Entertainment

બોલિવુડની ‘આકાંક્ષા’ પૂરી થશે?

અજય દેવગણ પોતાની સાથે સાઉથની હીરોઇનોને ચાન્સ આપતો આવ્યો છે. ‘સીંઘમ’માં કાજલ અગ્રવાલ, ‘દે દે પ્યાર દે’માં રકુલ પ્રીત સીંઘ, ‘દૃશ્યમ’ માં શ્રીયા શરણ હતી. અજયનું વતન સાઉથ છે એટલે પણ કદાચ એવું હશે અને તેની આ હીરોઇન પસંદગી કરવાની પધ્ધતિ પણ હોય શકે. તેની સાથે કિર્તી સુરેશ પણ એક ફિલ્મમાં અાવી રહી હતી પણ છેલ્લે મેળ ન પડયો પણ ‘મૈદાન’માં તેની સાથે સાઉથની જ પ્રિયમણી છે. અજયની ‘રુદ્ર’માં રાશી ખન્ના હતી તે પણ સાઉથની ફિલ્મોથી જ સ્ટાર બની છે. અજયની ‘શિવાય’ માં એરિકા કાર હતી તે પણ સાઉથની છે. અજય સાથે જ તમન્ના ભાટિયાની ‘હિમ્મતવાલા’ ફિલ્મ યાદ કરી શકો.તો બસ એ રીતે હમણાં રજૂ થઇ રહેલી ‘રનવે ૩૪’ માં આકાંક્ષા સીંઘ આવી રહી છે.

જોકે આ પહેલાં તે ‘ના બોલે તુમ ના મૈને કહા’ ટી.વી. સિરયલ અને ‘બદરીનાથ કી દુલ્હનીયાં’ ફિલ્મમાં આવી ચુકી છે પણ હિન્દીમાં ગજ ના વાગ્યો એટલે તેલુગુ, કન્નડ, તમિલ ફિલ્મમાં કામ કરવા લાગી હતી અને અત્યારે પણ ‘મીટ કયુટ’ નામની તેલુગુ ફિલ્મમાં આવી રહી છે. પણ અજયને થયું કે હિન્દીમાં ફરી તેને ચાન્સ આપવો જોઇએ. આમ તો અમિતાભ, બોમન ઇરાન પછી રકુલ પ્રીત સીંઘની ભૂમિકા મહત્વની છે પણ આકાંક્ષા સીંઘ ખાસ તક મેળવી રહી છે. આકાંક્ષા મૂળ જયપુર, રાજસ્થાનની છે અને ગુજરાતી કુણાલ શાહને પરણી ચુકી છે. ‘બદરીનાથ કી દુલ્હનીયા’ કરણ જોહરની ફિલ્મ હતી એટલે તેને આશા હતી પણ આલિયા ભટ્ટ હોય તો વધારે મોટો રોલ ન મળી શકે. તેમાં તે આલિયાની મિત્ર તરીકે દેખાય હતી. પણ હવે તે વધારે અપેક્ષા સાથે ‘રનવે ૩૪’ માં અવી છે. તે કહી રહી છે કે આ ફિલ્મ તેને વધુ હિન્દી ફિલ્મો અપાવશે. નામ આકાંક્ષા છે એટલે તે આવી આકાંક્ષા રાખે તેની ના નહીં. પરિણામ હવે નજરે પડશે. •

Most Popular

To Top