Vadodara

સીએ અશોક જૈનનો રીકન્સ્ટ્રકશનનો બીજો દોર પુરો થતા વડોદરા લવાશે

વડોદરા:  પુત્રી સમાન યુવતી સાથે જધન્ય બળાત્કાર ગુજારનાર અશોક જૈનને આજે ધોલેરા-પાણીતાણા રીકન્સ્ટ્રકશન કામે લવાયો હતો. પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ કે ૭૦ વર્ષીય અશોક જૈન ૮ દિવસના રિમાન્ડ પર છે. રીકન્સ્ટ્રકશનના બીજા રાઉન્ડમાં વડોદરાથી અમદાવાદ, ધોલેરા, પાલીતાણા માં છુપાયો હતો. તે ગેસ્ટહાઉસ હોટલ આશ્રમસ્થાનો પર લઈ જવાયા હતો. સબંધિત લોકોની ઘનિષ્ઠ પુછતાછ પણ કરાઈને નિવેદન લેવાયા હતા અને ટીમે ગુના સંલગ્ન હોટલ રજીસ્ટર, સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ સહિતના મહત્વના પુરાવા એકત્ર કરીને ખુટતી કડીઓ જોડવા કાર્યવાહી આદરી હતી. 

તા.૧૬ ના રોજ આરોપી અશોકના રિમાન્ડ પુરા થતા હોવાથી કોર્ટમાં રજુ કરવો પડશે. જેથી આરોપીને લઈને ટીમ આજે રાત્રે અથવા સવાર સુધીમાં આવી પહોંચે તેવી સંભાવના વ્યકત કરાઈ હતી.  સમગ્ર બનાવ હનીટ્રેપનો મનાઈ રહ્યો છે. પાવાગઢ મંદિરના તત્કાલીન ટ્રસ્ટી હેમંત ઉર્ફે રાજુ ભટ્ટ અને શહેરના ખ્યાતનામ સી.એ.અશોક જૈનને યુવતી સાથે રંગરલીયા મનાવતી પળો કેમેરામાં કેદ કરીને કંડારી લીધા બાદ બ્લેકમેલ કરવાના ઈરાદે અલ્પેશ વાઘવાણી ઉર્ફે અલ્પુ સીંધીએ જ ફિલ્મ સ્ટોરી જેવો તખ્તો ગોઠવ્યો હતો.

પડદા પાછળ રહીને ભેદી ભુમીકા ભજવવા જતા અલ્પુ સીંધીનો રોલ પણ ઉઘાડો પડી જતા પોલીસ સકંજામાં આવી ગયો હતો. પોલીસ ટીમ ખુદ હવે કેમેરાના મેમરી કાર્ડ મેળવવા મચી પડી છે. તદઉપરાંત આધુનિક કેમેરા હોય તો સીધુ કનેકશન મોબાઈલમાં પણ સેટ કરીને રેકોર્ડીંગ કરી શકાય તેવુ હશે તો પણ આરોપીઓના મોબાઈલ અેફએસએલમાંથી પરીક્ષણ બાદ આવી જશે. એટલે સુત્રધાર કોણ છે? હનીટ્રેપ હતી કે કેમ? બ્લેક મેઈલીંગની પણ શક્યતા સેવાઈ રહી છે. જે તમામ મુદ્દા હાલ તો ફોક્સ પડી રહ્યો છે.

Most Popular

To Top