અમરાવતીની વર્ધા નદીમાં બોટ પલટી મારતા એક જ પરિવારના 11 ડૂબ્યા, 3ના મોત

મહારાષ્ટ્રના અમરાવતી (MAHARASHTRA AMRAVATI) જિલ્લામાંથી ખૂબ જ ર્દદનાક ઘટનાના સમાચાર આવ્યા છે. અહીંની વર્ધા નદીમાં એક બોટ (BOAT) પલટી મારી ગઈ છે. જેના પગલે એક જ પરિવારના 11 લોકો નદીમાં ડૂબી ગયા હોવાની માહિતી મળી છે. આ ગમખ્વાર ઘટનામાં 3 લોકો ડૂબીને મૃત્યુ પામ્યા (3 DEATH) છે. ત્રણેયના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ અન્ય 8 લોકોની શોધખોળ ચાલુ છે. પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

આજે સવારે વર્ધા નદીમાં બોટીંગની મજા માણવા માટે કેટલાંક લોકો આવ્યા હતા. તેઓ નદીમાં બોટમાં ફરી રહ્યાં હતાં ત્યારે સવારે 10 કલાકે આ હતભાગી ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. શ્રી શ્રેત્ર જૂંજ બેનોદા શાહીદ પીએસ પાસે આ દુર્ઘટના બની છે. બોટમાં એક જ પરિવારના 11 સભ્યો સવાર હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયું હતું. ફાયર બ્રિગેડે નદીમાં ડૂબી ગયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું, જ્યારે પોલીસે સ્થિતિ પર કાબુ મેળવવાની દિશામાં કામગીરી શરૂ કરી હતી. આ દુર્ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય દેવેન્દ્ર પણ દોડી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

Related Posts