નવી દિલ્હીમાં કોંગ્રેસ (Congress) વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં ગુજરાતના (Gujarat) મામલે પણ ચર્ચા થઈ હોવાની માહિતી મળી છે. ખાસ કરીને...
ગાંધીનગર: (Gandhinagar) રાજય સરકારની જુદી જુદી કચેરીઓ બોર્ડ, કોર્પોરેશન, ગ્રાન્ડેટ સંસ્થાઓ તથા પંચાયતોમાં જો પતિ – પત્ની જુદા જુદા સ્થળે ફરજ (Job)...
સુરત: (Surat) મંત્રીપદ પરથી નીચે ઉતરતા જ વરાછા વિધાનસભાના ધારાસભ્ય (MLA) કુમાર કાનાણીના રંગરૂપ બદલાયા છે. ગુજરાત (Gujarat) રાજ્યનું સમગ્ર મંત્રીમંડળમાં ફેરપલટો...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં (Gujarat) હવે ધીરે ધીરે ચોમાસુ વિદાય તરફ છે ત્યારે દશેરાની રાત્રિથી જ ગુજરાતમાં શિયાળાનું (Winter) આગમન થઈ ચૂકયું છે....
સુરત: (Surat) સુરત શહેરમાં ઠંડીનું (Winter) આગમન થઈ ચૂક્યું છે. બે દિવસથી તાપમાનમાં (Temperature) ઘટાડો નોંધાયા બાદ આજે રાતનું તાપમાન 3 ડિગ્રી...
સુરત: (Surat) ડાયરેકટર જનરલ ઓફ ટ્રેડ એન્ડ રેમેડીઝ (ડીજીટીઆર) દ્વારા બે મહિના પહેલા પોલિએસ્ટર સ્પન યાર્ન (Yarn) (પીએસવાય) પર એન્ટિ ડમ્પિંગ ડયુટી...
સુરત: (Surat) ગૃહ રાજ્યમંત્રી (Home Minister) હર્ષ સંઘવી (Harsh Sanghvi) દ્વારા સામાન્ય લોકોની સમસ્યાને ગંભીરતાથી લઈ તેની ઉપર તુરંત કાર્યવાહી કરવાનો વધુ...
બારડોલી: (Bardoli) સુરત જિલ્લામાં (Surat District) કોરોનાના કેસોમાં (Corona Case) વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ બારડોલીમાં પણ કોરોનાના કેસોમાં ધીમી...
સુરત: (Surat) સુરત શહેરનું રાજકીય કદ હમણા-હમણા બહુ વધી ગયું છે. ભાજપના (BJP) પ્રદેશ પ્રમુખ સુરતના, રાજ્યના મંત્રીમંડળમાં ચાર મંત્રી સુરતના અને...
ભારતીય ક્રિકેટ ટીમના કોચ પદેથી રવિ શાસ્ત્રીને હટાવી દેવાનું લગભગ ફાઈનલ થઈ ગયું છે. T-20 વર્લ્ડ કપ બાદ શાસ્ત્રીને હટાવીને નવા કોચની...
સુરત: (Surat) સરથાણામાં લોન કન્સલ્ટિંગ એજન્ટની પાસેથી લોનના (Loan) આપેલા રૂા. 1 કરોડ પરત મેળવવા માટે તેનું અપહરણ કરીને બે પ્રોપર્ટી લખાવી...
એકતરફ સ્કૂલ, ટ્યૂશનમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની વાતો થઈ રહી છે ત્યાં બીજી તરફ બાળકોમાં કોરોના સંક્રમણના કેસ દિનપ્રતિદિન વધી રહ્યાં છે....
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વારંવાર વાયુ પ્રદૂષણની (Pollution) બૂમ ઊઠી રહી છે. ત્યારે ફરી એકવાર વાયુ પ્રદૂષણ જોખમી આંકની પાસે પહોંચતાં...
સુરત: (Surat) એચપીએચટી સિન્થેટિક ડાયમંડમાં (Diamond) જેમ ચીનની મોનોપોલી છે તેમ સીવીડી લેબગ્રોન ડાયમંડમાં (Labgron Diamond) સુરતની મોનોપોલી છે. સુરતમાં 300 જેટલાં...
સુરત: (Surat) ઓનલાઇન લોન (Online Loan) મેળવતા લોકો માટે લાલબત્તીસમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડિંડોલીમાં રહેતી એક મહિલાએ બજાજ ફાયનાન્સની ઓનલાઇન વેબસાઇટ...
