SURAT

10 વર્ષથી કાગળ ઉપર ચાલતો સુરતનો રૂંઠ-ભાઠાનો પ્રોજેક્ટ ટ્રેક ઉપર આવ્યો, કન્વેન્શનલ બેરેજનું ટેન્ડર મંજુર

સુરત: (Surat) સુરત શહેરની પ્રજા માટે અતિમહત્વના એવા તેમજ છેલ્લા 10 વર્ષથી કાગળ ઉપર ચાલતા રૂંઢ અïને ભાઠાની વચ્ચે તાપી નદી (Tapi River) પરના મહત્વાકાંક્ષી કન્વેન્શનલ બેરેજ બ્રિજના (Conventional Barrage Bridge) પ્રોજેક્ટ નું ટેન્ડર આખરે શાસકોએ સામી ચૂંટણીએ સ્થાયી સમિતિમાં મંજૂર કરી દેતા આ પ્રોજેકટ હવે ટ્રેક પર આવી જવાની આશા ઉભી થઇ છે. આ પ્રોજેકટ માટે તમામ સરકારી મંજૂરીઓ, કેપિટલ વર્ક અને ત્યાર બાદ 10 વર્ષનું ઓપરેશન મેઇન્ટેનેન્સ એમ ત્રણ તબક્કા મળીને કુલ 941 કરોડનું ટેન્ડર લોએસ્ટ હોય શાસકોએ સ્થાયી સમિતિમાં મંજૂરી આપી દીધી છે. આ બેરેજ સાકાર થતા રૂંઢથી કોઝવે (Rundh To Causeway) સુધી 10 કિમીનુ સરોવર રચાશે અને 1700 કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે.

મનપાના તંત્રએ આ પ્રોજેકટનું મહત્વત ધ્યાને રાખીને ટેન્ડરïના સ્કોપ ઓફ વર્કમાં ખૂબ જ ચીવટતા રાખી છે અને તમામ પ્રકારની સ્ટડીï, સર્વે સહિતના રિપોર્ટ મેળવવાની જવાબદારી ટેન્ડરરïને માથે નાંખી દીધી છે. ત્રïણ પાર્ટમાં મનપા દ્વારા ઓફરો મંગાવવામાં આવી હતી. મહત્વાકાંક્ષી કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટ માટે વિવિધ પ્રકારના સર્વે, જીઓનેટિકલ ઇન્વેસ્ટિગેશન, ફ્લડ એસ્ટિમેશન એન્ડ મોડેલિંગ વગેરેની જરૂરિયાતને ધ્યાને રાખી મનપા દ્વારા ટેન્ડરïનો ડ્રાફ્ટ એસવીએનઆઇટી પાસે તૈયાર કરાવાયો હતોï. આ તૈયાર થયેલા ડ્રાફ્ટ અંગે મનપા દ્વારા વાપકોસ લિમિટેડïï, ગાંધીનગર અને કસાડ કન્સલટન્ટ, અમદાવાદ પાસે સૂચનો મેળવી અંતિમ મંજૂરી મેળવવામાં આવી હતી. આમ, ટેન્ડર બાબતે જ ભારે ચીવટતા તંત્ર દ્વારા રાખવામાં આવી હતી.

નિર્ધારિત સમયમર્યાદામાં મનપા પાસે બે એજન્સીઓના ટેન્ડર મળ્યા હતાં. મનપા દ્વારા મંજૂર કરાયેલા 698 કરોડનો અંદાજ સામે પાર્ટ-એમાં હાઇડ્રોગ્રાફિક, ટોપોગ્રાફિક સર્વે ઇન્વેસ્ટિગેશનï, બેરેજની ડીઝાઇનï, સરકારી તથા અન્ય વિભાગોની મંજૂરી, તાપી નદીના તળ ભાગમાં જીઓનેટિકલ ઇન્વેસ્ટિગેશન, મોડેલ રન વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે પાર્ટ-બીમાં બેરેજના બાંધકામ અને પાર્ટ-સી માં બેરેજના ઓપરેશન-મેઇન્ટેન્સનો 10 વર્ષના કોન્ટ્રાક્ટ માટેનો ભાવ મંગાવાયો હતો. લોએસ્ટ એજન્સીïï, યુનિક કન્સ્ટ્રક્શન (એમઓયુ પાર્ટનર-પટેલ એન્જિનિયરિંગ) દ્વારા ત્રણેય પાર્ટ મેળવીને કુલ 941.71 કરોડ અને દ્વિતિય લોએસ્ટ ડીઆરએન ઇન્ફાસ્ટ્રક્ચર પ્રા. લિ. દ્વારા 972.02 કરોડની ઓફર આપવામાં આવી હતી જેમાં લોએસ્ટ 941.71 કરોડનું ટેન્ડર મંજૂર કરાયું છે.

