દિવાળી આડે હવે એક જ મહિનાનો સમય બાકી છે, ત્યારે સુરતના કાપડ ઉદ્યોગમાં વેપારી અને મિલ માલિકો વચ્ચે ઘર્ષણ શરૂ થયું છે....
હથોડા: ઉદ્યોગોથી ઘેરાયેલા તેમજ કોસંબા (Kosamba) અને તરસાડી સહિત આસપાસનાં 25થી 30 ગામો (Village) સમાયેલાં હોવાથી એક લાખથી વધુ વસતી ધરાવતો કોસંબા...
તહેવારોની મોસમ આવી રહી હોય એરકનેક્ટિવિટીમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા શારજાહ-સુરતની ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત બાદ...
વિશ્વ વિખ્યાત પાકિસ્તાની હાસ્ય કલાકાર (Comedian) ઉમર શરીફનું (Umar Sharif) આજે એટલેકે 2 ઓક્ટોબર 2021 ના રોજ 66 વર્ષની વયે જર્મનીમાં અવસાન...
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજ્યંતિને 2 ઓક્ટોબરના દિવસે દેશવાસીઓનું માથું ગર્વથી ઊંચું થઈ જાય તેવો પ્રસંગ લેહના પહાડોમાં બન્યો છે. અહીં વિશ્વનો...
રાજકોટની હોટલમાં ન્યૂડ પાર્ટીનો વીડિયો વાયરલ થયો (Rajkot Nude Party viral video)તે ઘટનામાં પોલીસ હજુ હવામાં બાંચકા ભરી રહી છે. વીડિયો ક્યારે...
સુરત: (Surat) સુરતમાં 2 દિવસ વરસાદે વિરામ લેતા મનપાએ તાબડતોબ રસ્તાનું રીપેરીંગ શરૂ કરી દીધું હતુ. લગભગ 12 કિ.મી રસ્તાના પેચવર્ક કરાયું...
સુરત: (Surat) દસ વર્ષ અગાઉ બાંધકામ પ્રોજેક્ટમાં (Construction Project) મકાન આપવાના નામે 45 લોકો સાથે છેતરપિંડી (Cheating) કરનારા નાનપુરાના મોદીબંધુઓએ ગુરુવારે કોર્ટમાં...
હાલમાં દેશમાં કોરોના વેક્સીનીશેનની (Covid-19 Vaccine) પ્રક્રિયા ખૂબ ઝડપથી ચાલી રહી છે. દેશના કરોડો નાગરિકોએ રસીના બંને ડોઝ લઈ પોતાની જાતને સુરક્ષિત...
પોતાની ફિલ્મો સિવાય બોલીવુડ (Bollywood) અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) પોતાની સ્ટાઇલિશ લાઈફ સ્ટાઇલ (Life style) માટે હમેશ હેડલાઇન્સ (headlines)માં રહે છે. આ...
સુરત: (Surat) બિહારથી સુરત ફ્લાઇટમાં આવીને એટીએમ કાર્ડનું (ATM Card) ક્લોનિંગ (Cloning) કરી તેમાંથી લાખો રૂપિયા ઉપાડી લેનાર ઠગને ડિંડોલી પોલીસે બિહારથી...
સરહદ વિવાદ (border controversy)ને લઈને ચીન (china) સાથે ચાલી રહેલ ઝઘડા વચ્ચે ભારતીય સેના (Indian Army)એ પૂર્વ લદ્દાખ (Ladakh)ના ફોરવર્ડ એરિયામાં પ્રથમ...
ગયા અઠવાડિયે ગુલાબ વાવાઝોડાની આડઅસરના લીધે ડીપ ડિપ્રેશન સર્જાયું હતું, (Gulab Cyclon Effect Heavy Rain In Gujarat, Maharashtra, Madhyapradesh) જેના લીધે ગુજરાત,...
