Top News

More Posts

   The Latest

Most Popular

ભરૂચ: (Bharuch) ભરૂચ-દહેજ બાયપાસ રોડ પર સ્પાની (Spa) આડમાં ચાલતો ગેરકાયદે દેહનો વ્યવસાય ભરૂચ પોલીસે (Police) ઝડપી પાડ્યો હતો. બિગ બોસ સ્પાની આડમાં બહારથી છ યુવતી મંગાવીને દેહવ્યાપાર (Prostitution) કરાતો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ બહાર આવ્યો હતો.

  • ભરૂચના બિગ બોસ સ્પામાં દેહવેપાર, ૬ યુવતી અને સ્પા માલિક ઝડપાયો
  • ડમી ગ્રાહક મોકલી પોલીસે ટ્રેપ ગોઠવી, બે મોબાઈલ, રોકડા રૂ.૧૩૫૦૦ની મત્તાનો મુદ્દામાલ કબજે

ભરૂચ A ડિવિઝનના પીઆઈ એ.કે.ભરવાડને બાતમી મળી હતી કે, ભરૂચમાં શ્રવણ ચોકડી પાસે આવેલા અભ્યુદય આર્કેડમાં બિગ બોસ સ્પાની આડમાં બહારની છોકરી મંગાવી રીતસરનો દેહવ્યાપાર ચલાવાય છે. આથી એક ખાનગી વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં બોલાવી બાતમીથી વાકેફ કરી ગ્રાહક તરીકે તૈયાર કરી બિગ બોસ સ્પામાં મોકલ્યો હતો, જેમાં દેહવ્યાપાર ચાલતો હોવાનું જણાતાં આખરે પોલીસે રેડ કરી હતી. જ્યાંથી છ યુવતી અને બિગ બોસ સ્પા દુકાન ચલાવતો માલિક રાકેશ મનુ વાળંદ (રહે., A/૮-વિશ્વંભર કોમ્પ્લેક્સ, MRF શો રૂમની પાછળ, નંદેલાવ,ભરૂચ) ઝડપાઈ ગયા હતા. પોલીસે બે મોબાઈલ, કાઉન્ટર પરથી રોકડા મળી કુલ રૂ.૧૩૫૦૦ની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ A ડિવિઝન પોલીસે ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઘણા લાંબા સમયથી સ્પાની આડમાં દેહવેપાર ચાલતો હતો. રૂપલલના ક્યાંથી આવતી હતી? વિદેશની હોય તો પાસપોર્ટ છે કે કેમ ? ભરૂચના શહેરમાં જ્યાં રાખતા હતા એ મકાનમાલિકે પોલીસ પાસે વેરિફિકેશન કરાવ્યું છે કે કેમ જેવા પ્રશ્નોના જવાબો માટે પણ રહસ્ય હજુ અકબંધ છે. ભરૂચ પોલીસે તલસ્પર્શી તપાસ કરે તો ઘણી હકીકત બહાર આવે એમ છે. આ સમગ્ર મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

To Top