પ્રોજેક્ટ ફિઝિબલ નહીં જણાય તો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે
મહત્વાકાંક્ષી કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટ માટે શાસકો ટેન્ડરને મંજૂરી આપી દીધી છે પરંતુ ટેન્ડરના પાર્ટï-૧ની કામગીરી મુજબ હાઇડ્રોગ્રાફિકï, ટોપોગ્રાફિક સર્વેï, બેરેજની ડીઝાઇનï, જીઓનેટિકલ ઇન્વેસ્ટિગેશન, મોડેલ રનï જેવી અનેક સ્ટડી રિપોર્ટ/મંજૂરી મેળવવાની રહેશે. આ મંજૂરી મેળવવાની કામગીરી અર્થે જ લોએસ્ટ ટેન્ડરર એજન્સી દ્વારા 64 કરોડની રકમની બીડ ભરવામાં આવી હતી. પ્રથમ પાર્ટમાં જરૂરી સર્વે, સ્ટડી રિપોર્ટ મુજબ પ્રોજેક્ટ ફિઝિબલ થઇ શકે તેમ હોય તો જ ભવિષ્યમાં સ્થળ પર કામગીરી શરુ કરી શકાશે.

બેરેજનુ બાંધકામ શરૂ કરતા પહેલા અડાજણ-પાલ-ભાઠામાં પાળા બનાવવા અનિવાર્ય
આ પ્રોજેક્ટની કામગીરી શરુ કરતાં પૂર્વે અડાજણ-પાલï-ભાઠા તરફે પાળા પણ બનાવવા ફરજિયાત બની રહેશે. જા, પાર્ટï-એ મુજબ જરૂરી સ્ટડી સર્વે રિપોર્ટ બાïદ પ્રોજેક્ટની ફિઝિબ્લિટી ન જણાય તો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે. વિભાગ દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાયેલ દરખાસ્તમાં આ બાબતે પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સુરતની વસ્તી ૨૦૩૩માં ૧.૧૭ કરોડને આંબશે
હાલ સુરત શહેરમાં ૭૫ લાખથી વધુ વસ્તી નોંધાવા પામી છે અને સમગ્ર વિશ્વમાં વસ્તીના વિકાસની દ્રષ્ટિએ સુરત શહેર ચોથા ક્રમે પહોંચ્યુ છે. અલબત્ત, ૨૦૩૩માં સુરત શહેરની વસ્તી ૧.૧૭ કરોડને પાર કરી જાય તેવી શક્યતાઓને પગલે કન્વેશનલ બેરેજ શહેરીજનો માટે પીવાના પાણીના સ્ત્રોત માટે ખુબ જ આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે છે. સતત વધતી વસ્તીને પગલે પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે ૧૯૯૫માં સિંગણપોર ખાતે બાંધવામાં આવેલ વિયર કમ કોઝવેના નિર્માણ બાદ હવે કન્વેન્શનલ બેરેજને પગલે અઠવા, અડાજણ, ઉમરા સહિતના વિસ્તારોમાં વધતી જતી ભૂગર્ભ જળની ખારાશ પર અંકુશ મેળવવા માટે જળસ્તરમાં પણ વધારો થશે. બીજી તરફ બેરેજના નિર્માણને પગલે તાપી નદીમાં રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની યોજના પણ એક ડગલું આગળ વધી શકે છે. આ સિવાય સિંગણપોર વિયરના નીચાણવાળા વિસ્તારમાં સમુદ્રની ભરતીને કારણે સતત વધી રહેલા સીલ્ટીંગ અને પ્રદૂષણ પર પણ કાબુ મેળવવામાં ખુબ જ કારગર સાબિત થશે.

  • સુરતની પ્રજા માટે મહત્વકાંક્ષી કન્વેન્શનલ બેરેજ થકી રૂઢથી કોઝવે સુધીના 10 કિમીનું મીઠા સરોવરનું તળાવ રચાશે.
  • ૧૦ કિમીના સરોવરમાં ૧૭૦૦ કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે
  • રૂંઢની ૧૧,૯૭૪ ચો.મી, ભાઠા ગામની ૧૪,૩૬૩ ચો.મી જમીનનો ઉપયોગ થશે
  • ખાનગી અને જમીન અને ૧,૯૨,૫૭૫ ચો.મી. સરકારી જમીનનો ઉપયોગ થશે
  • આ પ્રોજેકટના કારણે શહેરમાંથી પસાર થતી તાપી નદી ફરી જીવંત થઇ જશે.
  • તાપી નદી 12 માસે મીઠાપાણીથી ભરાયેલી રહેતા શહેરના ભૂગર્ભ જળની ક્વોલિટી સુધરશે.
  • બેરેજના કારણે તાપી નદીમાં બાકી રહી ગયેલા પાળા પણ બની જશે.
  • ૧૦૦ વર્ષના ડેટા મુજબ ૧૦.૫૨ લાખ ક્યુસેકના પૂર માટે ડિઝાઈન.
  • ઉપરવાસમાં સિંગણપોર વિયર સુધી આશરે ૧૦ કિલોમીટરની લંબાઈનું જળ સરોવર.
  • કન્વેશનલ બેરેજના સ્ટ્રક્ચરની કુલ લંબાઈ ૧૦૩૬ મીટર.
  • ૧૫ મીટર પહોળા અને સાત મીટરની ઉંચાઈ ધરાવતાં કુલ ૬૦ વર્ટીકલ ઓપરેટેડ ગેટ્સ

Most Popular

To Top