રાજ્યમાં દારૂબંધી છે, પરંતુ તેનું કેટલું પાલન થાય છે તે સૌ કોઈ જાણે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ-વાપીમાં દારૂબંધી જેવું કશું...
લોકો વિમાનની મુસાફરી એટલા માટે કરતા હોય છે કે તેઓ ઓછા સમયમાં પોતાનાં ગંતવ્ય સ્થાને પહોંચી શકે. આ માટે સ્થાનિક લોકો ઘરેથી...
પશ્ચિમના દેશો કરતાં પણ ભારતમાં હૃદયરોગના મિડલ એજનાં દર્દીઓ વધુ જોવા મળી રહ્યાં છે. જો આપણે જાગીએ નહીં તો કેન્સર પછી હૃદયરોગ...
એક માણસ જિંદગીથી થાકેલો અને હારેલો આમથી તેમ રખડતો હતો.પોતાના જીવનમાં રહેલી અગણિત મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો.એક દિવસ...
ફાયર સેફ્ટીના સાધનો નહીં રાખનાર ખાનગી ઈમારતો પાસે મસમોટા દંડ ઉઘરાવવામાં આવે છે પરંતુ સરકારી ઈમારતો પર કોઈ ધ્યાન રાખતું નથી. રોજ...
ભાજપ ગમે એટલા લોચા મારે, નાલાયકીનું પ્રદર્શન કરે તો પણ આ સ્પર્ધામાં ગાંધી કુટુંબથી આગળ નહીં નીકળે શકે. કોઇ લાયકાત વગરના (માત્ર...
દુબઈ : આજે ભારત (India) વિશ્વમાં સૌથી ખુલ્લા દેશો પૈકી એક છે અને તે મહત્તમ વિકાસ આપે છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર...
જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 ને અંશત: નાબૂદ કરી તેને રાજયના સ્તર પરથી કેન્દ્રશાસિત પ્રદેશના સ્તરે ઉતારવાની ઘટનાને બે વર્ષ...
સપ્ટેમ્બર મહિનો પુરો થતા ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું છે કે દેશમાં આ વખતે ચોમાસુ સામાન્ય રહ્યું છે. હવામાન વિભાગે ચોમાસામાં વરસાદ...
સુરત: ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશન (FogWa) દ્વારા શુક્રવારે શહેર પોલીસ કમિશનર અજય તોમરને (Surat Police Commissioner Ajay Tomar)આવેદનપત્ર આપી કાપડ...
આણંદ : આણંદના અડાસ ગામે રહેતી 21 વર્ષિય પરિણીતાને સાસરિયાએ ત્રાસ આપતાં કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે તેના...
યુપી (UP)ના ઔદ્યોગિક શહેર કાનપુર (Kanpur)માં પત્ની (wife) અને બાળક (children) સાથે એક વેપારીની હત્યા (merchant murder)થી સામાન્ય લોકોની સાથે પોલીસ (police)...
સુખસર: સુખસર માર્કેટયાર્ડ ખાતે જન આશીર્વાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભાજપના આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.આ...
દેશના સૌથી સ્વચ્છ અને નિરોગી ગામની ઉપાધિ મેળવનાર પાલનપુરના પીપળી ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi live streaming pipli) આજે ગાંધીજીના...
દાહોદ: સંજેલી પંચાયત દ્વારા વાંચનાલયનો પંચાયત સભ્યો અને ગ્રામજનોને અંધારામાં રાખીને ફરસાણના વેપારી અને સંજેલીના પ્રખ્યાત કરિયાણાના વેપારીને બારોબાર ઠરાવ કરી...
કાલોલ: કાલોલ શહેરમાં ગુરૂવારે રાત્રે પાલિકા કચેરીના પાછળના વિસ્તારમાં આવેલી અને ખુબ જુની તો નહીં પરંતુ ભ્રષ્ટાચારના ભોગે મહદઅંશે જર્જરિત બની ગયેલી...
