National

છત્તીસગઢમાં એક વ્યક્તિને ઝાડ પર ઊંધો લટકાવી પાંચ લોકોએ કરી ક્રૂરતાની હદ પાર

છત્તીસગઢ: છત્તીસગઢથી (Chhattisgarh) એક હૃદયદ્રાવક ઘટના સોશિયલ મીડિયા (Social media) પર વિડિયો વાયરલ (Viral) થઈ રહ્યો છે. જેમાં પાંચ બદમાશોએ એક વ્યક્તિને ઝાડ પર ઊંધો લટકાવીને એટલી નિર્દયતાથી માર માર્યો કે તે ખરાબ રીતે ઘાયલ થઈ ગયો. જેમાં સિપત પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી છે. તેમની સામે કલમ 307-34 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ રાજ્યની કાયદાકીય વ્યવસ્થાની પર સવાલો ઉભા થયા છે.

આ હૃદયદ્રાવક ઘટના છત્તીસગઢના બિલાસપુરથી છે. જ્યાં પાંચ બદમાશોએ એક વ્યક્તિને ઝાડ પર ઊંધો લટકવ્યો છે અને ત્યારબાદ તેને ક્રૂરતાથી માર માર્યો કે તે ખરાબ રીતે ઘાયલ થઈ ગયો. આ ઘટની ખબર સીપત પોલીસને થતાં તેમણે આ અંગે તપાસ કરી અને આ પાંચેય આરોપીઓની ધરપકડ કરી છે. તેની સામે કલમ 307-34 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

પાંચેય આરોપીઓએ પીડિત પર ચોરીનો આરોપ લગાવ્યો હતો
જ્યારે પાંચેય આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા ત્યારે પૂછપરછ દરમિયાન તમામે પીડિત પર ચોરીનો આરોપ લગાવ્યો હતો. આ ક્રૂર ઘટના બાદ તેનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ પોલીસે તમામની ધરપકડ કરી હતી.

કેવી રીતે આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર,પીડિત જેનું નામ મહાવીર છે તે છત્તીસગઢના સૂર્યવંશી જિલ્લાના રતનપુર વિસ્તારનો રહેવાસી છે. તે સીપત વિસ્તારના ઉચભટ્ટી ગામમાં મજૂર અને ચોકીદાર તરીકે કામ કરે છે. મનીષે પોલીસને ફરિયાદ કરી હતી કે તેને 24-25 એપ્રિલ વચ્ચેની રાત્રે મહાવીરને ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરતા જોયો હતો. વધુમાં જણાવ્યું હતું કે આ દરમિયાન મહાવીર ભાગવામાં સફળ રહ્યો હતો. પરંતુ બીજા દિવસે સોમવારે મનિષે તેને પકડીને પોલીસને હવાલે કરી દીધો અને તેના પર ચોરીનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પછી મનીષે મહાવીર વિરુદ્ધ પોલીસમાં કેસ નોંધ્યો ન હતો. તેથી પોલીસે ચેતવણી આપીને મહાવીરને છોડી દીધો. પોલીસે કહ્યું કે ત્યારબાદ મનીષે મહાવીર પર ફરીથી આરોપ લગાવ્યો કે બુધવારે રાત્રે મહાવીર ફરીથી મનીષ ઘરે પહોંચ્યો અને બહાર પાર્ક કરેલી તેની મોટરસાઇકલને નુકસાન કરીને ભાગી ગયો. ગુરુવારે મનીષ અને અન્ય ચાર આરોપીઓએ મહાવીરને પકડી લીધો અને કથિત રીતે તેને ગામમાં ઈંટના ભઠ્ઠા પાસેના ઝાડ પરથી ઊંધો લટકાવી દીધો અને નિર્દયતાથી માર માર્યો.

Most Popular

To Top