Dakshin Gujarat

ફોટોગ્રાફર પાસે ફોટા પડાવી પૈસા આપવાને બદલે માર માર્યો

નવસારી : વિજલપોર (Vijalpore) ફાટક પાસે ફોટા પડાવ્યા બાદ યુવાને ફોટોગ્રાફરને (Photographer) પૈસા આપવાને બદલે માર મારતા મામલો જલાલપોર (Jalalpore) પોલીસ (Police) મથકે પહોચ્યો છે. જલાલપોરના એરૂ-હાંસાપોર રોડ પર શ્રીરામનગર સોસાયટીમાં સંજયભાઈ ચંપકભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહે છે. સંજયભાઈ વિજલપોર ફાટક પાસે આવેલા શુભલક્ષ્મી એપાર્ટમેન્ટમાં ટેકનીકા નામનો ફોટો સ્ટુડિયો ચલાવે છે. ગત 30મી ઓગષ્ટે સંજયભાઈના સ્ટુડિયો પવનભાઈ નામના ઇસમ ગયો હતો. જેણે સંજયભાઈ પાસે ફોટા પડાવ્યા હતા. ફોટા પડાવ્યા બાદ સંજયભાઈએ પવનભાઈ પાસેથી પૈસા માંગ્યા હતા. પરંતુ પવનભાઈએ તેમને પૈસા આપવાને બદલે ઉશ્કેરાઈ જઈ તેના પેન્ટના ખિસ્સામાં હાથ નાંખી કંઈક સાધન કાઢી સંજયભાઈને માથાના અને દાઢીના ભાગે માર માર્યો હતો

તારી ટ્રક અહીં કેમ મૂકી છે?’ કહી ટ્રાન્સપોર્ટર ઉપર હુમલો
વાપી: વાપીમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા એક શખ્સ ઉપર હુમલો કરી સળિયા તેમજ હેલ્મેટથી માથાના ભાગે માર મારતાં લોહીલુહાણ હાલતમાં ટ્રાન્સપોર્ટરને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે. ટ્રાન્સપોર્ટની ઓફિસ ચલાવતા નીયાઝ અહેમદ ઇસ્તીયાક શેખ બાઇક પર પોતાની ઓફિસે આવ્યો હતો.નીયાઝ તેની ઓફિસમાં જતો રહ્યો હતો. ત્યાર બાદ અસ્ફાક અને આમીર તથા તેનો મોટો ભાઈ અનીશ તથા પંદરેક માણસો આવ્યા હતા. નીયાઝને આ લોકો ઢીકમુક્કીનો માર મારવા લાગ્યા હતા.નીયાઝ શેખને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે.

સુબિરના ભાજપ અગ્રણી અને બહુજન સમાજ પાર્ટીનાં અગ્રણી ઝઘડ્યા
સાપુતારા : ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં માદલબારી ગામનાં વતની અને ડાંગ જિલ્લાનાં બહુજન સમાજ પાર્ટીનાં અગ્રણી એવા સોનુભાઈ પૂનુભાઈ ચોર્યા ગતરોજ આહેરપાડા ગામ તરફ જઈ રહ્યો હતો. તે અરસામાં સુબિર વિસ્તારનાં ભાજપનાં અગ્રણી ઇતારામભાઈ રાજ્યા બહીરમે તેનું ગળુ પકડી અપશબ્દો બોલી ઝપાઝપી કરતા વાતાવરણ ગરમાયું હતું. ડાંગ સુબિર પંથકમાં ડાંગ બહુજન સમાજ પાર્ટીનાં અગ્રણી અને ભાજપનાં અગ્રણી વચ્ચે ચૂંટણીલક્ષી મુદાને લઈને ઝઘડો થતાં ગુરૂવારે ડાંગ જિલ્લા બી.એસ.પીનાં મંત્રી સોનુભાઈ ચોર્યાએ ભાજપનાં અગ્રણી ઈતારામ બહીરમ વિરુદ્ધ એસ.પી. કચેરીએ અરજી આપી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.


Most Popular

To Top