SURAT

સુરત: ગ્રાહકની જાણ બહાર રેલવે ટિકીટ કેન્સલ કરાવી એક લાખ રૂપિયા ગજવે ઘાલી લીધાં

સુરત: (Surat) નાનપુરા પોસ્ટ ઓફિસમાં (Nanpura Post Office) પોસ્ટ આસિસ્ટન્ટે પીઆરએસ કાઉન્ટર પર નોકરી કરતો હતો તે સમયે સાત ગ્રાહકોની (Customer) બુક કરાવેલી રેલવે ટિકીટ (Railway Ticket) તેમની જાણ બહાર કેન્સલ કરી તેના રૂપિયા પોતાના ગજવે ઘાલી લીધા હતા. અઠવા પોલીસ સ્ટેશનમાં આ અંગે 1.02 લાખની છેતરપિંડીની (Fraud) ફરિયાદ નોંધાતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

  • નાનપુરા પોસ્ટ ઓફિસના કર્મચારીએ રેલ્વે ટિકીટનું બુકીંગ બારોબાર કેન્સલ કરી 1.02 લાખ રૂપિયા ગજવે ઘાલી દીધા
  • ગ્રાહકોની જાણ બહાર તેમની ટિકીટ કેન્સલ કરી આ રૂપિયા દિવ્યાંગ જેઠવા પોતે વાપરી નાખતો

અઠવા પોલીસના જણાવ્યા મુજબ મોટા વરાછા ખાતે પીપળીયા ફળીયામાં રહેતા 48 વર્ષીય નિલેષ રમણલાલ રાઠોડ સુરત પોસ્ટ વિભાગમાં આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડ ઓફ પોસ્ટ ઓફિસ, સુરત વેસ્ટ સબ ડિવિઝન તરીકે ફરજ બજાવે છે. તેમના દ્વારા નાનપુરા પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવી ગયેલા દિવ્યાંગ અશોક જેઠવાની સામે અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દિવ્યાંગ જેઠવા ફેબ્રુઆરી 2018 થી સપ્ટેમ્બર 2021 સુધી પીઆરએસ કાઉન્ટર ક્લાર્ક તરીકે એટલે કે રેલ્વે ટીકીટ બુકીંગની ફરજ બજાવતા હતા.

16 સપ્ટેમ્બર 2021ના રોજ અનિસ મોદી (રહે,ધાતીનગર સ્ટ્રીટ, નાનપુરા) એ નાનપુરા પોસ્ટ ઓફિસમાં અરજી કરી હતી. જેમાં 6 સપ્ટેમ્બર 2021 ના રોજ ઓફિસમાં રેલ્વે કાઉન્ટરમાંથી બરોડાથી જગન્નાથપુરી તેમજ જગન્નાથપુરીથી સુરત એમ આવવા જવાની કુલ 6 ટિકીટ બુક કરાવી હતી. ત્યારબાદ તેને શંકા જતા તેમને આ ટિકીટનું સ્ટેટસ ચેક કરવા જતા કેન્સલ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. 61,245 રૂપિયાના કિમતની આ ઓરીજનલ ટિકીટો તેમની પાસે હતી. અને તેમને ટિકીટ કેન્સલ કરવા અંગે કોઈ ફોર્મ ભર્યું નથી. જેથી તેમને આ બાબતે અરજી કરતા તે સિનીયર સુપ્રિટેન્ડ ઓફ પોસ્ટ ઓફિસને વધુ તપાસ માટે મોકલી હતી. અને તપાસમાં કૌભાંડ બહાર આવ્યું હતું.

સ્ટેટસ ચેક કરતા અનિસ મોદીની ટિકીટ તેમની જાણ બહાર દિવ્યાંગ જેઠવાએ રદ્દ કરી રૂપિયા પોતે વાપરી નાખ્યા હતા. તેવીજ રીતે મુકેશ અગ્રવાલની, મહાવીર અગ્રવાલની, રાહુલ અગ્રવાલ, સંયમ જૈન અને હેમંત બી ભગતની ટિકીટો બારોબાર કેન્સલ કરીને કુલ 1.02 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. અઠવા પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top