Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા : શહેરના ડભોઇ રોડ ઉપર એમ.એમ. વોરા શોરૂમની સામે આવેલ લાકડાના ફર્નિચરનું  કામ કરતી સુહાની ઈન્ડસ્ટ્રીઝ નામની  કંપનીમાં વહેલીસવારે આગ ફાટી નીકળી હતી. આગની જાણ ફાયર બ્રિગેડને કરતા  ફાયરબ્રિગેડના લાશ્કરો ઘટનાસ્થળે પહોંચી જઈ આગ વધુ પ્રસરે તે પહેલા તેને કાબુમાં  લીધી હતી. આગની ઘટના વહેલી સવારે થઈ હોવાથી આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ડભોઇ રોડ એમ.એમ. વોરા શોરૂમની સામેલાકડાનું ફર્નિચર બનાવતી કંપની આવેલી છે જેમાં વુડન મોલ્ડીગ,આર્ટિકલ તેમજ સી.એન્.સી. ક્રેવીગ એન્ડ કટીંગનું કામ કરવામાં આવે છે. આ કંપનીના સંચાલક પ્રિતેશભાઇ કાટવાલા અને રાજ કાટવાલા છે. આ કંપનીમાં સવારે એકાએક આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડના લાશ્કરો મેસેજ મળતાની સાથે જ ગણતરીની મિનીટોમા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગને કાબૂમાં લઈ લીધી હતી.જોકે આગ સંપૂર્ણ કાબૂમાં આવે તે પહેલા કંપની સ્થિત કેટલો ફર્નીચરનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.આગના બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.તેમજ આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.પરંતુ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક રીતે મનાય છે.

To Top