SURAT

સુરતના વરાછામાં ભાડુત અને મકાન માલિક મોજશોખ પુરા કરવા આ રવાડે ચઢી ગયા

સુરત: (Surat) ક્રાઈમ બ્રાંચે આજે વાહન ચોરીના ગુનામાં બે આરોપીઓની ધરપકડ (Arrest) કરી હતી. પકડાયેલા બંને આરોપીમાં એક મકાન માલિક અને એક ભાડુત છે. બંને મોજશોખ પુરા કરવા માટે વાહન ચોરીના રવાડે ચઢ્યા હતા. ક્રાઈમ બ્રાંચની ટીમને વરાછા અશ્વનિકુમાર ગરનાળા પાસે વાહન ચોરીના (Theft) બે આરોપી ઉભા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપી દિપેશ જયસુખભાઈ દેવાણી (ઉ.વ.25, પુષ્પક સોસાયટી, ત્રણ પાન વડની સામે) અને નગરાજ ઉર્ફે નિતીન આનંદકુમાર ભાર્ગવ (ઉ.વ.34, રહે.પુષ્પક નગર સોસાયટી) ને ઝડપી પાડ્યા હતા.

  • ચોરીના બે વાહન વેચી દીધા, બીજા 6 વેચે તે પહેલા ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા
  • બંને આરોપીઓએ 3 બુલેટની પણ ચોરી કરી હતી

પકડાયેલા બંને આરોપીઓ પાસેથી ક્રાઈમ બ્રાંચે ચોરીના પાંચ વાહન કબજે કર્યા હતા. બીજા બે ચોરીના વાહન તેમણે વેચી કાઢ્યા હતા. પકડાયેલા આરોપી પૈકી દિપેશ મકાન માલિક છે. અને નગરાજ ભાડુત છે. બંને જણા છેલ્લા છએક મહિનાથી ચોરી કરતા હતા. મોજશોખ પુરા કરવા તેઓ ચોરીના રવાડે ચઢ્યા હતા. ભાડુતે છેલ્લા ચાર મહિનાથી ભાડુ પણ ચુકવ્યું નથી. બંને આરોપી વાહન ચોરી કરવા નીકળતા જે ગાડીના હેન્ડલ લોક મારેલું હોય અથવા લોક ખરાબ હોય તેવા વાહનો ચેક કરી ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલીને ચોરી કરતા હતા. આરોપીઓ પાસેથી ચોરીના મળેલા વાહનોમાં ત્રણ બુલેટ એક બાઈક અને બે મોપેડ મળી આશરે 3 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો.

ભટાર ઓવરબ્રિજ નીચે આર્કિટેક્ટની બીએમડબલ્યુ કારનો કાચ તોડી લેપટોપની ચોરી
સુરત : ભટાર ઓવરબ્રિજ પાસે નાનપુરા ખાતે ઓફિસ ધરાવતા આર્કિટેક્ચરની કારનો કાચ તોડી અજાણ્યાએ લેપટોપની ચોરી કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ખટોદરા પોલીસે પાસેથી મળતી માહિતી મુજબ પાર્લે પોઈન્ટ ખાતે પંચવટી સોસાયટીમાં રહેતા 36 વર્ષીય વિરેન કિશોરસિંહ મહિડા આર્કીટેક્ટ છે. તેઓ નાનપુરામાં એસ.એન.અસ બિલ્ડિંગમાં ત્વક્ષ આર્કીટેક્ટ ઈન્ડ ઈન્ટીરીયર ડિઝાઇનિંગ નામે ઓફિસ ધરાવે છે. ગત 16 તારીખે સાંજે તેઓ તેમની કાર બીએમડબ્લ્યુ (જીજે-૦૫-જેએન-૪૪૧૧) લઈને ભટાર ઓવરબ્રિજ પાસે ફર્નિચરના શો રૂમમાં ગયા હતા. તેમને સર્વિસ રોડ ઉપર કાર પાર્ક કરી હતી. ત્યારે કોઈ અજાણ્યાએ કારનો કાચ તોડી પાછળની સીટ ઉપર મુકેલા રોકડા 3 હજાર અને 50 હજારની કિંમતનું લેપટોપ સાથેની બેગ ચોરી કરી નાસી ગયો હતો. ખટોદરા પોલીસે ફરિયાદના આધારે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top