Surat Main

સુરતના લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનાં પ્રચાર માટે ચીન, દુબઈ, હોંગકોગ, બેંગકોક અને થાઈલેન્ડમાં કરાશે આ કામ

સુરત: (Surat) એચપીએચટી સિન્થેટિક ડાયમંડમાં (Diamond) જેમ ચીનની મોનોપોલી છે તેમ સીવીડી લેબગ્રોન ડાયમંડમાં (Labgron Diamond) સુરતની મોનોપોલી છે. સુરતમાં 300 જેટલાં જ્વેલરી મેન્યુફેકચર હવે લેબગ્રોન ડાયમંડમાંથી જ્વેલરી બનાવવાનું કામ મોટા પાયે ચાલી રહ્યું છે. તેને લઈને સુરત લેબગ્રોન ડાયમંડ જ્વેલરી એસોસિએશન (Diamond Jewelery Association) દ્વારા સુરતમાં બનેલી જ્વેલરી વૈશ્વિક સ્તરે લઈ જવાનું આયોજન કરવામાં આવ્યું છે.

એસોસિએશનના પ્રમુખ બાબુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, સુરતમાં તૈયાર થતો લેબગ્રોન સીવીડી ડાયમંડ અને તેમાંથી બનતી જ્વેલરી વિશ્વના મહત્વના બાયર દેશો સુધી પહોંચી શકે તે માટે આગામી દિવસોમાં લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનાં પ્રચાર માટે ચીન, દુબઈ, હોંગકોગ, બેંગકોક અને થાઈલેન્ડમાં રોડ શો કરાશે. અત્યારે સુરતમાં 20 સેન્ટથી લઈ 2 કેરેટ સુધી સોલિટેર લેબગ્રોન સીવીડી ડાયમંડમાંથી જ્વેલરી બની રહી છે.

અત્યારે દુબઈ અને હોગકોંગના માર્કેટથી તેનું વેચાણ થઈ રહ્યું છે. મેન્યુફેકચરર હવે સીધા વૈશ્વિક માર્કેટ સુધી પહોંચવા માંગે છે. સીવીડી ડાયમંડ માટે અલગથી એચએસએન કોડ આપવામાં આવ્યો છે અને ઈન્ટરનેશનલ જેમોલોજી લેબ તેનું સર્ટિફિકેશન કરી રહી છે. જેને વિશ્વમાં માન્યતા મળી છે. આ વેપાર નેચરલ ડાયમંડની જેમ વિકસે તે માટે સુરત લેબગ્રોન ડાયમંડ જ્વેલરી એસોસિએશનની 11 લોકોની ટીમ સુરતમાં એક્ઝિબિશન પહેલાં વિદેશમાં રોડ શો કરશે અને આંતરરાષ્ટ્રીય બાયરને આમંત્રણ આપશે.

સુરતની આ ડાયમંડ કંપનીનું લાયન્સ રદ કરી દેવાયું

સુરત: ચાર મહિના અગાઉ સચીનમાં આવેલ સુરત સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનમાં (Sachin Special Economic Zone) આવેલી મીત કાછડિયાની માલિકીની ગણાતી યુનિવર્સલ ડાયમંડ (Universal Diamond) કંપની સામે સિન્થેટિક-સિવિડી ડાયમંડ ઈમ્પોર્ટ (CVD Diamond)કરી નેચરલ ડાયમંડ એક્સપોર્ટ (Export Scam) કરવાના કૌભાંડમાં સેઝના ડેવલપમેન્ટ કમિશનર દ્વારા યુનિવર્સલ ડાયમંડનું લાયસન્સ આખરે સસ્પેન્ડ કરી દીધું છે.

અત્યારે કસ્ટમ ડિપાર્ટમેન્ટ 20 બોક્સમાં મળેલા ડાયમંડનું વેલ્યુએશન કરાવી રહી છે. કારણકે આ બનાવમાં કસ્ટમ પછી બીજી એજન્સી ડીઆરઆઈ પણ જોડાઈ હતી આ કોભન્ડનો મુખ્ય આરોપી મીત કાછડિયા હજી ફરાર છે. સુરત સેશન્સ કોર્ટમાં તેની આગોતરા જામીન અરજી પણ નામંજૂર થઈ હતી. તપાસ અધિકારીઓ હવે આ હીરા કઈ પેઢીઓના હતા તેની તપાસમાં જોતરાઈ છે. ફેબ્રુઆરી 2020મા કંપની શરૂ થઈ હતી અને સપ્ટેમ્બરમાં તેની પર અમદાવાદ કસ્ટમે આકસ્મિક દરોડા પાડ્યા હતા. અધિકારીઓને બાતમી મળી હતી કે સિન્થેટિક ડાયમંડની આડમાં નેચરલ ડાયમંડ વિદેશ મોકલી મોટી ગેરરીતિ આચરવામાં આવી હતી. કસ્ટમને 60 કરોડની કિંમતના બે કન્સાઇન્મેન્ટ યુનિવર્સલ ડાયમંડમાંથી મળી આવ્યા હતાં. જેમાં નેચરલ ડાયમંડ સાથે સીવીડી ડાયમંડની ભેળસેળ કરવામાં આવી હતી.

Most Popular

To Top