સૌરાષ્ટ્રમાં લોધીકામાં ૨૧, વિસાવદરમાં ૧૯, કાલાવાડમાં ૧૬, રાજકોટમાં ૧૩ ઈંચથી વધુ વરસાદ

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં રાજકોટ જિલ્લાના લોધિકામાં ૫૧૬ મી.મી. એટલે કે ૨૧ ઈંચ જેટલો, જૂનાગઢના વિસાવદરમાં ૪૬૮ મી.મી. એટલે કે ૧૯ ઈંચ જેટલો, કાલાવડમાં ૪૦૬ મી.મી. એટલે કે ૧૬ ઈંચ જેટલો અને રાજકોટમાં ૩૨૫ મી.મી. એટલે કે ૧૩ ઈંચ જેટલો વરસાદ થયો છે.

ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે આજે સવારે ૬.૦૦ કલાક સુધીમાં લોધિકા, વિસાવદર, કાલાવાડ અને રાજકોટમાં ૨૧ ઈંચથી ૧૬ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જયારે રાજ્યના ધોરાજી, જૂનાગઢ, જૂનાગઢ શહેર, કોટડાસાંગાણી, ગોંડલ, જામકંડોરણા, કપરાડા, પડધરી, ધરમપુર, રાણાવાવ, તાલાળા અને મેંદરડા મળી કુલ ૧૨ તાલુકાઓમાં ૧૦ ઈંચથી ૬ ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત પોરબંદર, વઘઈ, માળિયા, વાપી, વંથલી, જામનગર, જામજોધપુર, ઉપલેટા, ધોલેરા, ધ્રોલ, ઉમરગામ, ડાંગ, માણાવદર, ભેસાણ, વાડિયા, લાલપુર, વાંસદા, ભાણવડ, કુતિયાણા અને કલ્યાણપુર મળી કુલ ૨૦ તાલુકાઓમાં છ ઈંચથી ચાર ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જ્યારે ૬૧ તાલુકાઓમાં ચાર ઈંચથી એક ઈંચ સુધી અને અન્ય ૯૯ તાલુકાઓમાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ સિઝનમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૯.૨૪ ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં ૮૦.૫૦ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૭૧.૧૪ ટકા, કચ્છ ઝોનમાં ૭૦.૩૬ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૫૭.૬૯ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૫૫.૧૩ ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે

Related Posts