તત્કાલીન વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડો. મનમોહનસિંહની (Dr.Manmohan Sinh) દીકરી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) મંત્રીમંડળના એક કેન્દ્રીય મંત્રી પર બરોબર...
કોંગ્રેસમુક્ત ભારતનું ભાજપનું સપનું ખૂબ જ ઝડપથી આગળ ધપી રહ્યું હોય તેમ લાગે છે. તાજેતરની ચૂંટણીઓમાં કોંગ્રેસના ગઢ સમાન ડાંગ જેવા ગ્રામીણ...
શુક્રવારની રાત્રે KKR (કોલકત્તા નાઈટ રાઈડર્સ)ને હરાવીને ચોથીવાર IPL ચેમ્પિયન બનનાર CSK (ચેન્નાઈ સુપરકિંગ્સ) ના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના (MSDhoni) અંગત જીવન વિશે...
છેલ્લાં કેટલાંય સમયથી કોંગ્રેસ પક્ષમાં (Congress) કાયમી અધ્યક્ષની માંગણી ઉઠી રહી છે. પક્ષના જ કેટલાંક નેતાઓ દ્વારા છૂપી રીતે કોંગ્રેસના અધ્યક્ષના મુદ્દે...
તમારી સામે તમારી મનપસંદ વાનગી હોય અને તમે એ ખાઇ જ ન શકો એવું કયારેક બન્યું છે? જો હા, તો એ એસિડિટીને...
કેમ છો? દિવાળીની તૈયારી કેવી ચાલે છે? ગયા વર્ષની દિવાળીનું સાટું વાળવા આ વખતે ડબલ ખર્ચા ન કરતાં. બજેટમાં જ દિવાળીનું શોપીંગ...
વડોદરા : અસહ્ય મોંઘવારીના વધતા જતા વ્યાપ વચ્ચે પીસાઈ રહેલી જનતા વધુને વધુ મોંઘવારીના ખપ્પરમાં હોમાવા પામી છે.ત્યારે મોંઘવારીના વિરોધમાં વડોદરા શહેર...
વડોદરા : પોતાના જ સંતાનની માતા બનાવ્યા બાદ પ્રેમિકા સાથેના ગૃહકલેશમાં ઉશ્કેરાતા સચીને ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી નાંખી હતી તે ફ્લેટમાં...
છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીના લીધે અમેરિકા દ્વારા વિઝા પ્રક્રિયા બંધ કરી દેવાઈ હતી. દુનિયાભરમાં મોટા ભાગની એરફ્લાઈટ્સ રદ કરી દેવાઈ હતી,...
વડોદરા: પુત્રી સમાન યુવતી સાથે જધન્ય બળાત્કાર ગુજારનાર અશોક જૈનને આજે ધોલેરા-પાણીતાણા રીકન્સ્ટ્રકશન કામે લવાયો હતો. પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ કે ૭૦...
વડોદરા : વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓના કેટલાક સ્વજનો અને મુલાકાતીઓ દ્વારા હોસ્પિટલમાં જ પાન, પડીકી ,ગુટખા ખાઈ ગમે ત્યાં...
વડોદરા : શહેરના ન્યુ સમા રોડ ઉપર આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં રહસ્યમય રીતે મોતને ભેટેલ માતા-પુત્રીના ચકચારી બનાવમાં પતિએ આઈસ્ક્રીમમાં ઝેર ભેરવી...
વડોદરા : શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલ અન્નુ સોસાયટીમાં રહેતી અને બ્યુટીપાર્લરનું કામ કરતી મહિલાના છૂટાછેડા થયા હોવા છતાં પૂર્વપતિ દ્વારા મહિલાને એક...
વડોદરા : કોરોના મહામારીને કારણે વડોદરા શહેરમાં પ્રતિવર્ષ પોલોમેદાન ખાતે ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ નિકા દ્વારા 40 વર્ષથી યોજાતા રાવણ દહનનો કાર્યક્રમ...
વડોદરા : શહેરના આજવા રોડ પર આવેલ જય યોગેશ્વરમાં રહેતા પતિએ તારે ઘરનું કામ કરવાનું નહીં અને તું મારી સાથે રૂમમાં જ...
બોડેલી: ઓરસંગ બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટર અને હાઈવા વચ્ચે જોરદાર ટક્કર : ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
ઈએમઈ સ્કૂલ કેસમાં કર્મચારીને રૂ.5 લાખ વળતરનો મહત્વપૂર્ણ હુકમ
અકોટાની શ્રી અજીત સોસાયટીમાં ‘અશાંત ધારા’ના ઉલ્લંઘનનો આરોપ, વિધર્મી સાથે લગ્નની વિગતો છુપાવી મિલકત ખરીદી?
