PM મોદીએ અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ વિશ્વવિદ્યાલય અને ડિફેન્સ કોરીડોરનું શિલાન્યાસ કર્યું

ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીનું ભૂમિપૂજન કર્યું છે. તેમજ PM મોદીએ ડિફેન્સ કોરિડોરનું પણ શિલાન્યાસ કર્યું હતું. મોદીએ ડિફેન્સ કોરિડોર અને રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીનું મોડેલ નિહાળ્યું હતું. અલીગઢમાં બનનારી આ યુનિવર્સિટી 92 એકરમાં ફેલાયેલી હશે, જ્યારે 395 કોલેજો તેના હેઠળ આવશે. જ્યારે, ડિફેન્સ કોરિડોરની જાહેરાત ખુદ PM મોદીએ 2018માં કરી હતી. અલીગઢના ડિફેન્સ કોરિડોરમાં 19 કંપનીઓ રોકાણ કરશે, લગભગ 1300 કરોડનું રોકાણ કરવામાં આવશે.


અલીગઢમાં મુસ્લિમ વિશ્વવિદ્યાલય (AMU)નું નામ બદલીને રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ નામ રાખવાની માંગ ઉઠી હતી, પરંતુ નરેન્દ્ર મોદીએ મંગળવારે AMUની બાજુમાં નવી યુનિવર્સિટીનો શિલાન્યાસ મુકી દીધો છે. આ નવી યુનિવર્સિટીનું નામ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ રાખવામાં આવ્યું છે. વડાપ્રધાને નવી યુનિવર્સિટીનું ભૂમિપૂજન કરતી વેળા સરકાર દ્વારા શિક્ષા ક્ષેત્રે કરવામાં આવેલા કાર્યોની જાણકારી આપી હતી. નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે પશ્ચિમી ઉત્તર પ્રદેશ માટે આજનો દિવસ વિશેષ છે. PM મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે મહારાજા સુહેલદેવ જી હોય, છોટુરામ જી હોય કે રાજા મહેન્દ્ર સિંહ જી, નવી પેઢીને તેમનો પરિચય કરાવવાનું કામ ચાલી રહ્યું છે. દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે, આ પ્રયાસોને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના યોગદાનને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. પીએમ મોદીએ કહ્યું કે, 20મી સદીની ભૂલોને હવે 21મી સદીમાં સુધારી રહ્યાં છે. તેમણે કહ્યું કે, રાજા સુહૈલદેવ હોય કે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ તેમને ભૂલાવી દેવામાં આવ્યા છે. આપણે નવી પેઢીને આપણા વીર પુરુષોથી પરિચિત કરાવવા જોઈએ અને અમે તે કરી રહ્યાં છે.

રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહની ફાઈલ તસ્વીર.


ડિફેન્સ કોરીડોરની જાહેરાત વેળા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM NARENDRA MODI) કહ્યું કે, એક સમય હતો જ્યારે અલીગઢના તાળાં વખણાતા હતા. હવે અલીગઢમાં ડિફેન્સ કોરિડોરની જાહેરાત બાદ અહીં યુદ્ધમાં વપરાતા રક્ષા સાધનોનું ઉત્પાદન થશે. આમ, 20મી સદીમાં તાળાંથી ઘર-દુકાનોની રક્ષા કરનાર અલીગઢ 21મી સદીમાં હવે દેશની સરહદની રક્ષા કરશે. વડાપ્રધાને પોતાના બાળપણના સંસ્મરણો વાગોળતાં કહ્યું કે 55-60 વર્ષ જૂની વાત છે. હું બાળક હતો. તે સમયે યુપીના બે જિલ્લાનું નામ ખૂભ સાંભળવા મળતું હતું. જેમાં એક અલીગઢ હતું. અલીગઢના વેપારીઓ તાળાં વેચવા છેક ગુજરાત સુધી આવતા હતા. હજુ સુધી લોકો પોતાના ઘર અને દુકાનની રક્ષા માટે અલીગઢના તાળાં પર વિશ્વાસ મુકે છે. તેમાં એક મુસ્લિમ મેહરબાન હતા. જે દર ત્રણ મહિને અમારા ગામમાં આવતા હતા. હજુ પણ મને યાદ છે કે તે કાળો કોટ પહેરીને આવતા હતા અને દુકાનો પર પોતાના તાળાં મુકીને જતા હતા. ત્રણ મહિના પછી વેચાયેલા તાળાંના પૈસા લઈને પાછા જતા હતા.


આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથે કહ્યું કે, રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહને પશ્ચિમી ઉત્તરપ્રદેશ ક્યારેય ભૂલ્યું નથી. તેમના નામે હવે યુનિવર્સિટી બનવા જઈ રહી છે. તે ગર્વની વાત છે. ડિફેન્સ કોરિડોર અને રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામે યુનિવર્સિટી આઝાદીની ગાથાથી નવી પેઢીને અવગત કરાવશે. પશ્ચિમ યુપીમાં PM મોદીનો કાર્યક્રમ ચૂંટણીપ્રચારની શરૂઆત પણ માનવામાં આવે છે, કારણ કે જ્યારે રાજ્ય સરકારનાં પાંચ વર્ષ પૂરાં થશે ત્યારે આદર્શ આચારસંહિતા લાગુ પડી હશે. 19 સપ્ટેમ્બરે સરકાર સાડાચાર વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે, જેની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સાડાચાર વર્ષમાં થયેલાં વિકાસકામો અને રોજગારીનો ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે. આના પરથી સ્પષ્ટ છે કે ભાજપ ચૂંટણીમાં વિકાસ-રોજગારના મુદ્દાઓ પર મેદાનમાં ઊતરશે. જ્યારે અલીગઢમાં PM મોદીના કાર્યક્રમ માટે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં છે, એના દ્વારા પણ યુવાનો પર ધ્યાન કેન્દ્રિત થશે.

કોણ હતા રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ?
1915માં કાબુલમાં સ્થાપિત ભારતની પ્રથમ પ્રોવિઝનલ સરકારના રાષ્ટ્રપતિ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ હતા. અફઘાન કબીલાઓના પ્રમુખ અને જાપાન સહિત ઘણા દેશોના રાષ્ટ્રાધ્યાક્ષોની મદદથી તે સરકારનું ગઠન કરાયું હતું. ગુજરાતના પુત્રો શ્યામજી કૃષ્ણ વર્મા અને લાલા હરદયાલને મળવા માટે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન રાજા મહેન્દ્ર સિંહ યુરોપ ગયા હતા. તે પછી અફઘાનિસ્તાનમાં દેશનિકાલમાં પ્રથમ સરકારની રચના થઈ, આ સરકારનું નેતૃત્વ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ કરી રહ્યા હતા. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે મને શ્યામજી કૃષ્ણ વર્માની અસ્થિ પરત લાવવાની તક મળી. આઝાદી બાદ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ ભારત પરત ફર્યા હતા અને અહીં અનેક શિક્ષણ સંસ્થાઓની સ્થાપનામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

વડાપ્રધાને દેશવાસીઓને રાધાષ્ટમીની શુભેચ્છા પાઠવી
વડાપ્રધાને આજના દિવસનો મહિમા જણાવતા કહ્યું કે, આજનો દિસ ખાસ છે. કારણ કે આજે રાધાષ્ટમી છે. બૃઝભૂમિના કણ કણમાં રાધા વસેલા છે. વડાપ્રધાને દેશને રાધાષ્ટમીની શુભેચ્છા પાઠવી હતી.

Related Posts