દાહોદ: દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ પોલીસ મથકની નજીક માં પંચેલા ગામે રહેતા એપીએમસીના ચેરમેન તેમજ આ વિસ્તાર ના ભાજપના અગ્રણી ને ત્યાં...
શરદ પવારની તબિયત ફરી લથડી, પુણે હોસ્પિટલમાં દાખલ કરાયા
ટ્રમ્પે 24 કલાકમાં વૈશ્વિક ટેરિફમાં 5% વધારો કર્યો: પહેલા 10%, હવે 15% ટેરિફ લાગુ કર્યો
હિંદુ સમાજની એકતા અને સમરસતા માટે કાલોલ ખાતે વિરાટ હિંદુ સંમેલનની તડામાર તૈયારીઓ
અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઈ હુમલો: 16ના મોત, પાકનો દાવો 7 TTP કેમ્પોને નિશાન બનાવ્યા
રાજ્ય બહારના કામદારની નોંધણી ન કરાવતા મધવાસની મુવાડી ખાતે કંપની સામે કાર્યવાહી
CM Bhupendra Patel સુરત ની મુલાકાતે,Narendra Modiના‘મન કી બાત’સાથે સાંસ્કૃતિક મહોત્સવનો પ્રારંભ
નિવૃત્ત સિનિયર સિટીઝનને મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવવાની ધમકી
એક વર્ષથી ફરાર રીઢો ગુનેગાર શેખર સાળુંકે ઝડપાયો દેહવ્યાપારથી લઈને 15 ગુનાઓમાં સંડોવણી
સુરતમાં શાળામાં બાળકો પાસે સફાઈ કામ? વીડિયો વાયરલ થતા શિક્ષણ તંત્ર માં ચકચાર
દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી:ISI સાથે જોડાયેલા 8 શંકાસ્પદોની ધરપકડ,દેશભરમાં હુમલાની સાજિશની તપાસ તેજ
મેરઠમાં પરિવહન ક્રાંતિનો પ્રારંભ: Narendra Modi આજે મેટ્રો અને ‘નમો ભારત’ ટ્રેનનો ભવ્ય શુભારંભ કરશે
190 પાર કરનાર જીતશે? અમદાવાદમાં ભારત–દક્ષિણ આફ્રિકાની નિર્ણાયક લડત
રફતારના રાક્ષસો બેફામ : ને.હાઈવે 48 પર ડમ્પરની અડફેટે કારખાનેદારનું મોત
સમા વિસ્તારમાં બેરિકેડ તોડી કાર ડ્રેનેજના ખાડામાં ઘૂસી
અમદાવાદમાં સુપર-8નો મહાસંગ્રામ:ઑફ-સ્પિનનો ફંદો કે પાવરપ્લેનો તોફાન?
ટેક્સાસમાં DHS એજન્ટની ગોળીબારીમાં અમેરિકન નાગરિકનું મોત:નવા રેકોર્ડ્સે ઉઠાવ્યા ગંભીર સવાલો
પાકિસ્તાનની અફઘાન સરહદે એરસ્ટ્રાઈક
બાળકોના જાતીય શોષણ બદલ અવિમુક્તેશ્વરાનંદ સામે FIR કરાશે: પ્રયાગરાજ કોર્ટનો આદેશ
સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર સતત બીજી સંકલન બેઠકમાં ગેરહાજર, કલેકટર સામેની નારાજગી યથાવત ?
