Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા:   સ્માર્ટ સિટી વડોદરા શહેરની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં તાજેતરમાં જ બનેલા આરસીસી રોડની હાલત દૈનિય બનવા પામી છે.જ્યારે ઓપીડી બહાર જ 10 ફૂટ જેટલું ગાબડું પડતા સારવાર અર્થે આવતા દર્દીઓ તેમજ તેમને લઈ આવતી 108 એમ્બ્યુલયન્સ ઓને પણ હાલાકીનો સામનો કરવાની ફરજ પડી છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં હાલ ભવ્ય ગેટ બનાવવાની કામગીરી ચાલી રહી છે.જોકે સયાજી હોસ્પિટલની અંદર દીવા તળે અંધારું જેવો ઘાટ સર્જાયો હોવાનું સપાટી પર આવવા પામી છે.સયાજી હોસ્પિટલમાં વડોદરા શહેર, જિલ્લા ,રાજ્ય તેમજ અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે.

પરંતુ સયાજી હોસ્પિટલમાં તાજેતરમાં જ બનાવાયેલા આરસીસી રોડ ટૂંક સમયમાં તૂટી ગયા છે.તેમજ ઉબડ ખાબડ બન્યા છે.સયાજી હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ તેમજ રીક્ષાઓ સાથે અન્ય વાહનો મારફતે અનેકો દર્દીઓ તેમના પરિવારજનો સાથે સારવાર અર્થે આવતા હોય છે.હાલ રોડ રસ્તા બિસ્માર હોવાને કારણે દર્દીઓ  તેમજ તેમના પરિવારજનોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. આ ઉપરાંત સયાજી હોસ્પિટલની ઓપીડી બહાર જ 10 ફૂટ જેટલું ગાબડું પડયું છે.

જેની નીચેથી માટી પણ ખસી ગઈ છે.જો કોઈ ભારદારી વાહન તેની ઉપરથી પસાર થશે તો આ ગાબડું મોટું સ્વરૂપ લઈ શકે તે વાતને પણ નકારી શકાય તેમ નથી.એક તરફ સયાજી હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચે ભવ્ય ગેટ બનાવવાની કામગીરી ચાલી રહી છે.તો બીજી તરફ હાલમાં બનાવાયેલા નવા આર.સી.સી રોડ તૂટી જતા અને રોડ ઉપર ગાબડું પડતાં તંત્ર સામે વેધક સવાલો ઉઠ્યા હતા.સામાજીક કાર્યકરે આ અંગે કોન્ટ્રાકટર સાથે હોસ્પિટલના સત્તાધિશો ભેગા મળી ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાના કારણે આ નવીન રોડ રસ્તા તૂટી ગયા છે.માટે ભ્રષ્ટાચાર કરવાનું તંત્ર બંધ કરી વહેલી તકે રોડ રસ્તાનું સમારકામ કરવા માંગણી કરી હતી.

To Top