Business

એસિડિટીથી પરેશાન?

તમારી સામે તમારી મનપસંદ વાનગી હોય અને તમે એ ખાઇ જ ન શકો એવું કયારેક બન્યું છે? જો હા, તો એ એસિડિટીને કારણે થાય છે. સામાન્ય રીતે એસિડિટી કયારેક ને કયારેક તો બધાંને થાય જ છે. એસિડિટીનાં કારણો છે- બે ભોજન વચ્ચે લાંબો સમયગાળો, ખાલી પેટે ચા, કોફી, ધૂમ્રપાન કે શરાબનું વધુ પડતું સેવન. એસિડિટીથી છૂટકારો મેળવવા આપણે જાત જાતના ઉપાયો, દવાઓ અજમાવી જોઇએ છીએ પરંતુ તમને કદાચ ખ્યાલ ન હોય તો એનો ઇલાજ આપણા કિચનમાં જ છે. એસિડિટીથી છૂટકારો મેળવવા આ ઘરેલુ ઉપાયો અજમાવી જુઓ.

  • તુલસી
  • તુલસીનાં પાન સ્વાસ્થ્ય ગુણોથી ભરપૂર છે. એનાથી એસિડીટીમાં તરત રાહત મળે છે. જો તમને એસિડીટીનો જરા પણ અહેસાસ થતો હોય તો ચાર -પાંચ તુલસીનાં પાન ચાવી જાવ. એસિડિટી માટે આ સૌથી સારો ઘરેલુ ઉપાય છે.
  • કેળાં
  • કેળાં એસિડ રીફલકસ સામે કામ કરે છે. આ સૌથી સરળ ઉપાય છે. તમને એસિડીટી હોય તો એક કેળું ખાઇ શકો છો.
  • ઠંડું દૂધ
  • પેટમાં ગેસ્ટ્રિક એસિડને સ્થિર કરવામાં ઠંડું દૂધ મદદ કરે છે. એમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. જે પેટમાં એસિડ ઉત્પન્ન થતું અટકાવે છે. એક ગ્લાસ ઠંડું દૂધ પીવાથી રાહત મળે છે.
  • જીરું
  • જીરામાં એસિડ ન્યૂટ્રલાઇઝર હોય છે જે ખોરાકનું સહેલાઇથી પાચન કરે છે અને પેટદર્દમાં પણ રાહત આપે છે. એસિડીટી દૂર કરવા શેકેલા જીરાનો પાઉડર પાણીમાં મિકસ કરી પીવાથી રાહત મળે છે.
  • એપલ વિનેગર
  • એપલ વિનેગર ઘણી બીમારીમાં ફાયદો કરે છે. એક કપ પાણીમાં બેથી ત્રણ ટેબલસ્પૂન એપલ વિનેગર મિકસ કરી દિવસના બે વાર લો. એસિડીટીમાં રાહત મળશે.
  • છાશ
  • આયુર્વેદમાં છાશને ઘણી ફાયદાકારક માનવામાં આવે છે. ભારે અને મરીમસાલાયુકત ભોજન ખાધા બાદ એન્ટાસિડથી રાહત મેળવવા માટે છાશ ચોકકસ પીઓ. સારું પરિણામ મેળવવા તમે એમાં કાળા મરી કે એક ટેબલસ્પૂન વાટેલી કોથમીર પણ મિકસ કરી શકો.
  • વરિયાળી
  • ભોજન બાદ વરિયાળી ચાવવી સારો વિકલ્પ છે. એનાથી પેટની અમ્લતા અટકે છે. શોધ અનુસાર જો તમે વરિયાળીની ચા પીઓ તો એનાથી ડાઇજેસ્ટ સિસ્ટમ બરાબર રહે છે અને એસિડિટી થતી નથી.
  • તજ
  • વાનગીમાં તજનો ઉપયોગ કરવો જોઇએ. એમાં કુદરતી એન્ટાસિડ હોય છે. એનાથી પેટ બરાબર રહે છે. એસિડિટીમાં રાહત મેળવવા તજની ચા પીઓ.
  • ગોળ તમે તમારા વડીલોને જમ્યા બાદ ગોળ ખાતાં જોયા હશે. ગોળમાં સારી માત્રામાં મેગ્નેશ્યમ હોય છે. જેનાથી આંતરડાંની શકિત વધે છે. જમ્યા બાદ ગોળનો એક નાનો ટુકડો ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે. ગોળ શરીરનું તાપમાન સામાન્ય રાખે છે અને પેટને ઠંડું કરે છે. એનાથી એસિડિટીની સમસ્યા પણ ઘટે છે.
  • આદુ
  • ઘણા સ્વાસ્થ્ય લાભના ગુણોનો ખજાનો આદુ બહુ અસરકારક છે. એસિડિટીથી છૂટકારો મેળવવા એક ટુકડો આદુ ચાવો. આ સિવાય તમે દિવસના બે-ત્રણ વાર આદુનો રસ પણ પી શકો.
  • લવિંગ
  • પેટ સંબંધિત ઘણી બીમારીઓનો ઇલાજ લવિંગ છે. વાનગીમાં લવિંગનો ઉપયોગ કરો. એસિડિટીમાં રાહત મેળવવા લવિંગ એલચી વાટીને ખાવ.

Most Popular

To Top