Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક દિવસમાં શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી ડેન્ગ્યુના નવા 31 કેસ મળી આવ્યા હતા. ચિકનગુનિયાના 15 નવા દર્દીઓ સામે આવ્યા છે. શહેરમાં મચ્છરજન્ય રોગની સાથે પાણીજન્ય રોગોએ પણ માઝા મૂકી છે.ડેન્ગ્યુના કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 991 અને ચિકનગુનિયાના દર્દીઓનો કુલ આંક 532 પર પહોંચ્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ ટિમો શહેરમાં ડોર ટુ ડોર ફરીને સર્વે કરવામાં આવી રહ્યો છે.જેમાં ઝાડા ઉલ્ટીના 55 કેસ સામે આવ્યા હતા. પાણીજન્ય રોગને કારણે 226 લોકોને તાવ હોવાનું સામે આવ્યું છે.જ્યારે મચ્છરજન્ય રોગોના 446 લોકોને તાવના લક્ષણો હોવાનું જાણવા મળતા 446 જેટલા લોકોના નમૂના લઈને તપાસ અર્થે મોકલી આપ્યા છે.

વડોદરા શહેરમાં જીવલેણ ડેન્ગ્યુ ,ચિકનગુનિયાના કેસોમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે.આરોગ્યની ટીમે શહેરમાંથી લીધેલા 76 સેમ્પલમાંથી 31 કેસ ડેન્ગ્યુના પોઝિટિવ આવ્યા છે.જેમાં શહેરના કિશનવાડી , પાણીગેટ , રામદેવનગર , વારસીયા , એકતાનગર , નવાપુરા -૨ , નવાયાર્ડ 2, ફતેપુરા , સમા , શિયાબાગ -2 , અટલાદરા , ગોકુલનગર -2 , ગોત્રી -2 , પંચવટી -3 , જેતલપુર , દિવાળીપુરા , કપુરાઈ , ગાજરાવાડી , તરસાલી -2 , દંતેશ્વર , મકરપુરા , માંજલપુર , યમુનામીલમાંથી કેસ પોઝિટિવ મળી આવ્યા હતા.સાથે સાથે ચિકનગુનિયા માટે લેવાયેલા 138 કેસો પૈકી 15 કેસ પોઝિટિવ આવ્યા હતા.શહેરના પાણીગેટ , વારસીયા , એકતાનગર , છાણી , નવાયાર્ડ , સમા , અટલાદરા , ગોત્રી , પંચવટી , દિવાળીપુરા , ગાજરાવાડી , તરસાલી , દંતેશ્વર , માણેજા , યમુનામીલ માંથી ચિકનગુનિયાના કેસ નોંધાયા હતા.તો બીજી તરફ મચ્છરોના કારણે 446 લોકોને તાવના લક્ષણો હોવાનું સામે આવતા 446 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.

To Top