Entertainment

તમાકુની જાહેરાત અક્ષય કુમારને ભારે પડી, માફી માંગ્યા પછી પણ કેમ ટ્રોલ થઈ રહ્યા છે?

નવી દિલ્લી: બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર (Akshay kumar) હંમેશા ચર્ચામાં હોય જ છે. પરંતુ આ વખતે લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે. તેેમણે તમાકુની બ્રાન્ડની જાહેરાત (Tobacco ad) કરી હતી. જે બાદ તેઓ સોશિયલ મીડિયા (Social media) પર ઉગ્ર રીતે ટ્રોલ થયા હતા. અક્ષય કુમારે વિમલ ઈલાઈચીની જાહેરાત તો કરી પરંતુ હવે તેમને પોતાના નિર્ણય પર પસ્તાવો થઈ રહ્યો છે. તમાકુ બ્રાન્ડની જાહેરાતમાં અક્ષયને જોઈને ચાહકો ખૂબ ગુસ્સે થયા છે. પ્રશંસકોની નારાજગી જોઈને ખિલાડી કુમારે માફી (Apologise) માંગી, પરંતુ તે પણ તેમના પર ભારે પડી છે.

અક્ષય કુમારે માફી માંગી
તેમણે બપોરે 1 વાગ્યા પછી એક ટ્વિટ કર્યું અને લખ્યું, ‘હું તમારા બધાની, મારા બધા ચાહકો અને શુભેચ્છકોની માફી માંગુ છું. ભૂતકાળમાં તમારી પ્રતિક્રિયાએ મને ઊંડી અસર કરી છે. એક માણસ તરીકે, હું મારું પગલું પાછું લઉં છું. મને જે પણ ફી મળી છે, હું તેનો સારા હેતુ માટે ઉપયોગ કરીશ. હું વચન આપું છું કે ભવિષ્યમાં હું સમજદારીપૂર્વક જાહેરાતો પસંદ કરીશ. બદલામાં, હું હંમેશા તમારો પ્રેમ ઇચ્છીશ.’ આ પોસ્ટ દ્વારા, તેમણે તેમના ચાહકોની માફી માંગી વધુમાં કહ્યું કે તેઓ જાહેરાતમાંથી મળેલી ફી એક સારા હેતુ માટે મૂકશે અને જો બ્રાન્ડ ઇચ્છે, તો તે તેના કરારની કાનૂની અવધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જાહેરાત પ્રસારિત કરી શકે છે. પરંતુ તેઓ ભવિષ્યમાં એડને સમજદારીપૂર્વક પસંદ કરવાનું વચન આપે છે.

આ અગાઉ વર્ષ 2018માં અક્ષયે પોતે કહ્યુ હતુ કે તેઓ સ્વસ્થ ભારત માટે ગુટખાની જાહેરાતને ક્યારેય સમર્થન નહીં આપશે. ત્યાર બાદ 4 વર્ષ પછી અક્ષયને તમાકુની જાહેરાતમાં જોઇ ફેન્સ રોષે ભરાયા છે. તેઓ પોતાની જ વાત ભૂલી ગયા છે. યુઝર્સ ગુસ્સે છે કે આટલી મોટી મોટી વાતો કરવા છતાં અક્ષય કુમારે તમાકુ બ્રાન્ડની જાહેરાત કેમ કરી અને હવે તે પૈસા પરત ન કરવાની વાત કેવી રીતે કરી શકે છે.

હવે આ કારણે ટ્રોલ થઈ રહ્યા છે
ખિલાડી કુમારે આટલું કહ્યા પછી પણ યુઝર્સ તેમને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ કરી રહ્યા છે. ટ્રોલર્સ તેમને સોશિયલ મીડિયા દ્વારા સતત પૂછી રહ્યા છે કે શું તે જાહેરાતમાંથી મળેલી ફી પરત કરશે? તે જ સમયે, કેટલાક તેમને સ્ટેન્ડિંગ નિર્ણયો લેવા માટે કહી રહ્યા છે. એક યુઝર કહે છે કે ‘ફયદા ક્યા સર, એડ તો ચાલશે. આ જાહેરાત બંધ કરી અને પૈસા પણ પરત કર્યા હોત તો આ બાબતમાં યોગ્યતા હોત.

અજય દેવગણે શું કહ્યુ?
આ વિવાદાસ્પદ જાહેરાતમાં અક્ષય કુમાર સાથે શાહરૂખ ખાન અને અજય દેવગન પણ જોવા મળ્યા હતા. જેટલો હંગામો અક્ષયના એડ કરવાથી થયો તે શાહરુખ-અજય માટે થયો નથી. અજય દેવગણે કહ્યું કે કોઈ વસ્તુનું સમર્થન કરવું એ વ્યક્તિગત પસંદગી છે. દરેક વ્યક્તિ પોતાના માટે નિર્ણય લેવા માટે પૂરતો સક્ષમ હોય છે.

Most Popular

To Top