કર્ણાટક કોંગ્રેસના 30 થી વધુ ધારાસભ્યોનું દિલ્હીમાં ડેરું,કેબિનેટમાં મોટા ફેરફારની માંગ ઉઠી
નોઈડાના ફેઝ-2 અને સેક્ટર-60માં મજૂરોનો ઉગ્ર વિરોધ
RCBના “ટ્રિપલ મેડિકલ ટાઈમઆઉટ” પર સુનીલ ગાવસ્કરનો ગુસ્સો
આશા ભોસલેનું અધૂરું રહી ગયેલું અંતિમ ગીત:“જાને દો,ખુદથી મળવા છે જાને દો” હવે ક્યારેય પૂરું નહીં થાય
‘રાજનીતિ કી કિતાબ’ :દેશના રાજકારણની વાસ્તવિકતાનું નિરૂપણ
વેજલપુરમાં ચૂંટણી પૂર્વે પોલીસનો લોકદરબાર: DYSPનું માર્ગદર્શન, શાંતિપૂર્ણ મતદાન માટે અપીલ
‘ચામાં ઊંઘની દવા ભેળવી મત ચોરી કરશે’ બંગાળમાં CM મમતા બેનર્જીનો BJP પર ગંભીર આરોપ
સુભાનપુરાના વર્ધમાન કોમ્પ્લેક્સમાં પ્રથમ માળે શોર્ટ સર્કિટથી આગ ભભૂકી
ક્યા સોચા, ક્યા પાયા?મનનાં માનસરોવરમાં મારો ડૂબકી
‘ઉર્દૂ જ્યાં બોલાય છે ત્યાં જાઓ, અહીં બંગાળી ચાલશે’ બંગાળમાં CM યોગીનો TMC પર તીખો પ્રહાર
સુરેલી ગ્રામ પંચાયત સામે RTI: ૧૫ મુદ્દાની માહિતી ન મળતા મામલો TDO સુધી પહોંચ્યો
રાઈટ ટુ ડીસકનેક્ટ
અંકોડીયા નર્મદા કેનાલમાં દુર્ઘટના: બે મિત્રો ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો – બીજાની શોધ ચાલુ
હવે વૃદ્ધ થઇ ગયો આ માનસિકતા બદલો
‘સનાતનના અપમાનનો જવાબ તમિલનાડુની જનતા મતથી આપશે’, BJPનો DMK પર કડક પ્રહાર
છીછરી મર્દાનગી
આલોચના સહન ન કરી શક્યા ટ્રમ્પ! યુદ્ધ મુદ્દે બોલનાર પોપ લિઓને “નબળા” અને “ટેરિબલ” કહીને નિશાન બનાવ્યા
વિશ્વયુદ્ધના ઉંબરેથી પાછા ફરતા ટ્રમ્પ!
ક્યારેક પાકિસ્તાની ક્રિકેટરે આપ્યો હતો ધર્મ બદલવાનો ઑફર, હવે શ્રીલંકાના દિલશાન ભારતના મંદિરોમાં કરી રહ્યા દર્શન
હોમિયોપેથી
ભારતની ન્યુક્લિયર ડૉક્ટરીન: ઠોસ રણનીતિનાં ધીમાં અને મક્કમ પગલાંની અનિવાર્યતા
અમેરિકા અને ઇરાન બંને માટે હવે યુદ્ધ એજ કલ્યાણ
યુરોપિયન દેશ Hungaryની રાજનીતિમાં મોટો રાજકીય ફેરફાર,16 વર્ષ બાદ સત્તાથી બહાર
ઈરાન યુદ્ધની અસર
મંચ પર ભાવુક ક્ષણ:સોનુ નિગમે આશા ભોસલેના પગ ધોઈ લીધા આશીર્વાદ,RSS પ્રમુખ મોહન ભાગવત બન્યા હતા સાક્ષી
સુરતીઓ માટે આનંદના સમાચાર
પાકિસ્તાનમાં વાતચીત નિષ્ફળ
નવી દિલ્હીમાં કોંગ્રેસ (Congress) વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં ગુજરાતના (Gujarat) મામલે પણ ચર્ચા થઈ હોવાની માહિતી મળી છે. ખાસ કરીને ગુજરાતમાં નવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ (Region Congress President) અને વિપક્ષના નવા નેતાની વરણી જલદીથી થાય તેવા ચક્રો ગતિમાન થયા છે. જેમાં નવા જ નેતાની પણ પસંદગીની પણ સંભાવના રહેલી છે, આ ઉપરાંત હાર્દિક પટેલ (Hardik Patel), ભરતસિંહ સોલંકી તથા અર્જુન મોઢવાડિયાની પણ પસંદગીની સંભાવના રહેલી છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસની રાજનીતિમાં મોટી હલચલ થવાના એંધાણ છે. યુવા નેતાઓ હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીને (Jignesh Mevani) દિલ્હીથી તેડુ આવતા ગુજરાત કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ થવાની શક્યતા છે.

