Top News

More Posts

   The Latest

Most Popular

મુંબઈ: દેશભરમાં કોરોનાના (Corona) કેસોમાં વઘારો ધટાડો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અભિનેત્રી (Actress) શેફાલી શાહને પણ આ ખતરનાક વાયરસનો ચેપ લાગ્યો છે. શેફાલીએ પોતાના ઈન્સ્ટા હેન્ડલ (Instagram) પરથી બુધવારે માહિતી આપી કે તેનો કોવિડ ટેસ્ટ (Covid Test) પોઝિટિવ (Possitive) આવ્યો છે, ત્યારબાદ તેણે પોતાને ક્વોરેન્ટાઈન કરી લીધી છે. જણાવી દઈએ કે તાજેતરમાં શેફાલીએ ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન (IFFM) એવોર્ડ્સ 2022માં પ્રાઇમ વિડિયો ફિલ્મ “જલસા” માટે શ્રેષ્ઠ અભિનેત્રીની ટ્રોફી જીતી છે.

કોરોના સંક્રમિત હોવાની માહિતી આપતા તેણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘મને કોરોના ચેપ લાગ્યો છે, જેના કારણે મેં તરત જ મારી જાતને આઈસોલેટ કરી લીધી છે. હું ડૉક્ટરના કહેવા મુજબ તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરું છું. મારી વિનંતી છે કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓએ તાત્કાલિક પોતાનો કોરાના ટેસ્ટ કરાવી લે.

ચાહકો ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે
આ પોસ્ટ બાદ ફેન્સના રિએક્શન આવવા લાગ્યા છે. લોકો તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું, ‘કૃપા કરીને તમારું ધ્યાન રાખો.’ અન્ય એક યુઝરે લખ્યું હતું કે, ‘તમે ઝડપથી સાજા થઈ જાઓ.’ તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું, ‘જલ્દી સ્વસ્થ થાઓ મેડમ, તમે ભવિષ્યના બોલિવૂડનો ચહેરો છો.’ આ સિવાય મોટાભાગના યૂઝર્સ હાર્ટ ઇમોજી વડે તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

જણાવી દઈએ કે શેફાલી શાહ લાંબા સમયથી બોલિવૂડમાં મહત્વનો ભાગ ભજવી રહી છે. વર્ષ 1995માં તે પહેલીવાર ફિલ્મ રંગીલામાં જોવા મળી હતી. હાલમાં જ તેની ફિલ્મ ડાર્લિંગ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં આલિયા લીડ રોલમાં જોવા મળી હતી. ફિલ્મમાં શેફાલીના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ સિવાય તેના આગામી પ્રોજેક્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં નેટફ્લિક્સ સીરિઝ ‘દિલ્હી ક્રાઈમ’ની બીજી સીઝનમાં જોવા મળશે જે 26 ઓગસ્ટે આવવા જઈ રહી છે.

To Top