SURAT

વેડરોડ પર ચોથા માળેથી લિફ્ટ પટકાઈ, હૃદયનો ધબકારો ચૂકવી દેનારી ઘટના CCTVમાં કેદ થઈ

સુરત: શહેરના વેડરોડ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં બે દિવસ પહેલાં એક એપાર્ટમેન્ટની લિફ્ટ તુટી પડી હતી. લિફ્ટમાં ચાર જણા હતા. તે પૈકી એકને ગંભીર ઈજા થઈ છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

શહેરોમાં હાઈરાઈઝ એપાર્ટમેન્ટ મોટા પ્રમાણમાં બની રહ્યાં છે, ત્યારે લિફ્ટ આવશ્યકતા બની છે. સગવડ માટે ઉપયોગમાં લેવાતી આ લિફ્ટ ઘણીવાર મુશ્કેલીનું કારણ બનતી હોય છે. લિફ્ટ બંધ થઈ જવી, લિફ્ટ પટકાવા જેવી ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે, ત્યારે શહેરના વેડરોડ વિસ્તારમાં આવી જ એક હૃદયનો ધબકારો ચૂકવી નાંખનારી ઘટના બની છે.

બે દિવસ પહેલા વેડરોડની વિહાર સોસાયટીમાં આવેલા પેલેસ બિલ્ડીંગની લિફ્ટ અચાનક ચોથા માળેથી નીચે પટકાઈ હતી. લિફ્ટનું લોક તૂટી ગયું હતું, જેના લીધે લિફ્ટ નીચે પડી હતી. લિફ્ટ નીચે પટકાઈ ત્યારે લિફ્ટમાં ચાર લોકો હતાં. લિફ્ટ લોક તૂટી જતાં ચારેયને ઇજા થઈ હતી, જેમાં એકની હાલત ગંભીર છે. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

દરમિયાન લિફ્ટ તૂટી પડવાની આખી ઘટના લિફ્ટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે પહેલા માળે ઉભેલી લિફ્ટને છઠ્ઠા માળે બોલાવવામાં આવે છે. છઠ્ઠા માળ પરથી બે મહિલાઓ લિફ્ટમાં પ્રવેશે છે. ત્યાર બાદ બે યુવકો લિફ્ટમાં આવે છે. છઠ્ઠા માળેથી લિફ્ટ ચોથા માળે પહોંચે છે ત્યારે ઝટકો લાગે છે. લિફ્ટમાં સવાર ચાર જણા કંઈ સમજે તે પહેલાં લિફ્ટ સરકીને ત્રીજા માળે પહોંચી અટકી જાય છે.

અચાનક લિફ્ટ ઊભી રહી જતા લિફ્ટમાં ઉભેલા બે મહિલા અને બે પુરુષોને ગભરાય છે. હજુ તેઓ કંઈ સમજે વિચારે તે પહેલાં ત્રીજા માળેથી લિફ્ટ નીચે બીજા માળે પટકાય છે. ત્રણ વ્યક્તિઓને સામાન્ય બીજા પહોંચી હતી જ્યારે એક યુવકને ગંભીર જા પહોંચતી હતી. જેથી જેને સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

લિફ્ટની સાથે નીચે પટકાયેલા રૂશાલી બેને કહ્યું કે સવારે 8:30 વાગ્યા આસપાસ કામ પર જવા નીકળ્યા ત્યારે ઘટના બની હતી. મને પગમાં ઇજા થઇ છે. લિફ્ટને કેમેરા સહિતનું બધું તુટી ગયું હતું.

Most Popular

To Top