Gujarat

બોરિસ જહોન્સન સાબરમતી આશ્રમ, હાલોલ, ગીફટ સિટી અને અક્ષરધામની મુલાકાત લેશે

ગાંધીનગર: બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જહોન્સન તા.21મીથી ભારતના પ્રવાસે આવી રહ્યા છે. બોરિસ જહોન્સન તેમના ભારત (India) પ્રાવસની શરૂઆત અમદાવાદથી (Ahmedabad) કરી કરી રહ્યા છે ને તા.21મીએ સવારે 8.05 વાગ્યે અમદાવાદ આવી રહ્યા છે. એરપોર્ટ પર ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલ, સિનિયર કેબીનેટ મંત્રીઓ દ્વારા તેમનું સ્વાગત કરાશે. ત્યારે બાદ તેઓ હ્મયાત હોટેલ તરફ જવા રવાના થશે, સવારે 10 વાગ્યે તેઓ અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લઈને મહાત્મા ગાંધીજીના તૈલચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યાર બ્રિટિશ પીએમ બાદ બોરિસ જહોન્સન અમદાવાદ એરપોર્ટથી પંચમહાલના હાલોલમાં મસવાડ જીઆઈડીસી ખાતે જેસીબી પ્લાન્ટની મુલાકાત લેશે. હાલોલથી તેઓ ગાંધીનગર સચિવાલય ખાતે હેલીપેડ ખાતે આવી પહોંચશે. અહીંથી તેઓ ગીફટ સિટી ખાતે આકાર પામી રહેલી ગુજરાત બાયોટેકનોલોજી યુનિ.ની મુલાકાત લેશે. ગીફટ સિટીથી બોરિસ જહોન્સન અક્ષરધામની મુલાકાત લેશે. ત્યાર બાદ બ્રિટીશ પીએમ બોરિસ જહોન્સન નવી દિલ્હી જવા રવાના થશે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યુકેના વડાપ્રધાન બોરિસ જ્હોન્સનનું સ્વાગત કરશે. તેમની આ મુલાકાત બંને દેશો વચ્ચે શિક્ષણ, આરોગ્ય અને ટેકનોલોજીમાં સહયોગ પર કેન્દ્રિત છે. બોરિસ જોન્સન ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીમાં નિર્માણાધીન ઉચ્ચ સ્તરની સંશોધન સુવિધાઓની મુલાકાત લેશે અને જીબીયુ માટે સંશોધન વિદ્વાનો, લેબ ટેક્નિશિયન અને ફેકલ્ટી સભ્યો સાથે વાર્તાલાપ કરશે. તેમને યુનિવર્સિટીના હેતુ અને તેની કામગીરીના ક્ષેત્રો અંગે માહિતગાર કરવામાં આવશે. વડાપ્રધાન બોરિસ જોન્સન સહયોગના નેજા હેઠળ સંશોધન અને નવીનતાના ભાવિ માર્ગો અંગે ચર્ચા કરશે.

Most Popular

To Top