ભારત-બ્રાઝિલ વચ્ચે ખનિજ કરાર પર હસ્તાક્ષર: 5 વર્ષમાં 20 અબજ ડોલરના વેપારનું લક્ષ્ય
શિનોર હની ટ્રેપ કેસમાં મુખ્ય આરોપી આશિક પઠાણને 27 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ
US સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફને રદ કર્યાના કલાકો પછી ટ્રમ્પે 10% ટેરિફ ફરીથી લાદવાની જાહેરાત કરી
લિંબાયતના રુદ્ર પેલેસમાં કરુણ અકસ્માત,દીકરીને બચાવતા માતાનું મોત, પુત્રી સારવાર હેઠળ
કાલોલ તાલુકાના એરાલ ઓડ ફળિયા ખાતે સીડી પરથી પડી જતા 29 વર્ષીય યુવાનનું મોત
કોંગ્રેસ વિરુદ્ધ દેશભરમાં ભાજપનો વિરોધ: રાહુલને કાળા ઝંડા બતાવાયા, કોંગ્રેસના પૂતળા બાળ્યા
પ્રતાપુરા ચોકડી પાસે સળિયા ભરેલા ટ્રેક્ટરની ટક્કરથી બાઇક સવાર 64 વર્ષીય ઇસમનું મોત
પાવાગઢ યાત્રાધામ ખાતે આગામી બે માસ સુધી રવિવારે ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
સન ફાર્મા રોડ પર કોર્પોરેશનનું બુલડોઝર ફર્યું, જાદેશ્વર નગરના રહેણાંક મકાનો જમીનદોસ્ત
“NO DRUGS” અભિયાન હેઠળ કડોદરા સુરત રોડ પર રેડ
ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબના બિલ્ડર દંપતી સામે વધુ બે ઠગાઈની ફરિયાદ
દિવાળી આડે હવે એક જ મહિનાનો સમય બાકી છે, ત્યારે સુરતના કાપડ ઉદ્યોગમાં વેપારી અને મિલ માલિકો વચ્ચે ઘર્ષણ શરૂ થયું છે. જોબચાર્જ વધારવાના મુદ્દે ચાલતો ગજગ્રાહ એટલી હદે વધી ગયો છે કે શહેરના કેટલાંક મિલ માલિકોએ તો મિલોને બંધ કરી દેવાના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા કરી દીધા છે. તહેવારની મોસમમાં કામની દોડાદોડીના બદલે વેપારી અને મિલમાલિકો વચ્ચે ચાલતી હૂંસાતૂંસી સમગ્ર ઉદ્યોગનું વાતાવરણ બગાડે તેવો ભય ઉભો થયો છે.
વાત એમ છે કે કાચા માલમાં સતત થઈ રહેલાં ભાવ વધારાના લીધે કાપડની મિલો હવે ધોળાં હાથી સમાન બની ગઈ છે. કાપડની મિલોમાં કાપડને રંગવા અને પ્રિન્ટ કરવા માટે કલર, કેમિકલ અને કોલસાનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. છેલ્લાં કેટલાંક મહિનાઓમાં આ ત્રણેય કાચા માલના ભાવ ખૂબ વધ્યા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો કરતા પણ વધુ ભાવ કલર, કેમિકલ અને કોલસાના વધ્યા છે. હજુ ગયા મહિને કોલસાનો ભાવ 10,000 હતો તે અત્યારે વધીને 11,500 થઈ ગયો છે. કલરનો ભાવ 15 ટકા અને કેમિકલ તો 40થી 45 ટકા જેટલું વધ્યું છે.

કોરોનાની પ્રથમ લહેર પૂરી થઈ ત્યાર બાદથી જ કાચા માલના ભાવ વધી રહ્યાં છે. છેલ્લાં આઠેક મહિનાથી તો મિલમાલિક એવા પ્રોસેસર્સ પોષાતું નહીં હોવાની બૂમો મારી રહ્યાં છે. બેથી ત્રણ વાર તો જોબચાર્જમાં વધારો કરવા માટે કાપડના વેપારીઓ સાથે ચર્ચાવિચારણા પણ કરી હતી. જ્યારે જ્યારે બંને પક્ષ વચ્ચે જોબચાર્જને લઈને ચર્ચા થાય ત્યારે તકરાર જ થતી આવી છે. આ વખતે વધુ એકવાર જોબચાર્જને લઈને કાપડના વેપારી સંગઠનો વિરોધ કરી રહ્યાં છે. વેપારીઓના વિરોધને પ્રોસેસર્સ ગણકારતા નથી. કારણ કે મોટા ભાગે વેપારી અને પ્રોસેસર્સ આંતરિક સમજૂતીથી જ ભાવ નક્કી કરતા હોય છે. પરંતુ હૂંસાતૂંસીના લીધે ઉદ્યોગનો માહોલ બગડતો હોય છે.
