National

મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસાનાં પાઠ મામલે શિવસેનાનો હોબાળો, સાંસદનાં ઘરમાં ઘૂસવાનો પ્રયાસ

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra)માં હનુમાન ચાલીસા(Hanuman Chalisa) અને લાઉડસ્પીકર(Loud Spekar)નો વિવાદ(Controversy) મામલે રાજકારણ ગરમાયું છે. બડનેરાના અપક્ષ ધારાસભ્ય રવિ રાણા(Ravi Rana) અને તેમના પત્ની અને સાંસદ નવનીત રાણા(Navnit Rana)એ આજે ​​મુખ્યમંત્રી(CM) ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ના ખાનગી નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ રોષે ભરાયેલા શિવસૈનિકોએ શનિવારે સવારે નવનીત રાણાના ઘરની બહાર ભારે હોબાળો મચાવ્યો હતો. કાર્યકરો બેરિકેડ તોડી અંદર પ્રવેશ્યા હતા.

ઘટના બાદ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત શિવસેનાની કેટલીક મહિલા નેતાઓ પણ ‘માતોશ્રી’ બહાર ભેગી થઇ છે. રોષે ભરાયેલી શિવસેનાનાં કાર્યકરોએ મોડી રાત્રે અહીંથી પસાર થઈ રહેલા બીજેપી નેતા મોહિત કંબોજની કાર પર પણ હુમલો કર્યો હતો.

સીએમના બંગલા બહાર સઘન સુરક્ષા વ્યવસ્થા
આ હોબાળો ખારા વિસ્તારમાં આવેલા સાંસદ નવનીત રાણાના ઘરની બહાર થઇ રહ્યો છે.નવનીતના પતિ રવિ રાણા અપક્ષ ધારાસભ્ય છે બંનેએ માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાની જાહેરાત કર્યા બાદ તેઓને મુંબઈ પોલીસે નોટીસ પાઠવી છે. છતાં નવનીત રાણા હનુમાન ચાલીસાના પાઠ પર અડગ રહ્યા છે. રાણા દંપતીના નિર્ણય બાદ સીએમના બંગલા માતોશ્રીની બહાર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.

રાજ્યમાં હાલત બગડ્યા તો સરકાર જવાબદાર: નવનીત રાણા
નવનીત રાણાએ જણાવ્યું હતું કે, જો કોઈ હુમલો થાય કે હાલાત બગડે તો તેના માટે સંપૂર્ણપણે સરકાર જવાબદાર છે. અમને માતોશ્રી જતાં કોઈ રોકી શકશે નહીં. સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે. રવિ રાણાએ કહ્યું કે અમે માતોશ્રી જવાના હતા. અમને ઘરની બહાર રોકવામાં આવી રહ્યા છે. પોલીસ દરવાજાની બહાર ઊભી છે. જો હનુમાન ચાલીસા માટે ઠાકરે પાસેથી પરવાનગી લેવી પડે તો તે દુર્ભાગ્યપૂર્ણ છે.

રાણા દંપતીએ કહ્યું કે બજરંગ બલિની શક્તિ અમારી સાથે છે. આપણે હનુમાન ચાલીસા વાંચવા જઈશું. અમને કોઈ રોકી શકશે નહીં. 9.40 સુધીમાં બંને પક્ષો નમવા તૈયાર નહોતા. શિવસૈનિકોનું કહેવું છે કે તેઓ કોઈપણ કિંમતે રાણા દંપતીને માતોશ્રી જવા દેશે નહીં. રાણા દંપતી અમરાવતી પાછા જાય છે.

મુખ્યમંત્રીના નિવાસસ્થાન બહાર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
બીજી તરફ રાણા દંપતીનું કહેવું છે કે તેઓએ જાહેરાત કરી છે, તેથી તેઓ માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરશે. હાલમાં રાણા દંપતીના ઘરની બહાર હજારો લોકો એકઠા થયા છે. રાણા દંપતી તેમના ઘરે છે અને ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત છે. શિવસેનાની માંગ છે કે રાણા દંપતી અમરાવતી પાછા જવાની ખાતરી આપે, તો જ તેઓ ત્યાંથી જશે. આ ઉપરાંત રાણા દંપતીઅને સેના વચ્ચે ઘર્ષણ ન થાય તે માટે મલબાર હિલ્સમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન ‘વર્ષા’ની બહાર પણ પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.

Most Popular

To Top