National

મોદીની મુલાકાત પૂર્વે કાશ્મીરમાં આત્મઘાતી હુમલાનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો

જમ્મુ: પ્રતિબંધિત ત્રાસવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદ (જેઈએમ) દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની (Narendra Modi) મુલાકાત પહેલાં એક આત્મઘાતી હુમલાનના પ્રયાસને નિષ્ફળ કરાયો હતો જ્યારે શુક્રવારે અહીં એક અથડામણમાં બે શંકાસ્પદ પાકિસ્તાની (Pakistan) આતંકવાદીઓ માર્યા ગયા હતા જેમાં સીઆઈએસએફના એક અધિકારી પણ મૃત્યુ પામ્યા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું. જમ્મુના બાહરી વિસ્તાર સુંજવાનમાં સૈન્ય કેમ્પની નજીક વહેલી પરોઢે થયેલા સામસામે ગોળીબારમાં 9 સુરક્ષા દળો પણ ઈજાગ્રસ્ત થયા હતાં.

  • જમ્મુમાં જૈશના 2 પાકિસ્તાની આત્મઘાતી ત્રાસવાદીઓ ઠાર મરાયા
  • સીઆઇએસએફના એક અધિકારી શહીદ

ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) દીલબાગ સિંહ અથડામણના સ્થળની મુલાકાતે ગયા હતાં તેમણે કહ્યું હતું આ 2 ત્રાસવાદીઓ પાકિસ્તાન સ્થિત જેઈએમના આત્મઘાતી જથ્થાનો ભાગ હતાં અને તેમની ઘુસણખોરી જમ્મુ કાશ્મીરમાં વડા પ્રધાનની મુલાકાતને નિષ્ફળ કરવા એક ‘મોટું કાવતરું’ હોય તેવી શક્યતા છે.

શરૂઆતની તપાસથી જાણવા મળ્યું હતું કે આ 2 ત્રાસવાદીઓ આર એસ પુરા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સીમાથી ગુરુવારે જમ્મુ શહેરના બાહરી વિસ્તારમાં ઘુસ્યા હતા અને તેઓ સુંજવાન સૈન્ય કેમ્પની નજીકના વિસ્તારમાં રહી રહ્યા હતાં.
‘ગઈ રાત્રીએ પોલીસ અને અન્ય દળો એક ઓપરેશનમાં જોડાયા હતાં જે પૂર્ણ થયું છે, અહેવાલો મુજબ આ બે ત્રાસવાદીઓ જેઈએમના આત્મઘાતી જથ્થાના ભાગ હતાં, તેમને પાકિસ્તાનથી મોકલવામાં આવ્યા હતાં અને તેમને સુરક્ષા દળોના કેમ્પને નિશાન બનાવવાનો અથવા મોટી સંખ્યામાં લોકોને મારવાનું કામ સોંપાયું હતું’, એમ ડીજીપીએ પત્રકારોને કહ્યું હતું.
સિંહે કહ્યું હતું ત્રાસવાદીઓએ આત્મઘાતી જેકેટ પહેર્યા હતાં અને તેઓ ભારે માત્રામાં હથિયારો અને ગોળાબારુદથી સજ્જ હતાં જે સંકેત આપે છે કે તેઓ સુરક્ષા દળોની ભારે જાનહાનિ કરવા માગતા હતાં.

ગોળીબારમાં ફસાયેલા લોકોને સેનાએ સુરક્ષિત બહાર કાઢયા
જલાલાબાદ (જમ્મુ), તા. 22 (પીટીઆઈ): ‘અમને લાગ્યું કે અમે ક્યારેય એક બીજાને ફરીથી જોઈ શકીશું નહીં’, એમ ઝુલ્ફીકાર અલિએ કહ્યું હતું. જે ત્રાસવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલા ગોળીબાર વચ્ચે પોતાના પરિવાર સાથે ફસાયા હતાં. 34 વર્ષીય ઝુલ્ફીકારે કહ્યું હતું બહાર ભારે ગોળીબાર અને હેન્ડ ગ્રેનેડના વિસ્ફોટ થઈ રહ્યા હતાં અને ત્યાંથી જીવતા નીકળવું અશક્ય લાગી રહ્યું હતું. તે પોતાના પરિવાર સાથે પોતાના ઘરના એક ખૂણામાં સંતાઈ રહ્યા હતાં. તે સમયે સેનાની એક ટીમ તેમના ઘરમાં દાખલ થઈ હતી અને ભારે સુરક્ષા વચ્ચે દરેક સભ્યને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. અલીએ કહ્યું હતું બોંબ વિસ્ફોટ અને ગોળીબાર શરૂ થતાં તેણે સ્થાનિક પોલીસને ફોન કરી તેમને સુરક્ષિત બહાર કાઢવા મદદ માગી હતી. હું સેનાનો દિલથી આભાર માનું છે જેણે અમને ઘરમાંથી સુરક્ષિત બહાર કાઢયા હતાં.

Most Popular

To Top