનો આ કરાર છે જેમાં ૨.૯ અબજ ડોલર જેટલી રકમ પ્રાપ્ત કરવા માટેની વિનંતી છે. આ નવો કરાર શ્રીલંકાની મેક્રોનોમિક સ્થિરતાને ફરી સ્થાપિત કરવા માટેના કાર્યક્રમને ટેકો આપશે, જ્યારે તે નાણાકીય સ્થિરતાનું રક્ષણ કરશે, ભ્રષ્ટાચારની શક્યતાઓ ઘટાડશે અને દેશના આર્થિક વિકાસની તકો વધારશે એ મુજબ તેમાં જણાવાયું છે.

જો કે આ કરારને હજી આઇએમએફ મેનેજમેન્ટ અને એક્ઝિકયુટીવ બોર્ડની મંજૂરી બાકી છે જે આગળના સમયમાં આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ચીન સહિતના શ્રીલંકાના તમામ ધિરાણકર્તાઓ આ ટાપુ રાષ્ટ્રને આઇએમએફ ૨.૯ અબજ ડોલરનું ધિરાણ આપવાનું શરૂ કરે તેના પહેલા પોતાના વર્તમાન ધિરાણોને રિસ્ટ્રકચર કરવા સંમત થયા છે.

Most Popular

To Top