Vadodara

સોખડા મંદિરમાં હરિભક્તોના પ્રવેશ પર પાબંદી ફરમાવાઇ

વડોદરા : હરિભક્તોના આત્મીયધામ હરિધામમાં છેલ્લા ઘણા સમયથી આત્મીયતા કોરાણે મુકાઈ હોય તેમ કરોડોના વહીવટ અને સત્તા માટે સંતોના બે જૂથો વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે વહીવટમાં વર્ચસ્વ  માટે પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથ વચ્ચે ચાલતી ખેંચતાણ હવે ચરમસીમાએ પહોંચી છે સમાધાનના લગભગ તમામ દરવાજા બંધ થઈ ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે  તેમાંય ગુરુવારે પ્રબોધ સ્વામી જૂથ સમર્થક 68 જેટલા સંતો સેવકો  સાથે સોખડા મંદિર ને જય સ્વામિનારાયણ કરી રહ્યાની વાતે માહોલ ગરમાઈ ગયો છે અચાનક રણછોડી રહેલા પ્રબોધ જીવન સ્વામીના સંદેશ બાદ પ્રબોધમ જૂથમાં પણ ભારે આક્રોશ છે.

હરિધામ આસપાસનું વાતાવરણ હાલ ખૂબ જ ઉત્તેજના ભર્યું બની રહ્યું છે આવનાર દિવસમાં કોઇ ઈચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પણ હવે એક્શનમાં આવી ગઈ છે મંદિર પ્રશાસને હાલ તો મંદિરમાં દર્શન બંધ કરી હરિભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે તેમજ સોખડા હરિધામ મંદિરના ગેટ પર બાઉન્સરો મૂક્યા હોવાની વાતે પણ તંગદિલીની ચર્ચા છે.બીજી તરફ પોલીસ પણ સ્થિતિ ન બગડે અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે સજ્જ બની છે.મંદિરની અંદર અને બહાર જડબેસલાક બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. હરિધામ પરિસર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે ત્યારે ગુરુવારે સંતો મંદિર છોડે છે કે કેમ તેને લઇને પણ ભારે ઉત્તેજના સાથે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે.

યદાકીય પ્રક્રિયા પૂરી કરવી પડશે, મંદિર ગેટ બહાર નોટિસ
પ્રબોધ જીવન સ્વામી સહિત જૂથના સંતો  સમર્થકો સોખડા છોડી જવા માંગે છે  તેવો સંદેશ મળતા જ મંદિર પ્રશાસન હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક મંદિર માં નોટિસ લગાડવામાં આવી હતી જે હવે ચર્ચાનો વિષય બની છે મંદિર સંકુલમાં સેક્રેટરીના નામથી લગાડવામાં આવેલ નોટિસમાં સંતો સાધકો સેવકોને સોખડા છોડતા પહેલા તમામ કાયદાકીય કાર્યવાહી પૂરી કરીને જ જવું પડશે અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યા સુધી કોઈને હરિધામ સોખડા  છોડવાની મંજૂરી મળી શકશે નહીં તેવો પણ નોટીસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે ચર્ચા છે કે મંદિર છોડવા માંગતા સંતો પાસે બોન્ડ  લખાવવાનો તખ્તો ઘડાય ગયો છે  જેમાં તેઓ રાજીખુશીથી જઈ રહ્યા છે અને મંદિરની જે પણ પ્રોપર્ટી છે તેમાં તેમનો કોઈ હક્ક રહેશે નહીં તેવી ખાતરી કે બાંહેધરી આપવાની રહેશે તેમ કહેવાય છે.

આજે પ્રબોધ જીવન સ્વામી સમર્થક સંતો સાથે મંદિર છોડશે?
સોખડા હરિધામ મંદિરમાં છેલ્લા ઘણા સમયથી ચાલતા વિવાદ વચ્ચે પ્રબોધ જીવન સ્વામીએ હરિધામ સોખડાને અલવિદા કરવાનું મન બનાવી લીધું છે અને ગુરુવારે તેઓ પોતાના સમર્થક સંતો સાથે મંદિરમાંથી જતા રહેશે જોકે  સવાલ એ છે કે કાયદાકીય પ્રક્રિયાનો  ઉલ્લેખ થતાં હવે સંતોનું મંદિર છોડવું કેટલું આસાન રહે છે તેઓ હાલ મંદિર છોડે છે કે કેમ તેને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે બીજી તરફ પોલીસ પણ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહી છે અને શાંતિપૂર્ણ માહોલમાં વિવાદ પર પૂર્ણવિરામ મુકાય તેવા પ્રયાસ કરી રહી છે.

સોખડા હરિધામ મંદિરમાં ફરી એકવાર ઉતેજનાભર્યો માહોલ
સોખડા હરિધામ મંદિરમાં ફરી એકવાર ઉતેજનાભર્યો માહોલ જોવા મળી રહ્યો છે પ્રબોધ  જીવન સ્વામી સહિતના સંતો સોખડા છોડી જવાના સંદેશને પગલે મંદિર આસપાસનું  વાતાવરણ તંગ બન્યું છે. ત્યારે પોલીસ પણ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સક્રિય બની છે વડોદરા જિલ્લા પોલીસ દ્વારા મંદિરની અંદર અને બહાર જડબેસલાક બંદોબસ્ત ખડકી દેવાયો છે વડોદરા જિલ્લાના ડીવાયએસપી સુદર્શનસિંહ વાળાએ જણાવ્યું હતું કે કોઈપણ  કાળે પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવા નહિ દે, વર્તમાન વિવાદ બાદ સર્જાયેલી સ્થિતિનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ આવે તે દિશામાં પણ પોલીસ સતત પ્રયાસરત છે જે માટે સંતો તેમજ મંદિર પ્રસાશન સાથે પણ સતત સંવાદ કરવામાં આવી રહ્યો છે.

Most Popular

To Top