વ્યારા: તાપી (Tapi) જિલાના મુખ્ય મથક વ્યારામાં (Vyara) પોતાના દીકરાઓની પ્રેમિકાઓને ઘરે બોલાવી હિન્દુ આદિવાસી (Tribal) યુવતીઓને પોતાના બંને દીકરા સાથે લગ્ન...
સુરત: (Surat) રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધના પગલે અમેરિકા દ્વારા રશિયાની ખાણ અલરોસા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે, જેની...
સુરત: (Surat) સતત આખું વર્ષ વાદળ છાયું વાતાવરણ અને કમોસમી વરસાદનો (Rain) માર પડતા દક્ષિણ ગુજરાતના (South Gujrat) સુરત, તાપી, નવસારી, વલસાડ...
વડોદરા : શહેરના કારેલીબાગ મહિલા પોલીસ સ્ટેશન નજીક આવેલા મણિયાર મહોલ્લામાં એક મહિલા પર અન્ય મહિલા દ્વારા ભુલથી પાણી પડી જતા મામલો...
વડોદરા : વડોદરા મધ્યસ્થ જેલમાં લાંબા સમયથી ગેરરીતી ચાલી રહી છે. આ ઉપરાંત જેલ અગાઉ પણ કેટલા વિવાદોમાં રહી ચુકી છે. તે...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીમાં જેસીબીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરની મિલીભગતને કારણે આડેધડ...
નડિયાદ: ભાજપ શાસિત નડિયાદ નગરપાલિકામાં આગામી દિવસોમાં યોજાનારી સામાન્ય બોર્ડની બેઠકના અઠવાડિયા અગાઉ સત્તાધારી પક્ષના કાઉન્સિલરો બે જુથમાં વહેંચાયાં હોવાની ચર્ચાએ જોર...
નડિયાદ : નોલેજ હાઈસ્કુલમાં મુસ્લિમ વિદ્યાર્થીઓને નમાઝ પઢવા માટે અલગ રૂમ ફાળવવા મુદ્દે છેલ્લાં ચાર દિવસથી ચાલી રહેલાં વિવાદ અંતર્ગત શુક્રવારના રોજ...
આણંદ : બોરસદના આણંદ રોડ પર શુક્રવારની વ્હેલી સવારે એસટી બસ અને ટેમ્પો ટ્રાવેલર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા તેમાં સવાર 11 જેટલા...
સુરત : (Surat) સુરત શહેરમાં ટ્રાફિકની (Traffic) સમસ્યાના ઉકેલ માટે જુન-2000 માં ખુલ્લા મુકાયેલા ડો.બાબાસાહેબ આંબેડકર ફ્લાય ઓવર બ્રિજ (રિંગ રોડ)ને રીપેરિંગ...
આણંદ : બાલાસિનોર કોલેજમાં એસ. પી.યુનિવર્સિટીના કુલપતિ ડો નિરંજન પટેલનું સન્માન યોજાયું હતું. જેમાં શ્રીમદ ભાગવત ગીતામાં તત્વજ્ઞાન પર વ્યાખ્યાનનો કાર્યક્રમ યોજાયો...
નવી દિલ્હી: કોરોનાનો (Corona) ખતરો હજુ ટળ્યો નથી, કોરોનાની ચોથી લહેર (Fourth Wave) સમગ્ર વિશ્વમાં હાહાકાર માચાવી રહી છે. અને હવે ભારતમાં...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં દોઢ વર્ષ અગાઉ પાલિકા સંચાલિત શોપીંગ સેન્ટરની દુકાનો બારોબાર ભાડે આપી લાખો રૂપિયાનું કૌભાંડ આચરનાર પાલિકાના...
સુરત(Surat) : કોરોનાની (Corona) મહામારી શરૂ થયા બાદ પ્રથમ વખત આજે એવું બન્યું છે કે સુરતમાં કોરોનાનો એકપણ દર્દી (Patinet) નથી. સુરતમાં...
અમેરિકાના નસીબદાર રહેવાસીઓ વર્ષોથી મોંઘવારીના મારથી બચતા આવ્યા છે. ભારત અને પાકિસ્તાન જેવા ગરીબ દેશોમાં ફુગાવો જ્યારે ડબલ ડિજિટની નજીક સરકી રહ્યો...
ગરમીનો પ્રકોપ વધવાનો છે ત્યારે આપણા ઘરના આંગણે વરંડામાં, અગાસી પર પાણીથી ભરેલા કૂંડા ત્થા મૂક પક્ષીઓ માટે ચણ મૂકી માનવતા મહેંકાવીએ....
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra)માં હનુમાન ચાલીસા(Hanuman Chalisa) અને લાઉડસ્પીકર(Loud Spekar)નો વિવાદ(Controversy) મામલે રાજકારણ ગરમાયું છે. બડનેરાના અપક્ષ ધારાસભ્ય રવિ રાણા(Ravi Rana) અને તેમના પત્ની...
