રાજ્યના 35 જિલ્લાઓમાં કોરોનાનો એકપણ નવો કેસ નહીં, નવા માત્ર 11 કેસ નોંધાયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 35 જિલ્લા અને મહાનગર પાલિકાની હદમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. ઉપરાંત ભાવનગર, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ અને રાજકોટ એમ પાંચ મનપાનો પણ સમાવેશ થાય છે, કે જેમાં એકપણ નવો કેસ નોંધાયો નથી.

રાજ્યમાં આજે વધુ 11 નવા કેસ નોંઘાયા છે. જેમાં કચ્છ, વડોદરા મનપામાં 3-3, અમદાવાદ મનપામાં 2, ભાવનગર ગ્રામ્ય, જામનગર ગ્રામ્ય અને સુરત મનપામાં 1-1 નવા કેસ જોવા મળ્યાં છે.આ સાથે વધુ 19 દર્દીઓ સાજા થતાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,386 દર્દી સાજા થયા છે. રાજ્યમાં હાલમાં હજુ પણ 153 એક્ટિવ કેસ છે. જેમાંથી 149 દર્દીઓ સ્ટેબલ છે અને 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

મંગળવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં 3,77,994 વ્યકિતઓને રસી આપવામાં આવી

રાજ્યમાં આજે 39 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કર પ્રથમ ડોઝ અને 2,517 બીજો ડોઝ , તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 41,668ને પ્રથમ ડોઝ અને 45,523ને બીજો ડોઝ જ્યારે 18-45 વર્ષ સુધીના 1,23,223 પ્રથમ ડોઝ અને 1,65,024ને બીજો ડોઝ મળી આજે કુલ 3,77,994 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 5,29,55,628 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે

Related Posts