આ વખતે પણ એવું જ બન્યું છે. પ્રોસેસર્સે જોબચાર્જમાં 50 પૈસાનો વધારો કરવાની હિલચાલ કરતા વેપારી સંગઠનો સોશિયલ મીડિયામાં વિરોધ કરી રહ્યાં છે. ત્યારે કેટલીક મિલોના નામથી સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે. આ મેસેજે ચોંકાવી દીધા છે. આ મેસેજ અનુસાર 14 કાપડની મિલો એક મહિના માટે બંધ કરવામાં આવનાર છે. તા. 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી મિલો બંધ કરી દેવાની એનાઉન્સમેન્ટ એક રીતે મેસેજમાં કરવામાં આવી છે. મિલોના નામ પણ મેસેજમાં લખવામાં આવ્યા છે. આ મેસેજના લીધે સામી દિવાળીએ કાપડ ઉદ્યોગમાં ભયનો માહોલ ઉભો થયો છે.

હાલમાં દિવાળીને એક જ મહિનો બાકી હોય કાપડની મિલોમાં ખૂબ ઓર્ડર છે. 100 ટકા ક્ષમતા સાથે પ્રોસેસિંગ યુનિટો ધમધમી રહ્યાં છે ત્યારે મિલો બંધ કરવાના મેસેજથી બિનજરૂરી હાઉ ઉભો થયો છે. જોકે, 1 નવેમ્બરથી 30 નવેમ્બર એક મહિનો મિલો બંધ કરવાનો મેસેજ છે. 4 નવેમ્બરના રોજ દિવાળી છે ત્યાર બાદ આમેય 15 દિવસ કાપડ માર્કેટ બંધ રહેતી હોય છે અને લગભગ એક મહિના સુધી કામ ધીમી ગતિએ જ ચાલતુ હોય છે, તેથી મિલો બંધ રહેવાથી કાપડ ઉદ્યોગને કોઈ ફરક પડશે નહીં, પરંતુ જોબચાર્જના મુદ્દે ચાલતી ચડભડ વચ્ચે આ મેસેજના લીધે ઉદ્યોગનું વાતાવરણ ડહોળાવાનો પ્રયાસ થયો હોવાનું સ્પષ્ટ છે.
અમે કોઈ જાહેરાત કરી નથી, મંગળવારે સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિએશનની મંગળવારે મિટીંગ મળશે: જીતુ વખારીયા
સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ વખારીયાએ કહ્યું કે, સંગઠન તરફથી બંધનું કોઈ એલાન કરવામાં આવ્યું નથી. મિલમાલિકોએ જાતે મેસેજ કર્યો હોય તો તે તેમની જવાબદારી છે. અમારા સંગઠનની મિટીંગ જોબચાર્જ મુદ્દે મંગળવારે મળનારી છે, તેમાં નીતિગત નિર્ણયો લેવામાં આવશે. વખારીયાએ વધુમાં કહ્યું કે, હાલમાં પ્રોસેસર્સ પ્રતિ મીટર 50 પૈસાથી 1 રૂપિયા સુધી ખોટ કરી રહ્યાં છે. મિલો ચલાવવી હવે મોંઘી પડી રહી છે. નુકસાની થતી હોય તેવા સંજોગોમાં પ્રોસેસર્સ જોબચાર્જમાં વધારો કરે તે તેના વેપારી અને તેની વચ્ચેનો આંતરિક મામલો છે. તેની પર વિવાદ કરવો અયોગ્ય છે.