Gujarat

ગુજરાત સ્થાપના દિવસે સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, મોંઘવારી ભથ્થામાં થયો 3 ટકાનો વધારો

ગાંધીનગર: ગુજરાત (Gujarat) સ્થાપના દિવસે સરકારી કર્મચારી (Government employee) માટે રાજ્ય સરકારએ મોટી જાહેરત કરી છે. વધતી જતી મોંઘવારીમાં રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં (inflation allowance) વધારો કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે 7 ટકાનો વધારો જાહેર કર્યો છે. તેમજ સાતમા પગાર પંચના લાભ મેળવતા કર્મચારીઓને 3 ટકાનો વધારો અપાશે.

આ લાભ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તા. 1-7-2021થી 3 ટકાનો વધારો કર્યો છે. મોંઘવારી ભથ્થાના તફાવતનું 10 માસનું આ એરિયર્સ કર્મચારીઓને બે હપ્તાથી ચૂકવવામાં આવશે. આનો પહેલો હપ્તો મે અને બીજો હપ્તો જૂનમાં પગાસ સાથે જ ચૂકવવામાં આવશે. સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી 9.38 લાખ લોકોને આ લાભ મળશે.

આજે ગુજરાતનો 62મો સ્થાપના દિવસ છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને આ પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ આ અવસર પર અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવનાર છે. દરમિયાન, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી સાથે પાટણ ખાતે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર અને ઇન્ડોર ડાયનાસોર ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું હતું.

ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ સુરતમાં નાઈટ મેરેથોનનું આયોજન ‘નો-ડ્રગ્સ, સેફ, ફિટ એન્ડ સ્માર્ટ સિટી’ના સંદેશ સાથે સુરતમાં રમતગમત, સંસ્કૃતિ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના યુવાનોને ડ્રગ્સથી દૂર રાખવા અને શારીરિક, માનસિક રીતે સ્વસ્થ અને સક્ષમ બનાવવાના હેતુથી આ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. મેરેથોન દરમિયાન 5, 10 અને 21 કિમીની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. દોડવીરોને કુલ 13.50 લાખ રૂપિયાની ઈનામી રકમ રાખવામાં આવી હતી. મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ ઈવેન્ટનો ઉદ્દેશ્ય ડ્રગ્સ સામે જાગૃતિ લાવવાનો છે. અમે ‘ઉડતા ગુજરાત’ નથી, ડ્રગ ડીલરો સામે કડક કાર્યવાહી કરી રહ્યા છીએ.

રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને અભિનંદન પાઠવ્યા હતા
ગુજરાતના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે ગુજરાત દિવસ પર રાજ્યના તમામ રહેવાસીઓને શુભેચ્છાઓ. મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ વિકાસના માપદંડોમાં દેશના અગ્રેસર રાજ્યોમાં છે. અહીંના પ્રગતિશીલ લોકો અને ઉદ્યોગ સાહસિકોએ સમગ્ર વિશ્વમાં ગુજરાત અને ભારતની વિશેષ ઓળખ બનાવી છે. હું ઈચ્છું છું કે રાજ્ય સતત પ્રગતિ કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન આપતાં કહ્યું કે ગુજરાતના સ્થાપના દિવસ પર ગુજરાતની જનતાને મારી શુભેચ્છાઓ. મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને અન્ય ઘણા મહાન લોકોના આદર્શોથી પ્રેરિત, ગુજરાતના લોકો તેમની વિવિધ સિદ્ધિઓ માટે વ્યાપકપણે પ્રશંસા કરે છે. આવનારા વર્ષોમાં ગુજરાત સતત પ્રગતિ કરતું રહ્યું.

Most Popular

To Top