Vadodara

કરજણ તાલુકાના કણભા ગામે મંદિરમાંથી માતાજીની પ્રતિમા ગાયબ

પ્રતિમાને ખંડિત કરનાર અસામાજિક તત્વો સામે હિન્દુ લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ


કરજણ તાલુકાના કણભા ગામે મંદિરમાંથી વેરાઈ માતાજીની પ્રતિમા કોઈ અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરીને લઈ જવામાં આવી હતી. જેના પગલે હિન્દુ લોકોની ધાર્મિક લાગણી દુભાવા સાથે આવું કૃત્ય કરનાર સામે તત્વો સામે ભારે રોષ ફેલાયો છે. હિન્દુ લોકોના ટોળા મંદિર તરફ આવી આસપાસના વિસ્તારમાં માતાજીની પ્રતિમાની શોધખોળ કરી હતી. કરજણ પોલીસે ઘટના સ્થળે દોડી આવી ગામમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરી છે.
કરજણ તાલુકાના કણભા ગામે હિન્દુ અને મુસ્લિમ લોકો મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે. રવિવારે ગામમાં હિન્દુ અને મુસ્લિમ વ્યક્તિના ઘરે લગ્નનો પ્રસંગ હતો. જેના કારણે બંને કોમના લોકો મોટી સંખ્યામાં મહેમાનગતિ માણવા માટે આવ્યા હતા. દરમિયાન કોઈ અસામાજિક તત્વો દ્વારા રવિવારે ગામમાં આવેલા વેરાઈ માતાના મંદિરમાં મૂકેલી માતાજીની મૂર્તિ ખંડિત કરીને ત્યાંથી લઈને ફરાર થઈ જઈને હિન્દુ અને લઘુમતી કોમના લોકો વચ્ચે શાંતિમાં પલીતો ચાપવાનો પ્રયાસ કરી ગામનું શાંતિ ભર્યું વાતાવરણ ડહોળવાની કોશિશ કરી હતી. અસામાજિક તત્વો દ્વારા ગામમાં માતાજીની મૂર્તિને ખંડિત કરી હિન્દુ લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી હતી. માતાજીની મૂર્તિ મંદિરમાંથી ગાયબ થઈ જતા હિન્દુ લોકોના ટોળેટોળા મંદિર પાસે ઉંમટી પડ્યા હતા અને મૂર્તિ ખંડિત કરનાર શખ્સો સામે રોશની લાગણી લાગણી વ્યક્ત કરી હતી. જેની જાણ કરજણ પોલીસને થતા ટીમના માણસો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ગામમાં વિવિધ જગ્યા પર લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરવાની તથા શંકાસ્પદોની પૂછપરછ હાલમાં કરવામાં આવી રહી છે.

Most Popular

To Top