આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે બુધવારના રોજ સિન્ડીકેટ બેઠક યોજાઇ હતી. આ બેઠક કુલપતિ ડો. નિરંજનભાઈ પટેલ અધ્યક્ષ સ્થાને...
કીમ: કીમ(Kim)ની વિવાદી બંધ રેલવે ફાટક(Railway gate) હંગામી ધોરણે ફરી બાઇકચાલકો માટે ખોલી દેવામાં આવી હતી. આંદોલનકારી યુવાનો-ગ્રામજનોનો રોષ સામે આવતાં ચીમકી...
નડિયાદ: નડિયાદની નોલેજ હાઈસ્કુલમાં અભ્યાસ કરતાં મુસ્લિમ કોમના વિદ્યાર્થીઓને નમાઝ પઢવા માટે અલગથી રૂમ ફાળવવામાં આવતી હોવાની ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લિપ મંગળવારે...
નડિયાદ: મહુધા તાલુકાના વડથલ ગામમાં રહેતાં ત્રણ યુવકોએ ૧૪ વર્ષની કિશોરીને તેના પ્રેમી સાથે મળાવવાની લાલચ આપી કઠલાલ ચોકડી બોલાવ્યાં બાદ તેનું...
નડિયાદ: નડિયાદ એસટી ડિવિઝનની મોટા ભાગની બસ વડાપ્રધાનના દાહોદ ખાતેના કાર્યક્રમમાં ફાળવી દેવામાં આવતાં અનેક ટ્રીપ કેન્સલ કરવામાં આવી હતી. જેના કારણે...
આણંદ : બોરસદના ધર્મજ રોડ પર પુટપાટ ઝડપે જતી ટ્રકના ચાલકની બેદરકારીના કારણે રીક્ષા હડફેટે ચડી ગઇ હતી. જેના કારણે તેમાં સવાર...
ગાંધીનગર: (Gujarat) ગુજરાતના વડગામના કોંગ્રેસી (Congress) ધારાસભ્ય (MLA) જીગ્નેશ મેવાણીની (Jignesh Mewani) આસામ પોલીસે (Aasam Police) ધરપકડ (Arrest) કરી છે. મેવાણી પાલનપુર...
તમારા સર્કલમાં કોઈ મલ્ટિલેવલ માર્કેટિંગનો વ્યવસાય કરતું હોય તો તમને ખબર હશે કે એમ્વે, ટપ્પરવેર અને મોદીકેર જેવી કંપનીઓ કરોડો રૂપિયાની કમાણી...
અમદાવાદ: આજે બ્રિટનના PM બોરિસ જોનસન ગુજરાતમાં મુલાકાતે આવ્યા છે. તેઓનું અમદાવાદ ખાતે ઢોલ-નગારાં અને ગુજરાતની ઝાંખી સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું....
દેશમાં ખાનગીકરણ અને વેપારીકરણનો પવન ફૂંકાયો છે. સરકારી કંપનીઓ, સંસ્થાઓ, એરપોર્ટ, રેલ્વે, બંદરો એમ અનેક ક્ષેત્રે વેચાણ કરી દઇ, કમાણી કરી લેવાની...
દુનિયામાં દરેક વ્યકિત કંઇક બનવા માંગે છે. કોઈકના જેવા બનવા માંગે છે. જો કે જીવનમાં કોઈક રોલ મોડેલ હોય એ સારી વાત...
સાપુતારા : ડાંગ(Dang) જિલ્લાનાં વઘઇ(Vaghai)નાં ઝરીયા ડુંગરડા ગામે દંપતિનાં રસોઈ બનાવવાનાં ઝઘડાનાં વિવાદમાં પત્નીએ આવેશમાં આવી બે બાળકોને ઝેરી દવા પીવડાવીને જાતે...
ઘણાં વ્યકિત આખાબોલા હોય છે, કોઇની પણ શેહશરમ રાખ્યા વિના મોંઢા પર સાચું કહી દેતા હોય છે. તેવી જ રીતે દર્પણ (અરીસો...
તાનાશાહી માનસમાં ધરબાયેલી સૌથી મોટી લાગણી હોય છે – અહમની. આવી વ્યકિત સતત પોતાની અહમને પંપાળતી રહે છે અને આ લાગણી ધરાવતા...
એક દિવસ એક સંન્યાસી દુનિયાભરનું ભ્રમણ કરીને એક નાનકડા રાજ્યમાં આવ્યા. તે રાજ્યના રાજાએ તેમને પોતાના મહેલમાં પધારવાનું નિમંત્રણ આપ્યું.સંન્યાસી આવ્યા. રાજાએ...
કુદરત અને કુદરતી બાબતો સાથે છેડછાડ કરવાનો મનુષ્યનો શોખ કદાચ માનવસંસ્કૃતિના ઈતિહાસ જેટલો જ પુરાણો હશે. કેમ કે, સભ્ય અને સુસંસ્કૃત દેખાવાની...