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ ગુજરાત કોંગ્રેસના પ્રબારી રઘુ શર્માએ કહ્યું હતું કે, ગુજરાતમાં ખુબ જલદીથી નવા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખની તથા વિપક્ષના નેતાની વરણી થઈ જશે. આગામી નજીકના દિવસોમાં ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠનનું માળખું મજબૂત કરાશે. જિલ્લાઓમાં પણ સંગઠનની દષ્ટિએ નવી નિમણૂંકો કરાશે. અમે ભાજપને આગામી 2022ની ચૂંટણીમાં એક મજબૂત પડકાર ફેંકીશું.
આમ આદમી પાર્ટી વિશે પૂછાયેલા પ્રશ્નનાં જવાબમાં તેમણે કહ્યું હતું કે, આપ પાર્ટી ચૂંટણી લડી શકે તેવી સ્થિતિમાં જ નથી. તેમ છતાં તે કોના ફાયદા માટે ચૂંટણી લડી રહી છે તે ગુજરાતની પ્રજા સારી રીતે જાણે છે. ભાજપે 2017ની ચૂંટણી જેમના નેતૃત્વમાં લડી હતી તે આખી સરકાર ભાજપના હાઈકમાન્ડે બદલી નાંખી, હવે તેનું કારણ પણ ગુજરાતની પ્રજાને બતાવવું જોઈએ. ગુજરાતમા બેરોજગારી, ખેડૂતોની સ્થિતિ, દલિતો, યુવાઓ ની સ્થિતિ ના મામલે ગુજરાત કોંગ્રેસ હવે પ્રજાને અવાજ બનશે.
ગુજરાતમાં એક વર્ષમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે. ત્યારે હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી પર કોંગ્રેસ મોટો દાવ ખેલે તો નવાઈ નહીં. ગુજરાત કોંગ્રેસમાં ધરમૂળથી પરિવર્તન શકે છે. ગુજરાત કોંગ્રેસ લાંબા સમય બાદ પ્રદેશ નેતાઓમાં નવા ચહેરાઓના સ્થાન આપી શકે છે. આ કારણે એવામાં યુવા પ્રદેશ પ્રમુખની પસંદગીથી કાર્યકર્તાઓમાં પણ નવો જોશ આવશે અને કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાઈ શકે.
બીજી તરફ કોંગ્રેસમાં અધ્યક્ષ પદની ચૂંટણી એક વર્ષ માટે ટળી ગઇ છે. હવે કાયમી અધ્યક્ષ પર નિર્ણય આગામી વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં થશે. આ નિર્ણય શનિવારે આયોજિત થયેલી કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC) ની બેઠકમાં થયો. બેઠક બાદ કોંગ્રેસ સંગઠન મહાસચિવ કે સી વેણુગોપાલ અને પાર્ટી મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સંગઠનાત્મક ચૂંટણીનો કાર્યક્રમ સાર્વજનિક કર્યો. વેણુગોપાલે જણાવ્યું કે પાર્ટી 1 નવેમ્બરથી દેશભરમાં સદસ્યતા અભિયાન ચલાવશે. આ અભિયાન આગામી 31 માર્ચ સુધી ચાલશે.
ત્યારબાદ 15 એપ્રિલ સુધી તમામ સભ્યો અને ચૂંટણીના દાવેદારોની યાદી જિલ્લા કોંગ્રેસ (Congress) કમિટીઓ તરફથી પ્રકાશિત કરવામાં આવશે. પછી 16 એપ્રિલથી 31 મે વચ્ચે બ્લોક કોંગ્રેસ કમિટીઓ અને બૂથ સમિતિઓના અધ્યક્ષોની ચૂંટણી યોજાશે. ત્યારબાદ 1 જૂનથી 20 જુલાઇ દરમિયાન જિલ્લા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષો, ઉપાધ્યક્ષો અને કાર્યકારી સમિતિની ચૂંટણી કરાવવામાં આવશે.