Charchapatra

મોંઘવારી સામે કેમ કોઈ આંદોલન નથી ?

દરેક ચીજ વસ્તુના ભાવ બેફામ-બેલગામ વધી રહ્યા છે. યુદ્ધની આડમાં, કોરોનાની આડમાં વધારી રહ્યા છે. કોઈ રોકવાવાળુ કે કોઈ ટોકવાવાળુ નથી. ખાતો નથી ખાવા દેતો નથી તો છેદ જ ઉડી ગયો છે. પ્રજાનું ધ્યાન જ બીજી બકવાસ વાતો તરફ વાળી દેવાનો પ્રચંડ પ્રયાસ થઈ રહ્યો છે. સ્કૂલમાં ગીતાના પાઠ, ધાર્મિક જુલુસ, ગૌહત્યા ગૌમાંસના સમાચાર તરફ પ્રજાનું ધ્યાન દોરો જેથી મોંઘવારીની બુમાબુમ થાય જ નહીં. રીક્ષા ભાડુ, દુધ, અખબાર, શાકભાજી, પેટ્રોલ, ડીઝલમાં પ્રચંડ ભાવ વધારો. કોણ પુછનાર છે ? મોરારજી દેસાઈ જેવા વડાપ્રધાન રાજમાં લોકો સસ્તા અનાજની દુકાનો ભુલી ગયેલા. અન્ના હજારેને કોઈ સંદેશો પાઠવો. 2014માં જેવું પ્રચંડ આંદોલન જગાવે. ભાવો કાબુ કરવા હોય તો મંદિરોમાં પડેલા અરબો રૂપિયા ક્યારે અને કોને કામ આવશે ? ભગવંતસીંગ માન પંજાબમાં વિદ્યાયકોના બંધ કરી શકે છે. મોદી સાહેબ દ્વારા 370 નાબુદ કરાવી શકે છે. 500-1000ની નોટ રદ કરાવી શકે છે. GST લાગુ કરાવી શકે છે તો દરેક સાંસદ વિધાયક ના પેન્શન બંધ ન કરાવી શકે ? અરબો રૂપિયાની બચતથી દરેક ક્ષેત્રે ભાવ કાબુમાં આવી શકે છે. સવાલ ઈચ્છા શક્તિનો છે.
પુણાગામ- યશવંત મ. પારેખ

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top