Charchapatra

નિષ્કામ પ્રેમ

તા.17/4ના ‘ચાર્જિંગ પોઈન્ટ’ ની કોલમમાં જીવનોપયોગી અને આચરવાયોગ્ય સમજ ઉદાહરણ સહિત સચોટ અને સરસ રીતે રજૂ કરવામાં આવે છે. ‘સંતરું ખાટું છે’લેખમાં સંતરા વેચનાર વૃધ્ધા અને સંતરાં ખરીદનાર એક સજ્જનની વાત કરવામાં આવી છે.  અરસપરસનો આવો નિષ્કામ પ્રેમ તો જીવનમાં ધન્યતાનો અનુભવ કરાવે. બીજા પાસેથી લેવાની નહીં પણ આપવાની ભાવના રામાયણની યાદ અપાવે છે. માનવીમાં આ ભાવના કેળવાય તો આપમેળે દુ:ખો દૂર થઈ જાય.
સુરત     – પ્રભા પરમાર     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top