હાલમાં દ.ગુજરાત વીજ કંપની દ્વારા ખેતીવાડીને 8(આઠ) કલાક વીજળી આપવાનું સ્વીકાર્યું હોવા છતાં પૂરા આઠ કલાક વીજળી આપતી નથી. કોઈ દિવસ 6...
આપણે ચૂંટેલા પ્રતિનિધિઓ ગુજરાતી શાળામાં પ્રવેશોત્સવ, ગણેશોત્સવ (નાટકોત્સવ)ની ભજવણી અર્થે ગુજરાતી શાળામાં લટાર મારે છે ત્યારે બોલે છે કે વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં...
તા.17/4ના ‘ચાર્જિંગ પોઈન્ટ’ ની કોલમમાં જીવનોપયોગી અને આચરવાયોગ્ય સમજ ઉદાહરણ સહિત સચોટ અને સરસ રીતે રજૂ કરવામાં આવે છે. ‘સંતરું ખાટું છે’લેખમાં...
સુરત: ચકચારી ગ્રીષ્મા વેકરિયા મર્ડર કેસમાં 22 એપ્રિલના રોજ સરકારી વકીલ દ્વારા આરોપી ફેનિલને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરવામાં આવી...
ભગવાનનો એક ભક્ત હતો. આખો દિવસ પોતાનું કામ કરે, સતત ભગવાનનું નામ લે અને પોતે શ્રીમંત ન હતો છતાં દરેક લોકોની બનતી...
ગાંધીનગર : રાજયમાં આગામી 72 કલાક દરમિયાન સુરેન્દ્રનગર (Surendranagar) , વલસાડ (Valsad) તથા કચ્છમાં (Kutch) એમ ત્રણ જિલ્લાઓમાં હીટ વેવની (Heat Wave)...
ચૂંટણીના ચાણક્યની ક્ષમતા આજકાલ કસોટીના એરણ પર ચડેલી છે. કોંગ્રેસ પાર્ટીના નવા તારણહારરૂપે નિખરી રહેલા જાણીતા સ્ટ્રેટેજીસ્ટ પ્રશાન્ત કિશોર કોંગ્રેસમાં આવું આવું...
પી.કે. તરીકે પણ જાણીતા ચૂંટણીવ્યૂહ રચનાકાર પ્રશાંત કિશોર 2024 ની લોકસભાની ચૂંટણીના ધ્યેય સાથે પોતે રજૂ કરેલા કોંગ્રેસના પુનર્જીવન યોજનાની ચર્ચા કરવા...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથા પર છે. મોંઘવારીએ માઝા મૂકી છે. દેશમાં અનેક સમસ્યાઓ છે. કોંગ્રેસ માટે તક છે કે તે ગુજરાતની ભાજપ...
કેમ છો?મજામાં ને?ગરમીમાં આપનો મૂડ કેવો છે? વેકેશનની શરૂઆત કેવી રહી? ઘઉં, મરી-મસાલાની સીઝન આવી ગઇ છે પરંતુ એનો ભાવવધારો આસમાને છે....
મુંબઇ : આઇપીએલની (IPL)આજે શુક્રવારે (Friday) અહીં રમાયેલી 34મી મેચમાં (Match) જોસ બટલરની આક્રમક સદી ઉપરાંત ઓપનર દેવદત્ત પડ્ડીકલ સાથેની તેની 155...
સુરત: કોરોનાકાળ (Corona) દરમ્યાન શિથિલ રહેલા સુરત (Surat) ડીઆરઆઈ (ડિરેકટોરેટ રેવન્યુ ઈન્ટેલિજન્સ) વિભાગે બાતમીના આધારે શહેરના વરાછા રોડના (Varacha Road) લંબે હનુમાન...
જમ્મુ: પ્રતિબંધિત ત્રાસવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદ (જેઈએમ) દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની (Narendra Modi) મુલાકાત પહેલાં એક આત્મઘાતી હુમલાનના પ્રયાસને નિષ્ફળ કરાયો હતો...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
વ્યારા: તાપી (Tapi) જિલાના મુખ્ય મથક વ્યારામાં (Vyara) પોતાના દીકરાઓની પ્રેમિકાઓને ઘરે બોલાવી હિન્દુ આદિવાસી (Tribal) યુવતીઓને પોતાના બંને દીકરા સાથે લગ્ન કરવાની લાલચ આપી બળજબરી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. આ મામલો પોલીસ સુધી પહોંચતાં પોલીસે દંપતી અને તેના બંને પુત્ર સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે.
