Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) કોરોનાના કાળમાં તમામ લગ્નના આયોજનોની (Marriage) રોનકની ચમક ઉડાવી દીધી છે. ત્યારે ગુજરાત વિકાસ સમિતિ દ્વારા ઓનલાઇન સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં (Mass marriage) રવિવારે યોજી 55 યુગલો પ્રભુતામાં પગલા પાડશે. સી.આર પાટીલની ઓફિસથી મુખ્ય શુભારંભ કાર્યક્રમ સાથે કરિયાવર વિતરણ સ્થળ અને દરેક લગ્ન સ્થળ પરથી એક સાથે જીવંત પ્રસારણ કરવામાં આવશે. કોરોના ગાઇડલાઇન નું પાલન થાય તે માટે પરિવારના લોકોને પીડીએફ કંકોત્રી આપવામાં આવી છે તેમજ કરિયાવરમાં સેનિટાઇઝર, માસ્ક સહિત કરિયાવરમાં 116 વસ્તુઓ આપવામાં આવી છે.

  • ગુજરાત વિકાસ સમિતી દ્વારા આયોજીત સમુહલગ્નમાં દીકરીના કરિયાવરમાં માસ્ક અને સેનેટાઇઝરનો પણ સમાવેશ કરવામાં આવ્યો
  • યુગલના ઘરે કોરોના દર્દી હશે કે મૃત્યુ થયું હશે તો તે યુગલ આગળ-પાછળ પણ લગ્ન કરી શકશે અને સંસ્થા કરિયાવર આપશે

સંસ્થાના પ્રવીણ ભાલાળાએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં પરિવારોની સ્થિતિમાં સંસ્થા આશાનું કિરણ બની છે. સંસ્થાએ દાતાઓ પાસેથી ૫૫ લાખનું દાન મેળવીને આયોજન કર્યું છે. સંસ્થાના દિલીપ વિઠ્ઠાણીએ જણાવ્યું હતું કે, આ સંસ્થાએ ૨૦ વર્ષમાં ૭૦૦ થી વધુ દીકરીઓ સાસરે વળાવી છે અને એમાં ૨૦૦ થી વધુ દીકરી માતા-પિતા વગરની છે. જીગરે જણાવ્યું હતું કે, કોરોના કાળ માનવ ઇતિહાસનો સૌથી ખરાબ સમય હશે, માટે સંસ્થાએ પણ નિર્ણય કર્યો છે કે કોઈ પણ યુગલના ઘરે કોરોના દર્દી હશે કે મૃત્યુ થયું હશે તો તે યુગલ આગળ-પાછળ પણ લગ્ન કરી શકશે, અને તો પણ સંસ્થા કરિયાવર આપશે. વિપુલે કહ્યું કે દરેક યુગલને ૭૦ થી ૮૦ હજારના કરિયાવર સાથે કુંવરબાઇનુ મામેરૂ તથા સાતફેરા સમુહલગ્ન યોજનાની રકમ મળીને ૧ લાખની સહાય અપાઇ છે.

To Top