Entertainment

કપૂર સિસ્ટર્સમાં ટોપ પર છે જાન્હવી

જેમ સોનાક્ષીસિંહા એક સમયે ખૂબ જાડી હતી પણ ફિલ્મોમાં આવવું હતું એટલે શરીર ઊતાર્યુ. હવે એવું જ કાંઇ અંશુલા કપૂર કરી રહી છે. વિત્યા બે વર્ષથી તે શરીર ઊતારી રહી હતી અને હવે તે ઇન્સ્ટાગ્રામ પર પોતાની નવી તસવીરો મુકતી થઇ છે. શું આ શરીર ઊતારવું ફિલ્મ માટે છે? તેના પિતા બોની કપૂર આ વિશે ના નહીં પાડશે. જો શ્રીદેવીથી જન્મેલી જહાન્વી ફિલ્મોમાં હોય તો બોની કપૂર અંશુલા માટે પણ હા પાડશે. જોકે શ્રીદેવીથી જન્મેલી ખુશી કપૂર પણ બાકી છે. ખુશી એક ફિલ્મ માટે કરારબધ્ધ થઇ છે અને તે શાહરૂખની દિકરી સુહાના ખાન સાથે કામ કરશે જેમાં અમિતાભનો દોહિત્ર અગત્સ્ય નંદા હીરો હશે. ખુશીએ શૂટિંગ શરૂ કર્યું તેનાથી વધારે ખુશી જાન્હવી કપૂરને થઇ છે. અંશુલા મટે અર્જૂન કપૂર પ્રયત્ન કરે છે તેમ ખુશી માટે  જાન્હવી. સંજય કપૂરની દીકરી શનાયા તો કરણ જોહરની ‘બેધડક’માં આવી રહી છે. એવું લાગે છે કે ‘કપૂર’ અટકધારી હીરો ઓછા થઇ રહ્યા છે ને હીરોઇનો વધી રહી છે.

અલબત્ત, એ બધાને જાન્હવી કપૂર જ લીડ કરી રહી છે. તેણે ‘ધડક’થી શરૂઆત કરેલી તો શનાયા ‘બેધડક’થી શરૂઆત કરે છે. જાન્હવી પોતાની કારકિર્દીમાં ઉતાવળ વિના આગળ વધી રહી છે અને જે ચાર ફિલ્મોમાં કામ કર્યું તેમાં તેણે ઇમ્પેકટ ઊભી કરી છે. હવે તો તે બિકી સાથે માલદીવના સમુદ્ર તટે ફરી રહી હોય એવા ફોટા પણ ઇન્સ્ટાગ્રામ પર મુકે છે. તે જાણે કહી રહી છે કે હવે તે રણબીર કપૂર, રણવીર સીંઘથી માંડી શાહીદ કપૂર, સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે જોડી બનાવી શકે છે. અત્યારે તે ‘ગુડલક જેરી’ ફિલ્મની રાહ જુએ છે કે જે ડીઝની પ્લસ હોટસ્ટાર પર રજૂ થવાની છે. આ ફિલ્મમાં દીપક ડોબ્રીયાલ છે અને ગયા વર્ષના માર્ચમાં જ તેનું શૂટિંગ પૂરું થઇ ચૂકયું છે. જાન્હવીએ તેની કમર્શીઅલ વેલ્યુ વધારતી હોય તો રણબીર – રણવીર જેવા સાથે જ ફિલ્મો મેળવવી જોઇએ પણ તેની ‘મિલી’ માં મનોજ પાહવા અને સની કૌશલ છે. જાણીતા સ્ટાર ન હોય તો લોકોને લાગે છે કે આ ફિલ્મ ખાસ નહીં હશે અને પ્રયોગશીલ હશે. પણ હા,  ‘બવાલ’માં તે વરુણ ધવન સાથે કામ કરે છે અને નિતેશ તિવારી જેવા દિગ્દર્શકની એ ફિલ્મ છે. જોકે આ ફિલ્મ ૭ એપ્રિલ ૨૦૨૩ માં રજૂ થવાની છે.  •

Most Popular

To Top