Vadodara

તારે ઘરનું કામ કરવાનું નહીં, મારી સાથે રૂમમાં જ રહે કહી પતિનો હુમલો

વડોદરા : શહેરના આજવા રોડ પર આવેલ જય યોગેશ્વરમાં રહેતા પતિએ તારે ઘરનું કામ કરવાનું નહીં અને તું મારી સાથે રૂમમાં જ રહે તેમ કહેતા પત્નીએ કામ કરવું પડશે. તેમ જણાવતા પતિએ પત્ની ઉપર ચપ્પુ વડે હુમલો કરતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે. પોલીસે પત્નીની ફરિયાદના આધારે હુમલાખોર પતિ વિરુદ્ધ વિરુદ્ધ ધાકધમકી, મારઝૂડની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના આજવા રોડ પર આવેલ જય યોગેશ્વરમાં રહેતા વાલીબેન રાહુલ ગઢવી પરિવાર સાથે રહે છે અને ઘરકામ કરે છે. ગુરુવારના રોજ સવારે 9 વાગ્યાના અરસામાં વાલીબેન તેમના ઘરમાં હાજર હતા.

ત્યારે તેમના પતિ રાહુલ લાભુભાઈ ગઢવીએ તેણીને જણાવ્યું હતું કે, તારે ઘરનું કામ કરવાનું નહીં અને તું મારી સાથે રૂમમાં જ રહે. દરમિયાન વાલીબેને મારે ઘરનું કામ કરવું પડશે. જેથી હું રૂમમાં બેસી નહિ શકું. ત્યારે રાહુલ એકદમથી ઉશ્કેરાય ગયો હતો અને બીભત્સ ગાળો આપી ઘરમાં પડેલું ચપ્પુ લાવી ચપ્પુ વડે તેણીની ઉપર હુમલો કરી ડાબા હાથમાં ગંભીર ઇજા પહોંચાડી હતી. જેથી બનાવ અંગે વાલીબેને પતિ રાહુલ ગઢવી વિરુદ્ધ બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાહુલ વિરુદ્ધ ધાકધમકી, મારઝૂડની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top