Entertainment

પાકિસ્તાની ટી.વી. સિરીયલોનો સ્ટાર જૂનેદ અખ્તર સારાનો હીરો બનશે

સારા અલી ખાન ‘પીછે તો દેખો’ ફિલ્મમાં જૂનેદ અખ્તર સાથે કામ કરશે. આ જૂનેદને જાવેદ અખ્તર યા ફરહાન અખ્તર સાથે કોઈ રિલેશન નથી. જો એ જૂનેદખાન હોત તો આમીરખાનનો દિકરો હોત પણ ના, તે જૂનેદ અખ્તર છે અને પાકિસ્તાનના કરાંચીમાં જન્મેલો છે. સારા અલી ખાનના હીરો તરીકે તે કામ કરવાનો છે. આ જૂનેદ અખ્તર પાકિસ્તાન ટી.વી. પર રજૂ થયેલી અનેક સિરીયલોમાં મુખ્ય ભૂમિકા કરી લોકપ્રિયતા મેળવી ચુક્યો છે. ‘અભી દૂર હૈ કિનારા’માં તે પ્રથમવાર આવ્યો પછી તેને એક પછી બીજી એમ સિરીયલો મળતી ગઈ. પાકિસ્તાનમાં ફિલ્મો તો ઓછી બને છે કારણકે ત્યાં પૂરતો પ્રેક્ષક નથી મળતો. આતંકવાદના સમયમાં કોઈ થિયેટરમાં તો કેવી રીતે જાય ? ઘરમાં ટી.વી. જોવું વધારે સલામત એટલે ત્યાં ટી.વી. સિરીયલો બનતી રહે છે.

જૂનેદ અખ્તરે આ રીતે ‘છોટીસી કહાની’ ‘યે જિંદગી હૈ’ ‘ઝિંદગી તેરે બીના’ ‘જાને કૌન’, ‘કોઈ નહીં અપના’, ‘ના મેહરન’, ‘કિતના સતાતે હો’, ‘ઘટન’, ‘ફરેબ અને ‘એક પલ’ ટી.વી. સિરીયલોમાં કામ કર્યુ છે. આ સિરીયલોએ તેને એટલી લોકપ્રિયતા અપાવી કે પછી ‘પરી’ નામની ફિલ્મમાં તે હીરો તરીકે આવ્યો. તેમાં તેની સામે અઝીકા ડેનિઅલ હતી.જૂનેદની અભિનેતા તરીકેની કારકિર્દી શરૂ થઈ તેના કારણમાં એવું છે કે તે ત્યાંની યુનિવર્સિટીમાં કશુંક પરર્ફોમ કરી રહ્યો હતો અને પાકિસ્તાનના સિનીયર અભિનેતા શાહજાદ રઝા હાજર હતા. હવે તે પાકિસ્તાનથી આગળ વધી ભારતની ફિલ્મોમાં સારા અલી ખાનનો હીરો બનશે ? પાકિસ્તાનના દરેક અભિનેતા-અભિનેત્રી યા ગાયક-ગાયિકાને ભારતમાં જ કારકિર્દી બનાવવી હોય છે કારણ કે ભાષાની યા ચહેરાની સમસ્યા વિના તેઓ ભારતના હિસ્સા બની શકે છે. જૂનેદ પણ એજ આશાએ સારા સાથે કામ કરશે. જો સફળ જશે તો અદનાન સામીની જેમ ભારતીય બની જવા પ્રયત્ન કરશે.

Most Popular

To Top