Gujarat

બ્રિટનના PM બોરિસ જોનસન પણ ભારતમાં આવી બુલડોઝર પર ચઢી ગયા, વડોદરામાં કર્યું આવું…

અમદાવાદ: આજે બ્રિટનના PM બોરિસ જોનસન ગુજરાતમાં મુલાકાતે આવ્યા છે. તેઓનું અમદાવાદ ખાતે ઢોલ-નગારાં અને ગુજરાતની ઝાંખી સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યાંથી તેઓ ગાંધી આશ્રમનું મુલાકાતે પહોચ્યા હતા. આશ્રમમાં બોરિસ જોનસનું વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. બોરિસે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી અને રેંટીયો કાંત્યો હતો.

હાલમાં દેશમાં બુલડોઝર ખુલ લોકપ્રિય થઇ રહ્યું છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બાદ દિલ્હીમાં પણ બુલડોઝર ચાલવા લાગ્યું. જેથી JCBની માંગ એટલી વધી ગઈ છે કે બ્રિટિશ મૂળની કંપની JCBએ ગુજરાતમાં નવો પ્લાન્ટ શરુ કર્યો છે. પંચમહાલ જિલ્લાના હાલોલમાં આજે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. યુકેના પીએમ બોરીસ જોન્સને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે પંચમહાલના હાલોલ જીઆઈડીસીમાં જેસીબી ફેક્ટરીની મુલાકાત લીધી હતી. જે દરમિયાન તેઓ બુલડોઝરમાં બેઠેલા જોવા મળ્યા હતા.

એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો યોજાયો
યુકેના PMના સ્વાગત માટે ગુજસેલ બહારથી ગાંધી આશ્રમ સુધી લોકો એક હાથમાં ભારત અને બીજા હાથમાં યુકેનો ધ્વજ લઈને પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર બોરિસ જોનસનનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર કિરીટ પરમાર સહિતના નેતાઓ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યુકેના PMનો એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી 15 મિનિટનો રોડ શો યોજાયો હતો.

ગાંધી આશ્રમની 45 મિનીટ સુધી મુલાકાત કરી
બ્રિટિશ PM બોરિસ જોનસને ગાંધી આશ્રમની 45 મિનીટ સુધી મુલાકાત કરી હતી. આખું નિવાસસ્થાન તેમણે નિહાળ્યું હતું. ગાંધીજી જે જગ્યાએ બેસીને તમામ નિર્ણયો લેતા હતા એ મીટિંગ સ્થળ પણ તેમણે જોયું હતું. બાદમાં તેઓ ચરખા પાસે આવ્યા હતા. ચરખો ચલાવી કઈ રીતે રૂમાંથી દોરો બને તેની માહિતી મેળવી હતી. ગાંધીજીએ ચરખાની જે શરૂઆત કરી હતી એની તેમણે માહિતી મેળવી હતી.

મીઠાના ટેક્સ વિશે સાંભળી બ્રિટન PM ચોંકી ઊઠ્યા
તેઓએ આશ્રમ વિશે ખૂબ જ રસપૂર્વક તમામ માહિતી મેળવી હતી. ગાંધીજીએ કરેલા મીઠાના સત્યાગ્રહની વિષે જાણી બ્રિટિશ PM અચંબામાં પડી ગયા હતા. મીઠા પર બ્રિટિશ સરકાર દ્વારા જે ટેક્સ લગાવવામાં આવ્યો હતો ​​​​​એની સામે ગાંધીજીએ આંદોલન કર્યું હતું. આ વિશે જાણીને તેઓ પણ ચોંકી ગયા હતા. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને અને તેમની સાથે આવેલા બ્રિટિશ હાઇકમિશનર વચ્ચે વાતચીત થઇ હતી. જેમાં બ્રિટિશ હાઈકમિશનરને જોનસને પૂછ્યું, શું આપણે ખરેખર મીઠા પર ટેક્સ લાદ્યો છે?” જેના જવાબમાં બ્રિટિશ હાઈકમિશનરે હા સર, અમે કર્યું એમ કહેતા જ તેઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

વિઝિટર બુકમાં ગાંધીજીની પ્રશંસા
આશ્રમની મુલાકાત લીધા બાદ તેમણે વિઝિટર બુકમાં લખ્યું હતું કે આ અસાધારણ માણસના આશ્રમમાં આવવું અને વિશ્વને વધુ સારી રીતે બદલવા માટે તેમણે સત્ય અને અહિંસાના આવા સરળ સિદ્ધાંતોને કેવી રીતે એકત્ર કર્યા એ સમજવું એ એક મોટો લહાવો છે.

ઉચ્ચ સ્તરની સંશોધન સુવિધાનું નિરીક્ષણ અને સંશોધકો, લેબ ટેક્નિશિયન ફેકલ્ટી સભ્યો સાથે વાર્તાલાપ કરશે
તેમની આ મુલાકાત બંને દેશો વચ્ચે શિક્ષણ, આરોગ્ય અને ટેકનોલોજીમાં સહયોગ પર કેન્દ્રિત છે. બોરિસ જોનસન ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીમાં નિર્માણાધીન ઉચ્ચ સ્તરની સંશોધન સુવિધાઓની મુલાકાત લેશે અને જીબીયુ માટે સંશોધન વિદ્વાનો, લેબ ટેક્નિશિયન અને ફેકલ્ટી સભ્યો સાથે વાર્તાલાપ કરશે. તેમને યુનિવર્સિટીના હેતુ અને તેની કામગીરીના ક્ષેત્રો અંગે માહિતગાર કરવામાં આવશે. વડાપ્રધાન બોરિસ જોન્સન સહયોગના નેજા હેઠળ સંશોધન અને નવીનતાના ભાવિ માર્ગો અંગે ચર્ચા કરશે.

Most Popular

To Top