૨૦૧૫ ની સાલમાં શરદ પવાર ૭૫ વર્ષના થયા ત્યારે તેમનો અમૃત મહોત્સવ ઉજવવા પૂનામાં જાહેર મુલાકાતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં આને...
એક સમય હતો કે જ્યારે રાજનીતિ સેવાનું માધ્યમ ગણાતી હતી. રાજનીતિમાં જોડાયેલા નેતાઓ પોતાના વિચારો લઈને મતદારો પાસે જતા હતા અને સત્તા...
સુરત: મોટા વરાછા (Mota Varacha) ઉત્રાણ સર્કલ પાસે આડેધડ ફોર્ચ્યુનર કાર પાર્કિંગ (Car Parking) કરવા બાબતે કાર માલિકને જણાવતા તેણે વકીલને (Lawyer)...
સુરત: સુરતમાં (Surat) યોજાયેલી ત્રણ દિવસીય નેશનલ સ્માર્ટ સિટીઝ (Smart City) સ્માર્ટ અર્બનાઈઝેશનનો બુધવારે (Wednesday) આખરી દિવસ હતો. અંતિમ દિવસે ડેલીગેટસ માટે...
મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 15મી સિઝનની આજે બુધવારે અહીં રમાયેલી 32મી મેચમાં દિલ્હી કેપિટલ્સના બોલરોની ધારદાર બોલિંગને પ્રતાપે પંજાબ કિંગ્સની...
ગાંધીનગર: બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જહોન્સન તા.21મીથી ભારતના પ્રવાસે આવી રહ્યા છે. બોરિસ જહોન્સન તેમના ભારત (India) પ્રાવસની શરૂઆત અમદાવાદથી (Ahmedabad) કરી કરી...
સાપુતારા : આહવાની 29 વર્ષીય મહિલાનાં લગ્ન 2009માં વઘઇનાં માનમોડી ગામે થયા હતા. આ મહિલાને લગ્નજીવનમાં પુત્રનો જન્મ થયો હતો. મહિલાનો પ્રથમ...
ગાંધીનગર: ગાંધીનગરમાં (Gandhinagar) મહાત્મા મંદિર (Mahatma mandir) ખાતે આયોજીત ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટને સંબોધન કરતાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel)...
ગાંધીનગર: મહાત્મા મંદિર ખાતે આજથી શરૂ થયેલી ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટમાં મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જગન્નાથે કહ્યું હતું કે, WHOના અંદાજ...
વાપી : વલસાડ (Valsad) એસઓજીની ટીમને (SOG Team) મળેલી બાતમીના આધારે પોલીસે (Police) વાપી (Vapi) નજીકના બલીઠા ગામે બ્રહ્મદેવ મંદિરની (Temple) પાછળ...
વલસાડ: (Valsad) મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે જીવનમાં આવો ટર્નિંગ પોઇન્ટ આવશે, ઘુંઘટમાંથી બહાર આવી મોડલિંગની (Modeling) દુનિયામાં આવી જઈશ....
આંધ્રપ્રદેશ: દેશમાં રોજ કોઈકને કોઈક કારણસર મહિલાઓના (Women) શોષણ અને તેઓની સામે ગુનાઓની ફરિયાદો (Complaint) નોંધાતી રહે છે. નાની બાળકીઓ તેમજ કિશોરીઓ...
સુરત: (Surat) સુરત શહેરની પ્રજા માટે અતિમહત્વના એવા તેમજ છેલ્લા 10 વર્ષથી કાગળ ઉપર ચાલતા રૂંઢ અïને ભાઠાની વચ્ચે તાપી નદી (Tapi...
બેઈજિંગઃ ચીન(China)ની આર્થિક રાજધાની શાંઘાઈમાં કોરોનાનો કહેર વધતા સમગ્ર વિશ્વમાં ચિંતા ફેલાઈ છે. કોરોનાના કેસોને લઈને ચીન શરૂઆતથી જ કડક વલણ અપનાવી...
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે બુધવારના રોજ સિન્ડીકેટ બેઠક યોજાઇ હતી. આ બેઠક કુલપતિ ડો. નિરંજનભાઈ પટેલ અધ્યક્ષ સ્થાને હાજર રહ્યાં હતાં. જેમાં 36 જેટલા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. આશરે દોઢેક કલાક સુધી ચાલેલી મેરેથોન બેઠકમાં કોઇ વિવાદ સર્જાયો નહતો. શાંતિપૂર્ણ રહેલી આ બેઠકમાં પ્રોફેસરોની નિમણૂંક સહિત વિવિધ નિર્ણય લેવામાં આવ્યાં હતાં. વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં વર્ષ 2014-15ના હિસાબોને લઇ હજુ ગડમથલ ચાલી રહી છે. જેમાં 2015-16ની શરૂઆતની ઉધાર બાકી અંગે તપાસ સમિતીનો ખાનગી અહેવાલ 28મી ડિસેમ્બર,21ના રોજ મળેલી સિન્ડીકેટની સભાના ઠરાવમાં રજુ કરવામાં આવ્યો હતો.
