National

અરવિંદ કેજરીવાલ ED સમક્ષ રજૂ થવા તૈયાર, મુકી આ શર્ત

નવી દિલ્હી: દિલ્હી દારૂના ઘોટાળા કેસમાં પૂછતાછ માટે ઈડી (ED) કેજરીવાલને 8 સમન (Summons) મોકલી ચૂકી છે. તેમ છતા કેજરીવાલ હજુ સુધી તે ઈડીના સામે હાજર નથી. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી (Delhi Chief Minister) અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) 8 સમન્સ બાદ આખરે ઇડી (ED)ના પ્રશ્નોના જવાબ આપવા માટે તૈયાર થયા છે. પરંતુ તેમણે ઇડીના સમનને ગેરકાનૂની ગણાવ્યા છે. તેમ છતા તેઓ જવાબ આપવા માટે ઇડી સમક્ષ રજૂ થશે. આ સાથે જ તેમણે પોતાની હાજરી માટે ઇડી સમક્ષ કેટલીક શરતો રાખી છે.

ઇડી દ્વારા વારંવાર સમન મોકલાયા બાદ તેમજ અનેકો વાર નોટીસ મોકલાયા બાદ આખરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઇડી સમક્ષ હાજર થવાની તૈયારી દર્શાવી છે. પરંતુ પોતાની હાજરી માટે તેમણે ઇડી પાસે નવી તારીખ માંગી છે. તેની સાથે જ તેમણે એક શર્ત પણ મુકી છે. કે તેઓ વીડિયો કોન્ફરંસથી જ ઇડી સમક્ષ રજૂ થશે. તેઓ પ્રત્યક્ષ રીતે હાજર થશે નહીં.

કેજરીવાલે આ તારીખ માંગી
વારંવાર ED સમન્સનો સામનો કરી રહેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ EDના સવાલોના જવાબ આપવા માટે સંમત થયા છે. જોકે તેમણે ED પાસે 12 માર્ચ પછીની તારીખ માંગી છે. આ સાથે કેજરીવાલે બીજી શરત મૂકી છે કે તેઓ વીડિયો કોન્ફરન્સની મદદથી ED સમક્ષ હાજર થશે અને એજન્સીના સવાલોના જવાબ આપશે.

ED વીડિયો કોન્ફરન્સ માટે તૈયાર નથી
પરંતુ પ્રાપ્ત વિગતો મુજબ ED દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પૂછપરછ કરવા તૈયાર નથી. એજન્સી દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલની શારીરિક પૂછપરછ કરવા માંગે છે. EDના સૂત્રોએ કહ્યું છે કે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પૂછપરછ કરવાની કોઈ જોગવાઈ નથી. તમને જણાવી દઈએ કે મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ આઠ સમન્સ છતાં ED સમક્ષ હાજર થયા નથી.

કોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે
એજન્સીએ ED દ્વારા મોકલવામાં આવેલા સમન્સ પર કેજરીવાલના હાજર ન થવા પર કોર્ટનો સંપર્ક કર્યો હતો. જેના પર કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીને 16 માર્ચે કોર્ટની સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. તેમજ AAP કન્વીનરે સવાલ ઉઠાવ્યો હતો કે શું કેન્દ્ર સરકાર અને EDને કોર્ટ પર વિશ્વાસ નથી. તેમણે કહ્યું કે તપાસ એજન્સીએ પોતે આ મામલે કોર્ટનો સંપર્ક કર્યો છે અને તેમણે હવે કોર્ટના આદેશની રાહ જોવી જોઈએ.

Most Popular

To Top