Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) શહેરમાં કોરોનાની ધીરે ધીરે વિદાય થઈ રહી છે. કોરોનાના સંક્રમણમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો થઈ રહ્યો છે. ગત બે દિવસથી શહેરમાં 50થી પણ ઓછા પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ગુરુવારે શહેરમાં માત્ર 43 પોઝિટિવ દર્દી નોંધાયા હતા અને કુલ આંક 39,333 પર પહોંચ્યો છે. તેમજ ગુરુવારે પણ શહેરમાં એકપણ મોત નોંધાયું ન હતું. તેમજ વધુ 60 દર્દી ડિસ્ચાર્જ (Discharge) થયા હતા અને તે સાથે જ અત્યાર સુધીમાં કુલ 38,169 દર્દી સાજા થયા છે. જે સાથે જ પ્રથમવાર રિકવરી રેટ (Recovery Rate) 97.04 ટકા પર પહોંચ્યો છે.

  • કયા ઝોનમાં કેટલા કેસ ?
  • ઝોન પોઝિટિવ દર્દી
  • અઠવા 12
  • રાંદેર 09
  • કતારગામ 06
  • સેન્ટ્રલ 05
  • વરાછા-એ 04
  • વરાછા-બી 03
  • ઉધના 03
  • લિંબાયત 01

સુરત જિલ્લામાં કોરોનાના નવા સાત કેસ પોઝીટીવ
સુરત જિલ્લામાં કોરોનાના આંકડા ગુરુવારથી સીંગલ ડીઝીટમાં આવી ગયા છે જિલ્લા આરોગ્ય વિભાગે આપેલી આંકડાઓ જોતા વિતેલા ચોવીસ કલાકમા કોરોનાના 7 કેસ પોઝીટીવ આવ્યા છે. જેમાં ચોયાર્સી તાલુકામાં 2,કામરેજમાં 3,પસાણાાં 1 અને બારડોલીમાં 1 કેસ કોરોના પોઝીટીવ નોંધાયો છે.

આરોગ્ય કર્મચારીઓ રસીકરણ માટે ઉમટી પડ્યા

સુરત: સુરત જિલ્લામાં શરુ થયેલા કોરોના વેક્સિનના નવા રાઉન્ડમાં આજે 1388 લોકો સામે 1413 લોકો વેક્સિન મુકાવી ગયા છે. સુરત જિલ્લામાં રસીકરણ ઝૂંબેશનો સફળતા રેશિયો 102 ટકા નોંધાયો છે. સુરત જિલ્લામાં શરુ થયેલા કોરોના રસીકરણ પ્રોગ્રામને સજજડ પ્રતિસાદ સાંપડી રહ્યો છે.સુરત જિલ્લામાં ખાનગી અને સરકારી મેડિકલ તેમજ પેરા મેડિકલ સ્ટાફ જે રીતે રસીકરણ માટે ઉમટી પડયા છે તે જોતા આરોગ્ય વિભાગને પણ રાહત થઇ છે.

જિલ્લા આરોગ્ય વિભાગે જે માહિતી આપી છે તે જોતા બારડોલીમાં 145 લોકો સામે 210 લોકો તેમજ કામરેજમાં 180 લોકો સામે 251 અને માંગરોલમાં 156ને બદલે 170 આરોગ્ય કર્મચારીઓ વેક્સિન મુકાવી ગયા છે. જયારે ઓલપાડમાં સહિત કેટલાંક તાલુકાઓમાં ગેરહાજરી પણ જોવા મળી છે. ઓલપાડમાં આજે 204 સામે 185,મહુવામાં 72 સામે 70, માંડવીમાં 97 સામે 89, ચોર્યાસી તાલુકામાં 318 સામે 259 એ ઉમરપાડામાં 70 સામે 42 તેમજ પલસાણામાં 146 સામે 137 લોકો વેક્સિન મુકાવી ગયા છે.

47 શાળાઓમાં ટેસ્ટિંગ, બધાજ નેગેટીવ

સુરત: શહેરમા કોરોનાની ધીરે ધીરે વિદાય થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ તેમજ શાળાના અન્ય સ્ટાફકર્મીઓમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે મનપા દ્વારા અગાઉથી જ અહી ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી રહી છે. મનપા દ્વારા ગુરૂવારે વધુ 47 શાળા-કોલેજોમાં ટેસ્ટીંગની કામગીરી કરવામા આવી હતી. જેમાં કુલ 1938 લોકોને આવરી લેવામાં આવ્યા હતા પરંતુ એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો.

To Top