Vadodara

હત્યારા તેજસને કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

વડોદરા : શહેરના ન્યુ સમા રોડ ઉપર આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં રહસ્યમય રીતે મોતને ભેટેલ માતા-પુત્રીના ચકચારી બનાવમાં પતિએ આઈસ્ક્રીમમાં ઝેર ભેરવી દઈ પત્ની અને પુત્રીને ખવડાવ્યાબાદ ગળુ દબાવી હત્યા કરી હોવાનો પર્દાફાશ પોલીસ તપાસમાં થયો છે. પોલીસે આરોપી પતિની ધરપકડ કર્યાબાદ આજે કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. પોલીસે તપાસ દરમિયાન હત્યારા પતિ તેજસના મોબાઇલની કોલ્સ ડીટેલ અને વોટ્સએપ ચેટ મેળવવા તજવીજ કરી છે.

ન્યૂ સમારોડના ચંદનપાર્કમાં સસરાના મકાનમાં ચોથે માળે રહેતા અને મોલમાં નોકરી કરતા તેજસ પટેલે તેની 36 વર્સીય પત્ની શોભનાબેન અને 6 વર્ષીય પુત્રી કાવ્યાની આઇસ્ક્રિમમાં ઉંદર મારવાની દવા પીવડાવી ગળું દબાવીને હત્યા કર્યાના ચકચારી બનાવમાં પોલીસે હત્યારા પતિ તેજસની ધરપકડ કરી છે. ધરપકડબાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ અર્થે 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તેજસે પત્ની અને પુત્રીની હત્યા કરી તેની પાછળ બે થી ત્રણ કારણો જણાઇ આવ્યા છે.જેમાં નજીવા કારણોસર પત્ની સાથેની ઘરેલુ તકરાર,  નણંદના છૂટાછેડાના કેસને લગતી બાબત, ઘરજમાઇ તરીકે મનમાની કરી શકતો ન હતો. તેમજ સાથે નોકરી કરતી યુવતીના એકતરફી પ્રેમ હોવાનું મનાય છે.

પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, માતાપુત્રીના હત્યાના બનાવની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે. તેજસે સહકર્મી યુવતીને પ્રપોઝ પણ કર્યુ હતું. પરંતુ તે પરિણીત હોવાથી યુવતી તેને બહુ રિસ્પોન્સ આપતી ન હતી. તેજસે યુવતીને વોટ્સએપ પર પણ મેસેજો મોકલ્યા હતા. જે પૈકી કેટલીક ચેટ ડિલિટ કરી દીધી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પોલીસે તેજસની કોલ્સ ડીટેલ તેમજ વોટ્સએપ ચેટ તપાસવા માટે તેનો મોબાઇલ ફોન ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યો છે. તેમજ તેજસે પત્ની અને પુત્રીની હત્યા કરી તેના મુખ્ય કારણો ક્યાં છે. તે અંગે પોલીસ જીણવટભરી તપાસ કરી રહી છે. જે પૈકી એક કારણ એક તરફી પ્રેમ પ્રકરણ પણ મનાઇ રહ્યું છે.

Most Popular

To Top