Trending

માત્ર 30 વર્ષની ઉંમરે 47 બાળકોનો બન્યો પિતા, છતાં ડેટિંગ લાઈફ ચાલે છે ખરાબ

નવી દિલ્હી: અમેરિકામાં (America) એક એવો વ્યક્તિ છે જે માત્ર 30 વર્ષની ઉંમરે 47 બાળકોનો (Kids) પિતા છે. અને હવે ખૂબ જ જલ્દી બીજા 10 બાળકોનો પિતા બનવા જઈ રહ્યો છે. આ વાત અમેરિકના કેલિફોર્નિયામાં રહેતા કેલ ગોર્ડી નામના વ્યક્તિની છે. આ વિષય પર કેલે તેનું દર્દ વ્યક્ત કરતાં કહ્યું છે કે આ બાબતથી તેની ડેટિંગ લાઈફ ખરાબ થઈ ગઈ છે. આમ થવા પાછળનું કારણ એ છે કે તે સ્પર્મ ડોનર (Sperm donation) છે.

આ વાત અમેરિકના કેલિફોર્નિયામાં રહેતા કેલ ગોર્ડી નામના વ્યક્તિની છે. જે માત્ર 30 વર્ષનો છે. પરંતુ તે એવો દાવો કરી રહ્યો છે કે તે 47 બાળકોનો પિતા બન્યો છે અને ટૂંક સમયમાં વધુ 10 બાળકોનો પિતા બનશે. આ 10 બાળકોનો જન્મ થતાની સાથે જ તે 30 વર્ષનો 57 બાળકનો જૈવિક પિતા (Biological father) બની જશે. આ વિષય પર કેલે તેનું દર્દ વ્યક્ત કરતાં કહ્યું છે કે આ બાબતથી તેની ડેટિંગ લાઈફ ખરાબ થઈ ગઈ છે. આમ થવા પાછળનું કારણ એ છે કે તે સ્પર્મ ડોનર છે.

કેલના કહ્યા મુજબ, થોડા વર્ષો પહેલા તેની ડેટિંગ લાઇફ એવરેજ હતી. તેણે ઘણી રિલેશનમાં રહ્યો છે અને ઘણી મહિલાઓને ડેટ કરી હતી. પરંતુ તે કોઈની સાથે લાંબા સમય સુધી સંબંધમાં રહી શક્યો ન હતો. પણ આ ઘટનાથી કેલ હવે થોડા ઉદાસ લાગે છે કારણ કે હવે મહિલાઓ તેમની સાથે ત્યારે જ વાત કરે છે જ્યારે તેઓ બાળક ઈચ્છે છે. આ વિશે કેલે વધુમાં કહ્યું હતું કે તેણે ઘણા સ્પર્મ ડોનેટ કર્યા છે અને તેમાથી ઘણી પ્રેગ્નન્સી ખૂબ જ સફળ રહી. આ પછી મહિલાઓએ તેને ઇન્સ્ટાગ્રામ (Instagram) પર મેસેજ કરવાનું શરૂ કર્યું. ઘણી સ્ત્રીઓ તેમને તેમના દાનથી જન્મેલા બાળકોના ફોટા મોકલતી રહે છે.

કેલે એમ પણ કહ્યું હતું કે તેને કલ્પના નહોતી કે આટલી બધી મહિલાઓ આ કામમાં રસ દાખવશે. કારણ કે તેને લાગતું હતું કે તેમાંથી ઘણી મહિલાઓ અમીર હશે અને તેથી તેઓ સ્પર્મ બેંકમાં જઈ શકશે. કેટલીક મહિલાઓએ કેલને એમ પણ કહ્યું કે તેઓ તેમના બાળકના જૈવિક પિતાને જોવા માંગે છે. પ્રતિક્રિયા રૂપે કેલે એમ કહ્યું કે દુર્ભાગ્યે, હવે ઘણી સ્ત્રીઓને તેમની સાથે ડેટ કરવાનું પસંદ નથી.

કેલના જીવનમાં એવી કેટલીક મહિલાઓ હતી જેમની સાથે તેમણે એવું લાગતું હતું કે તેમનો સંબંધ આગળ વધી શકે છે. પરંતુ તેમની વાર્તા આગળ વધી શકી નથી. અત્યારે પણ કેલને આશા છે કે એક દિવસ તે સ્થાયી થશે અને તેમનો પણ એક પરિવાર હશે. જે તેમને આ સ્વરૂપમાં સ્વીકારશે. કલે તેના સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખે છે. તે કેફીન, આલ્કોહોલ, ડ્રગ્સ અને સિગારેટનું સેવન કરતા નથી. કેલ હાલમાં સ્પર્મ ડોનર બનવા માંગે છે. તેણે એમ પણ કહ્યું કે જે પણ મહિલાને તેની સેવાની જરૂર છે તે ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કરી શકે છે.

Most Popular

To Top