Madhya Gujarat

ગુજરાત – એમપી બોર્ડર પરથી 27 લાખની કિંમતની 72 કિલો ચાંદી ઝડપાઈ

રાજકોટથી ઇન્દોર જતી ખાનગી લકઝરી બસમાંથી ઝાબુઆ પોલીસે ચાંદીના દાગીના કબ્જે કર્યા

દાહોદ તા.27

લોકસભાની ચૂંટણી અનુલક્ષીને ગુજરાત મધ્યપ્રદેશ ઇન્ટીગ્રેટેડ સયુંકત પોસ્ટ પર FST/SST તેમજ ઝાબુવા પોલીસની સંયુક્ત ચેકિંગ દરમિયાન રાજકોટ થી ઇન્દોર તરફ જતી ખાનગી લક્ઝરી બસમાંથી 27 લાખ ઉપરાંત કિંમતની 72 kg જેટલી ચાંદીના દાગીના ચેકિંગ કરનાર ટીમને મળી આવતા ઉપરોક્ત બનાવમાં ઝાબુઆ પોલીસે લક્ઝરી બસના ચાલકના નિવેદનના આધારે ચાંદીના દાગીના જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.




ગુજરાત મધ્યપ્રદેશને જોડતી પિટોલ ચેકપોસ્ટ પર ગતરોજ જાબવા પોલીસ અધિક્ષક પદ્મવિલોચન શુક્લ, તેમજ કલેકટર નેહા મીણાના નિર્દેશનમાં FST/SST તેમજ સ્થાનિક પોલીસ દ્વારા અવરજવર કરતા વાહનોની ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન રાત્રિના ત્રણ વાગ્યાના આસપાસ રાજકોટથી આવતી અને ઇન્દોર તરફ જતી Gj-03-BV-2626 નંબરની મહાસાગર લક્ઝરી બસને રોકી ચેકિંગ હાથ ધરતા લક્ઝરી બસની ડીક્કીમાં કંથાનના બોરામાંથી ચાંદીના દાગીના મળી આવતા ઉપરોક્ત ટીમો પણ ચોકી ઉભી હતી. ત્યારબાદ સંબંધિત વિભાગના અધિકારીઓને જાણ કરી તમામ મુદ્દા માલ ને ગણતરી કરતા આખરે બે કલાકની જહમત બાદ ગણતરીના અંતે 27.56 લાખ ઉપરાંત કિંમતની 72 કિલો ચાંદી મળી આવતા પોલીસે લક્ઝરી બસના ચાલક અરશીભાઈ સવદાસ આહીર રહેવાસી જુનાગઢ જોડે પૂછપરછ હાથ કરતા ચાલાકે જણાવ્યું હતું કે આ ચાંદીના દાગીના રાજકોટ થી કોઈ વેપારીએ ઇન્દોરના કોઈ વેપારી માટે મોકલ્યા હતા. જે અંગે જણાવતા પોલીસે ઉપરોક્ત મુદ્દામાલ વ્યક્ત કરી આગળની વધુ તપાસ કરી છે. .

Most Popular

To Top