ગુજરાતમાં કોરોનાના નવા 23150 કેસ નોંધાયા, વધુ 15નાં મોત

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) આજે શનિવારે કોરોના વિસ્ફોટ થયો છે. જેના પગલે કોરોનાના (Corona) નવા ૨૩૧૫૦ કેસો નોંધાયા છે. જયારે સારવાર દરમ્યાન રાજયમાં ૧૫ દર્દીનાં મોત થયા છે. જયારે આજે સારવાર દરમ્યાન ૧૦,૧૦૩ દર્દીઓને રજા આપી દેવાઈ છે. આ ઉપરાંત રાજયમાં ૧.૮૮ લાખ લોકોનું રસીકરણ (Vaccination) કરાયું છે. રાજયમાં હાલમાં ૧,૨૯,૮૭૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી ૨૪૪ દર્દીઓ વેન્ટિલેટર પર છે. જયારે ૧,૨૯,૬૩૧ દર્દીઓની સ્થિતિ સ્થિર છે. આ સાથે રાજયમાં કોરોનાના કુલ કેસ વધીને ૧૦,૪૫,૯૩૮ સુધી પહોંચી ગયા છે. રાજયમાં અત્યાર સુધીમાં ૯,૦૫,૮૩૩ દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જયારે ૧૦૨૩૦ દર્દીનાં મૃત્યુ થયાં છે.

આજે રાત્રે આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયમાં નવા ૨૩,૧૫૦ કેસો પૈકી, અમદાવાદ શહેરમાં ૮૧૯૪, વડોદરા શહેરમાં ૨૮૨૩, સુરત શહેરમાં ૧૮૭૬, રાજકોટ શહેરમાં ૧૭૦૭, વડોદરામાં ૮૮૬, સુરતમાં ૬૧૨, જામનગર શહેરમાં ૫૬૩, ગાંધીનગર શહેરમાં ૫૪૭, કચ્છમાં ૪૬૨, ભરૂચમાં ૪૪૮, ભાવનગર શહેરમાં ૪૦૧, મોરબીમાં ૩૭૩, વલસાડમાં ૩૫૯, ગાંધીનગરમાં ૩૨૭, રાજકોટમાં ૩૨૨, બનાસકાંઠામાં ૨૫૨, નવસારીમાં ૨૪૦, મહેસાણામાં ૨૩૮, પાટણમાં ૨૩૬, અમરેલીમાં ૨૧૩, સાબરકાંઠામાં ૧૮૬, ખેડામાં ૧૬૯, જામનગરમાં ૧૬૭, સુરેન્દ્રનગરમાં ૧૪૪, અમદાવાદમાં ૧૩૮, જુનાગઢ શહેરમાં ૧૦૪, તાપીમાં ૮૭, દાહોદમાં ૮૧, પંચમહાલમાં ૭૪, દ્વ્રારકામાં ૭૩, જુનાગઢમાં ૫૨, પોરબંદરમાં ૫૧, નર્મદામાં ૪૬, ભાવનગરમાં ૩૫, ગીર સોમનાથમાં ૩૫, મહીસાગરમાં ૨૦, બોટાદમાં ૧૬, અરવલ્લીમાં ૧૨, છોટા ઉદેપુરમાં ૮ અને ડાંગમાં ૮ કેસો નોંધાયા છે.

જયારે સારવાર દરમ્યાન અમદાવાદ શહેરમાં ૫, સુરત શહેરમાં ૧, રાજકોટ શહેરમાં ૧, સુરત જિ.માં ૩, ભાવનગર શહેરમાં ૩, નવસારીમાં ૧, અમદાવાદ જિ.માં ૧ એમ કુલ ૧૫ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જયારે આજે દિસ દરમ્યાન રાજયમા સારવારમાંથી ૧૦૧૦૩ દર્દીઓને રજા અપાઈ છે.

૨૭ દિવસની અંદર જ ૧૦૦ દર્દીઓના મોત
કોરોનાની ત્રીજી લહેર આમ તો ઘાતક હોય તેવી લાગી રહયુ છે. ત્રીજી લહેરમાં ૨૭ દિવસની અંદર જ ૧૦૦ લોકોના મોત થયા છે. ખાસ કરીને પહેલી લહેરમાં ૩૫ દિવસની અંદર , જયારે બીજી લહેર વખતે રાજયમાં ૩૭ દિવસની અંદર ૧૦૦ દર્દીઓનું મૃત્યુ થયુ હતું.રાજયમાં ૨૬મી ડિસે.ના રોજ ત્રીજી લહેર શરૂ થઈ હતી. જેમાં ૨૭ દિવસની અંદર ૧.૯૩લાખ કેસો નોંધાયા છે. જયારે ૨૭ દિવસની અંદર ૧૦૪ દર્દીઓનું મૃત્યુ થયુ છે. આમ તો છેલ્લા ૪ દિવસની અંદર જ ૫૦ દર્દીઓનો કોરોનાએ જીવ લીધો છે.

Most Popular

To Top