જે સંદર્ભે સિન્ડીકેટ દ્વારા તત્કાલીન ઓડિટર મેસર્સ કે.જી. પટેલ એન્ડ કંપનીને બ્લેક લીસ્ટ કરવી અને ચીફ એકાઉન્ટન્ટ ઓફિસર એન.કે. ભટ્ટને તત્કાલીન અસરથી ફરજ મોકૂફ કરવા અને ખાતાકીય તપાસ અંગે કાર્યવાહી કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. તેવી જ રીતે અનુસ્નાતક બાયોસાન્સિસ વિભાગ લેબમાં આગ લાગી હતી. જેના નુકશાનની ભરપાઇ વિમાનું પ્રિમિયન ન ભરવાના કારણે થઇ શક્યું નથી. જે અન્વયે વિમાનું પ્રિમિયમ ન ભરવાના કારણની તપાસ અને જવાબદાર વ્યક્તિ ચીફ એકાઉન્ટન્ટ ઓફિસર એન.કે. ભટ્ટને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવા અને તેઓની સામે ખાતાકીય તપાસ અંગે કાર્યવાહી કરવા ચર્ચા કરવામાં આવી હતી. જોકે, આ બધી કવાયત હવે નિર્થક બની છે. તપાસ કમિટીના સભ્યોના રાજીનામા પડી જતાં નવી કમિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સુવર્ણલત્તા શ્રીવાસ્તવ, પ્રો. મિતેષ જયસ્વાલ અને ચીફ એકાઉન્ટન્ટ એન.કે. ભટ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી નવેસરથી તપાસ કરી પોતાનો રિપોર્ટ આપશે.

આઈટીઆઈ અને ડિપ્લોમા પાસ કરેલા વિદ્યાર્થીઓને બીએ – બીકોમમાં પ્રવેશ અપાશે
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઠરાવ્યા મુજબ કૌશલ્ય તાલીમને મુખ્ય શિક્ષણ ધારા સાથે જોડાણ અંગેની નીતિ સંદર્ભે ધો.10 પછી આઈટીઆઈ અને ડિપ્લોમા પાસ કરેલા વિદ્યાર્થીઓને ડિગ્રી કોર્સમાં પ્રવેશ બાબતે યુનિવર્સિટીના આઈક્યુએસી સેલ દ્વારા બીએસસી (એ ગ્રુપ), બીબીએ તથા બીસીએના અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે હવે યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં આઈટીઆઈ બે વર્ષ અથવા બે વર્ષથી વધુ અને ડિપ્લોમા પોલિટેકનીક પાસ કરેલા વિદ્યાર્થીઓને બીએસસી (એ ગ્રુપ), બીબીએ (સેમેસ્ટર01) અને બીસીએ (સેમેસ્ટર-1)માં પ્રવેશ આપવામાં આવે છે. તેવી જ રીતે વિદ્યાર્થીઓને બીએ અને બીકોમમાં પ્રવેશ આપવામાં આવશે.
ફાર્મસી અને એમએસડબલ્યુમાં ગ્રાન્ટેડ બેઠક જાહેર કરાઇ
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા બીફાર્મ, એમફાર્મ તથા એમએસડબલ્યુના કોર્સમાં સેલ્ફ ફાયનાન્સ બેઠકો હતો. જોકે, આ વરસે ગ્રાન્ટેડ બેઠક પણ જાહેર કરવામાં આવી છે. બીફાર્મમાં 30, એમફાર્મમાં 15 અને એમએસડબલ્યુમાં 30 બેઠક ગ્રાન્ટ – ઇન – એઇડ્ અને એટલી જ સંખ્યામાં સેલ્ફ ફાયનાન્સ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત યુનિવર્સિટીના અનુસ્નાતક રસાયણશાસ્ત્ર વિભાગના ડો. પિન્કેશ સુતરીયા અગાઉ ડાકોરની કોલેજ ખાતે હતા અને તેઓ અનુસ્નાતક રસાયણશાસ્ત્ર વિભાગમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયાં છે. પરંતુ તેમનો અધવચ્ચેથી ચાલતો સંશોધન પ્રોજેક્ટ યુનિવર્સિટીમાં ચલાવવા માટેની અનુદાનની રકમ રૂ.48,44,880 અને ઇન્ડીયન કાઉન્સીલ ઓફ હિસ્ટોરીકલ રીસર્ચ (આઈસીએઆર) ન્યુ દિલ્હી દ્વારા ડો. રાજેશ્વરી વી. પટેલના આસીસ્ટન્ટ પ્રોફેસર, અનુસ્નાતક ગુજરાતી વિભાગને સંશોધન પ્રોજેક્ટના બે વર્ષ માટે રૂ.3.75 લાખ અનુદાન મંજુર કરવામાં આવ્યું છે.