Sports

મહેન્દ્રસિંહ ધોનીના ફેન્સ માટે ખુશખબર, માહી ફરી બનશે પિતા

શુક્રવારની રાત્રે KKR (કોલકત્તા નાઈટ રાઈડર્સ)ને હરાવીને ચોથીવાર IPL ચેમ્પિયન બનનાર CSK (ચેન્નાઈ સુપરકિંગ્સ) ના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના (MSDhoni) અંગત જીવન વિશે એક સમાચાર આવ્યા છે. માહી ફરી પિતા બની રહ્યો હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યાં છે. ધોનીની પત્ની સાક્ષી પ્રેગ્રન્ટ (Sakshi Dhoni Pregnant) હોવાની વાત ફેલાઈ રહી છે. હજુ આ વિશે ધોની કે તેની પત્ની સાક્ષી તરફથી કોઈ ઓફિશ્યિલ કન્ફર્મેશન મળ્યું નથી.

શુક્રવારે ફાઈનલ દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાં બેસી ઉજવણી કરી રહેલી સાક્ષીને જોઈ એવું લાગી રહ્યું હતું, જાણે તે પ્રેગ્રન્ટ હોય. અહીંથી જ આ વાત ઉઠી હતી. જે થોડા જ કલાકોમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગી હતી. સોશિયલ મીડિયા મુજબ સાક્ષી ધોની ગર્ભવતી હોવાની વાતને સુરેશ રૈનાની પત્નીએ સમર્થન આપ્યું છે.

સુરેશ રૈનાની પત્ની પ્રિયંકાએ એ કન્ફર્મ કર્યું છે કે સાક્ષી ધોની ફરીથી માતા બનવા જઈ રહી છે. આ સમાચાર બહાર આવતા જ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થવા લાગી છે. કેપ્ટન કૂલના ફેન્સ તેમને શુભેચ્છા પાઠવી રહ્યાં છે.

મૂળ દહેરાદૂનની રહેવાસી સાક્ષીએ 4 જુલાઈ 2010ના રોજ મહેન્દ્રસિંહ ધોની સાથે લગ્ન કર્યા હતા. સાક્ષીએ હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે. તે બેંગોલ હોટલમાં ટ્રેઈની તરીકે કામ કરી ચૂકી છે. સાક્ષી અને ધોની બાળપણથી એકબીજાને ઓળખતા હતા. જોકે, ત્યાર બાદ તેઓ અલગ થયા હતા.

દસ વર્ષ બાદ બંનેની કોલકત્તામાં મુલાકાત થઈ હતી. બે વર્ષની દોસ્તી બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. સાક્ષી અને ધોનીને ઝીવા નામની એક દીકરી છે. ઝીવાનો જન્મ ફેબ્રુઆરી 2015માં થયો હતો. હવે 6 વર્ષની ઝીવાને રમવા માટે એક સાથીદાર મળશે.

Most Popular

To Top