National

આંધ્રપ્રદેશમાં 13 વર્ષની કિશોરીનું 80 લોકોએ શારીરિક શોષણ કર્યું

આંધ્રપ્રદેશ: દેશમાં રોજ કોઈકને કોઈક કારણસર મહિલાઓના (Women) શોષણ અને તેઓની સામે ગુનાઓની ફરિયાદો (Complaint) નોંધાતી રહે છે. નાની બાળકીઓ તેમજ કિશોરીઓ પણ શારીરિક શોષણનો ભોગ બની રહી છે. આવો જ એક કિસ્સો આંધ્રપ્રદેશના (Andhra Pradesh) ગૂંટુરમાં નોંધાયો છે. આ કિસ્સો એટલો દર્દનાક છે કે વાંચીને (Read) કાળજું કંપી ઉઠે.

મળતી માહિતી મુજબ આંધ્રપ્રદેશના ગૂંટુરમાં 13 વર્ષની કિશોરી ઉપર 80 લોકોએ 8 મહિના સુધી શારીરિક શોષણ કર્યા હોવાની ધટના નોંધાઈ છે. આ સાથે કિશોરીને પોતાનું શરીર વેચવા માટે પણ મજબૂર કરવામાં આવી હતી. પોલીસને ધટના અંગે બાતમી મળતા અત્યાર સુધી 74 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. ધરપકડ કરેલ ગુનેગારોમાંથી કેટલાક ગેંગ ચલાવે છે, 35 દલાલ અને બાકીના ગુનેગારો ગ્રાહકો તરીકે કિશોરી પાસે આવતા હોવાની માહિતી મળી આવી છે.

કેવી રીતે કિશોરી આંધ્રપ્રદેશ પહોંચી
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે જૂન 2021માં કોરોનાકાળ દરમ્યાન કિશોરીની માતા કોરોનાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ત્યાં કિશોરીની માતાની ઓળખ એક મહિલા સાથે થઈ હતી. સારવાર દરમ્યાન જ મહિલા કિશોરીની માતાની મિત્ર બની ગઈ હતી. સારવાર દરમ્યાન કિશોરીની માતા મૃત્યું પામી હતી. આ ધટનાનો ફાયદો મહિલા મિત્રએ ઉઠાવ્યો હતો. મહિલાએ કિશોરીને દત્તક લીધા બાદ તેનાં પિતાને જાણ કર્યા વગર પોતાની સાથે લઈ ગઈ હતી. જયાં તેણે કિશોરીને દેહવ્યાપાર માટે મજબૂર કરી હતી. જેમાં 80 આરોપીઓએ આ કિશોરીનું શારીરિક શોષણ કર્યું હતું. ઓગસ્ટ 2021માં કિશોરીના પિતાએ બાળકી ગુમ થઈ હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

19 એપ્રિલના રોજ ગુંટુરની પશ્ચિમ ઝોન પોલીસે B.Tech વિદ્યાર્થીઓ સહિત 10 લોકોની કે જે આ ગુનામાં સંડોવાયેલા હતાં તેઓની ધરપકડ કરી છે. આ ઉપરાંત જે 74 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાંથી કેટલાક ગેંગ ચલાવે છે, 35 દલાલ છે અને બાકીના લોકો ગ્રાહકો તરીકે કિશોરી પાસે આવતા હોવાની માહિતી મળી છે. કિશોરીની નાની ઉંમર અને તેની પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને અનેક ટોળકીએ તેને ખરીદી અને તેને રાજ્યમાં ઘણી જગ્યાએ વેચી પણ દીધી હતી.

Most Popular

To Top