આ બનાવની ફરિયાદ વ્યારાના ઢોડિયાવાડ વિસ્તારમાં રહેતી એક યુવતીએ કરી હતી. તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, વ્યારાનાં અંબિકાનગરમાં રહેતો યોહાન તેની સાથે અભ્યાસ કરતો હતો અને બંને વચ્ચે છેલ્લાં ત્રણ વર્ષથી પ્રેમસંબંધ છે. દરમિયાન ગઇ તારીખ 30મીના રોજ બુધવારે રાત્રે આઠ વાગ્યે યોહાને તેને ફોન કરીને પપ્પા બોલાવતાં હોવાનું કહી ઘરે આવવા જણાવ્યું હતું. જેથી તે ફ્રેન્ડને ત્યાં જવાનું કહી રાત્રે સાડા દશ વાગ્યે યોહાનના ઘરે પહોંચી હતી. તે જેવી ત્યાં પહોંચી કે તરત જ યોહાનના પિતાએ તેના હાથમાં મંદિરમાંથી બાંધવામાં આવેલો દોરો કાપી નાંખી કપાળ અને પગમાં તેલ લગાવી ઓઢણીથી વાળ બંધાવી દીધા હતા અને અને ફોન પણ બંધ કરાવી દીધો હતો.
યોહાનના ભાઇ રસીનને વાંસકુઇમાં રહેતી એક યુવતી સાથે પ્રેમસંબંધ છે. તેને પણ ત્યાં બોલાવવામાં આવી હતી અને તેની સાથે પણ તેવું જ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યોહાનના પિતા રાકેશ કાથુડિયા વસાવાએ બંને યુવતીઓને કહ્યું હતું કે, “તમે અશુદ્ધ છો. તમને શુદ્ધ કરવા માટે અહીં બોલાવ્યા છે’’ તેવું કહેતાં બંને યુવતી રડવા લાગી હતી. બંનેએ ઘરે જવાનું કહેતાં રાકેશ વસાવાએ બંનેને કહ્યું હતું કે, “હવે તમારાથી ઘરની બહાર ન જવાય, તમારે ચાર દિવસ અહીં રહેવાનું છે” ઇસુએ મારા ખાતામાં એક લાખ તથા યોહાનના મમ્મીના ખાતામાં એક લાખ રૂપિયા નાંખેલા છે.
જેથી હવે બધાના જૂના મોબાઇલ તથા જૂની ફોર વ્હીલ ગાડી વેચી નવી ફોર વ્હીલ અને નવા મોબાઇલ લેવાના છે તેવું કહ્યું હતું. ત્યાર બાદ મીણબત્તી સળગાવી ખ્રિસ્તી વિધિ કરી હતી. યોહાનના પિતા જે બોલતાં તે આ યુવતીઓ પાસે બોલાવતા હતા. તા.૨૧મી એપ્રિલે મળસકે પાંચેક વાગ્યા સુધી ધર્મ પરિવર્તનની વિધિ કરી હતી. ત્યારબાદ સવારે આઠ વાગ્યે આ યુવતીની મમ્મીનો ફોન આવતાં તેણે યોહાનને ત્યાં હોવાનું જણાવતાં તેના પરિવારજનો તેને ઘરે લઇ ગયા હતા. ત્યાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચતાં પોલીસે યોહાનના સમગ્ર પરિવાર સામે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તાપી જિલ્લામાં ધર્માંતરણ માટે વિદેશથી ફંડ આવે છે
તાપી જિલામાં કેટલાક લોકો વિદેશમાંથી ફંડ ભેગું કરી ગરીબ આદિવાસીઓને ભોળવી ધર્માંતરણ કરાવવાનું આયોજનબદ્ધ રીતે નેટવર્ક ચલાવી રહ્યા છે. ત્યારે આ મામલે તટસ્થ તપાસ થાય તો આદિવાસીઓને ભોળવી ધર્માંતરનું ચાલતું મોટું રેકેટ બહાર આવે તેમ છે. જો કે, આ અંગે પૂરતી તપાસ કરવામાં આવે તો સમગ્ર ઘટનાનો પર્દાફાશ થાય તેમ છે. ખાસ કરીને આવા કિસ્સાઓમાં આદિવાસીઓને જ ટાર્ગેટ કરવામાં આવે છે. થોડા મહિના પહેલાં ભરૂચ જિલ્લાના આમોદ ખાતે પણ આદિવાસીઓને લાલચ આપી ઇસ્લામ કબૂલાવવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
ધર્મ પરિવર્તન કરાવનારા આરોપીઓની યાદી
વ્યારા: યોહાન રાકેશ વસાવા (ઉં.વ.૨૧), રાકેશ કાથુડિયા વસાવા (ઉં.વ.૪૮), રસીન રાકેશ વસાવા (ઉં.વ.૨૮), યાકુબ રાકેશ વસાવા (ઉં.વ.૨૩), રેખાબેન વસાવા (ઉં.વ.૪૩) (તમામ રહે.,અંબિકાનગર, વ્યારા, તા.વ્યારા, જિ.તાપી, મૂળ રહે.,ચીતપુર, ટાંકી ફળિયું, તા.ઉચ્છલ, જિ.તાપી)ની અટક કરી છે.