Gujarat

કોંગ્રેસ પાસે નેતા નીતિ અને નિયત નથી, અમે 400 બેઠકો પાર કરીશું- રાજનાથસિંહ

ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવેલા કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે (Rajnaath Singh) કહ્યું હતું કે દેશમા બે ફેઝનું મતદાન થઇ ગયુ છે. ભાજપે 400 પારનો સંકલ્પ રાખ્યો છે તે સરળતાથી પ્રાપ્ત થવા જઇ રહ્યો છે. ચૂંટણી પ્રચારમા એવા રાજ્યોમા જવાની તક મળી છે જ્યા ભાજપને એક પણ બેઠક પર વિજય ન્હોતો મળતો તે વિસ્તારમાં આજે ભાજપ મજબૂતાઇથી લડી રહ્યુ છે અને ઘણી બેઠકો પર વિજય મેળવશે તેવો વિશ્વાસ છે. રાજનાથસિંહે આજે ખંભાતમાં, ભાવનગરના શિહોરમાં ભાજપની જનસભાઓને સંબોધન કર્યુ હતું. જયારે વસ્ત્રાલ ખાતે સામાજીક સંવાદ કાર્યક્રમને સંબોધન કર્યુ હતું.

રાજનાથસિંહે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપે કરેલા વિકાસના કાર્યો, મોદી સાહેબની લોકપ્રિયતા અને વિશ્વસનિયતાના આધારે ચૂંટણી લડી રહ્યા છીએ. દેશને લાંબા સમયથી એક એવા નેતૃત્વની જરૂર હતી જે દેશને વિકસીત ભારત બનાવે, તે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને મળ્યુ છે. આજે ભારત ઝડપથી વિકસિત થઈ રહેલી અર્થવ્યવસ્થા છે. આજે ભારત વિશ્વની પાંચમાં નંબરની અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે.

આવનાર દિવસમાં ભારત મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનશે તેને દુનિયાની કોઇ તાકાત નહી રોકી શકે. ત્રીજા નંબરની અર્થવ્યવસ્થાના કારણો જણાવતા તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારત પાસે પીએમ નરેન્દ્ર મોદીનું મજબૂત નેતૃત્વ છે, તેમની પાસે મિશન, વિઝન અને પેશન છે. કોંગ્રેસ પાસે શું છે કોંગ્રેસ પાસે ન નેતા છે, ન નિતિ છે, ન તો નિયત છે. કોંગ્રેસે વર્ષો સુધી સરકારમા રહી ગરીબી દુર કરવાની વાતો કરી પણ ગરીબી દુર કરવા કોઇ મક્કમ પ્રયાસો કર્યા નથી. મોદી સાહેબ 25 કરોડો લોકોને ગરીબી રેખાથી ઉપર લાવ્યા છે. ભારતમાંથી ગરીબી દુર કરવા ભાજપ સરકાર પ્રયાસ કરશે.

કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીમા ભાજપ ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યું છે તેની શરૂઆત સુરતથી થઇ છે પરંતુ કોંગ્રેસ આરોપ લગાવે છે કે લોકતંત્ર સંકટમા છે. આ આરોપ લગાવવાનો આધાર શું છે તે કોંગ્રેસે જણાવવું જોઇએ. આ પહેલા લોકસભામાં 28 સાંસદો બિનહરિફ થયા છે તેમા કોંગ્રેસના પણ 20 છે. કોંગ્રેસ હારની હતાશામાં આવી ગઇ છે એટલે લોકતંત્ર સંકટમા છે તેમ કહી રહી છે. કોંગ્રેસે ઇમરજન્સી લાવીને લોકતંત્રની હત્યા કરવાનુ કામ કર્યુ હતું. ભાજપ સરકારે એક પણ સરકારને પાડવાનુ કામ કર્યુ હોય તેની વિગત કોંગ્રેસે આપવી જોઇએ.

2024ની લોકસભા ચૂંટણી અંગે તેમણે જણાવ્યું કે ગરીબ પરિવારમા જન્મેલ વ્યક્તિ કે જેની પાસે કશુ હતું નહીં તે તેની ક્ષમતા, પ્રતિભા અને વિશ્વસનિયતા આધારે દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે. રાજનાથસિંહે આજે ખંભાતમાં, ભાવનગરના શિહોરમાં ભાજપની જનસભાઓને સંબોધન કર્યુ હતું. જયારે વસ્ત્રાલ ખાતે સામાજીક સંવાદ કાર્યક્રમને સંબોધન કર્યુ હતું.

Most Popular

To Top