Top News

More Posts

   The Latest

Most Popular

ડભોઇ: ડભોઇ તાલુકા ના કરનાળી ગામે નર્મદા નદી ત્રિવેણી સંગમ ખાતે બે યુવકો ડૂબી જતાં સ્થાનિક તરવૈયા ઓ ની મદદ થી તેઓની શોધખોળ ચાલુ કરાઈ પરંતુ અથાક પ્રયાસ કરાયા છતાં નિષ્ફળતા હાથ લાગી હતી. જ્યારે વડોદરા ફાયર બ્રિગેડ ના જવાનો દ્વારા એક યુવાન ની લાસ સોધવામાં સફળતા મળી હતી.જાણવા મળેલ વિગત પ્રમાણે આજરોજ મૂળ કવાટ ના અને હાલ વડોદરા તરસાલી ખાતે રહેતા યુવક ગતરોજ 6 મિત્રો સાથે નર્મદા નદી માં નાહવા ઉતર્યા હતા.જે પૈકી બે  યુવકો પાણી ના વહેણ માં તણાતાં ડૂબવા લાગ્યા હતા અને લાપતા થયા હતા.

અચાનક બનેલ ઘટના થી સાથી મિત્રો ઘભરાઈ જતા તાત્કાલિક ચાણોદ પોલીસ નો સંપર્ક કરતા ચાણોદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી સ્થાનીક હોળી વાળા તેમજ તરવૈયા ઓ ની મદદ લઇ ડૂબી ગયેલ બંને યુવકો ની શોધખોળ શરૂ કરી હતી.જાણવા મળ્યા મુજબ ડૂબી ગયેલ યુવકો ના નામ (1)ભાવેશ રામજીભાઈ રાઠવા ઉ.વ 22 રહે,થડગામ તા.કવાંટ હાલ રહે તરસાલી વિશાલ નગર વડોદરા.અને (2)નિતીનકુમાર દેવજીભાઈ રાઠવા ઉ.વ 25 થડગામ તા.કવાંટ હાલ રહે તરસાલી વડોદરા હોવાનું જાણવા મળ્યું હતું.તેમાંથી આજરોજ નિતીન કુમાર ની ડેડબોડી મળી આવેલ છે.જ્યારે ભાવેશ ભાઈ ની લાસ ના મળતા ફાયર બ્રિગેડ દ્વારા સઘન તપાસ હાથ ધરાઇ હતી.  ફાયર બ્રિગેડ દ્વારા વિશેષ સાધનો દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે.

To Top